Mass media in general

ઇ-મેઇલ

ઇ-મેઈલ : જુઓ સંદેશાવ્યવહાર.

વધુ વાંચો >

કનોરિયા સેન્ટર ફૉર આર્ટ્સ

કનોરિયા સેન્ટર ફૉર આર્ટ્સ : લલિત કલાના ક્ષેત્રે અભિનવ પદ્ધતિએ શિક્ષણ આપતું અમદાવાદનું વિશિષ્ટ કલાકેન્દ્ર. 1971માં સ્થપાયેલા ‘ધ ક્રિયેટિવ આર્ટ્સ ફંડ’ તથા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સહયોગથી 1984માં આ કેન્દ્રની સ્થાપના થઈ. અહીં કયા પ્રકારની શિક્ષણપ્રથા અપનાવવી તે માટે નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવવા સપ્ટેમ્બર 1983માં વિવિધ પ્રવૃત્તિક્ષેત્રના દેશભરના અગ્રણી નિષ્ણાતોનો પરિસંવાદ યોજવામાં…

વધુ વાંચો >

કૅસેટ

કૅસેટ : શ્રાવ્ય કે ર્દશ્યશ્રાવ્ય સંકેતો અને તેના કાર્યક્રમોને મુદ્રિત કરવા માટે ચુંબકીય (magnetic) પટ્ટી. એમાં ડિજિટલ અને ઍનાલૉગ બંને પદ્ધતિનું મુદ્રણ થઈ શકે. 1956માં અમેરિકાના ઉપપ્રમુખ રિચાર્ડ નિક્સન અને સોવિયેટ સંઘના પ્રમુખ નિકિતા ક્રુશ્ચૉફ વચ્ચે, મૉસ્કોમાં એક ઔદ્યોગિક પ્રદર્શનમાં અમેરિકી સ્ટૉલમાં ગરમાગરમ ચર્ચા થઈ એનું ર્દશ્યમુદ્રણ (વીડિયો રેકૉર્ડિંગ) અમેરિકાની…

વધુ વાંચો >

ટેલિફોન

ટેલિફોન : જુઓ દૂરવાણી

વધુ વાંચો >

પરિચય-પુસ્તિકા પ્રવૃત્તિ

પરિચય–પુસ્તિકા પ્રવૃત્તિ : વિવિધ વિષયો પરત્વે સરળ અને શિષ્ટ ભાષામાં સામાન્ય જ્ઞાન પીરસતી પુસ્તિકાઓનું પ્રકાશન કરતી પ્રવૃત્તિ. પરિચય ટ્રસ્ટના બે મોભીઓમાંના એક વાડીલાલ ડગલી અમેરિકા શિકાગો અભ્યાસાર્થે ગયા ત્યારે શિકાગો યુનિવર્સિટીની જ્ઞાનવિજ્ઞાનના પ્રચારની વિદ્યાપ્રવૃત્તિની વાત એમને ગમી ગઈ. તેમણે આ વાત તેમના પિતાતુલ્ય પ્રજ્ઞાચક્ષુ સ્વ. પંડિત સુખલાલજીને લખી. તે વાંચી…

વધુ વાંચો >

પૅકર, કેરી

પૅકર, કેરી (જ. 17 ડિસેમ્બર 1937, સિડની; અ. 26 ડિસેમ્બર 2005, ન્યૂ સાઉથવેલ્સ, ઑસ્ટ્રેલિયા) : સમૂહ માધ્યમોના સંચાલક. તેમના પિતા સર ફ્રૅન્ક પૅકર તરફથી તેમને ઑસ્ટ્રેલિયન કૉન્સોલિડેટેડ પ્રેસ (ACP) જૂથ વારસામાં મળ્યું હતું. 1977-78 દરમિયાન તેમણે ‘વર્લ્ડ સીરિઝ ક્રિકેટ’નું નિર્માણ કર્યું અને તેમાં ‘નૉક-આઉટ’ ધોરણે રમાતી એક દિવસીય ક્રિકેટ મૅચ…

વધુ વાંચો >

પેજર

પેજર : આશરે 30થી 50 કિલોમીટર અંતરની મર્યાદામાં બહારથી આવતા, કોઈ વ્યક્તિને ટેલિફોન કરવા માટેની સૂચના કે તેના દ્વારા આપવામાં આવતા ટૂંકા સંદેશાને કાળા અક્ષરોવાળા લખાણમાં અંકિત કરતું એક નાનકડું આધુનિક ઇલેક્ટ્રૉનિક ઉપકરણ. તે ફક્ત એકતરફી કામ આપે છે, એેટલે કે પેજરધારક બહારથી આવતું સૂચન કે સંદેશો મેળવી શકે છે;…

વધુ વાંચો >

પૉપ આર્ટ

પૉપ આર્ટ : પરંપરાગત કલામૂલ્યોના ટીકાત્મક પ્રતિભાવ રૂપે, આધુનિક સભ્યતાની લાક્ષણિકતાઓમાંથી બીજા વિશ્વયુદ્ધ પછી ઉદભવેલો કલાપ્રવાહ.  છાપાં, સામયિકો, ટીવી જેવાં સમૂહ-માધ્યમો, સમૂહ-વિજ્ઞાપન, આધુનિક જીવનશૈલી અને વ્યાપારલક્ષી સંસ્કૃતિનાં ઉત્પાદનો તથા માનવસર્જિત સાધનોનો કલાકૃતિઓ તરીકે સ્વીકાર કરવા જેવી બાબતો પર પૉપ આર્ટનો ખ્યાલ મંડાયેલો છે. ફોટોગ્રાફ, પોસ્ટર, જાહેરાતની સામગ્રી, કાર્ટૂન ચિત્રમાળા, પૅકેજિંગ…

વધુ વાંચો >

ફ્રૅન્કલિન, બેન્જામિન

ફ્રૅન્કલિન, બેન્જામિન (જ. 17 જાન્યુઆરી 1706, બૉસ્ટન; અ. 17 એપ્રિલ 1790, ફિલાડેલ્ફિયા) : અમેરિકન મુદ્રક, પ્રકાશક, લેખક, સંશોધક, અને સ્થિત-વિદ્યુત(static electricity)નો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની. ઉપનામ (તખલ્લુસ) રિચાર્ડ સૉન્ડર્સ. અમેરિકી વસાહતોને ગ્રેટ બ્રિટનથી છૂટી પાડવામાં ભાગ ભજવનાર અને સ્વતંત્રતાનું જાહેરનામું તથા યુ.એસ.નું બંધારણ ઘડવામાં સહાયક મુત્સદ્દી. મુત્સદ્દી તરીકેની કારકિર્દીની શરૂઆત કરતા…

વધુ વાંચો >

બર્નેઝ, એડવર્ડ

બર્નેઝ, એડવર્ડ (જ. 1891, વિયેના; અ. 1995) : જાહેર સંપર્કની પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા. તેઓ સિગ્મંડ ફ્રૉઇડના ભત્રીજા થતા હતા. 1892માં બાળક તરીકે તેમને અમેરિકા લાવવામાં આવ્યા હતા. અમેરિકામાં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેમણે જોરદાર પ્રચારકાર્ય કર્યું. 1919માં તેમણે અમેરિકાની જાહેર સંપર્કની સર્વપ્રથમ કંપની શરૂ કરી. તેમણે અને તેમનાં ભાવિ પત્નીએ ભેગાં…

વધુ વાંચો >