બિલસ્ટાઇન, ફ્રેડરિક કૉનાર્ડ

January, 2000

બિલસ્ટાઇન, ફ્રેડરિક કૉનાર્ડ (જ. 1838, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 1906) : કાર્બન રસાયણશાસ્ત્રના જ્ઞાનકોશ(encyclopedia)ના નામી રચયિતા. તેમણે રસાયણશાસ્ત્રનો અભ્યાસ જર્મનીમાં કર્યો; પછી તે ગોટિંગન ખાતે અધ્યાપક બન્યા. 1866થી તેઓ પીટર્સબર્ગ ખાતે પ્રોફેસર નિમાયા. ‘હૅન્ડબુક ઑવ્ ઑર્ગેનિક કૅમિસ્ટ્રી’ (1881) નામક પુસ્તક તેમના નામના જાણે પર્યાયરૂપ બની રહ્યું. કાર્બનયુક્ત મિશ્રણો માટે આ ગ્રંથ એક સંપૂર્ણ આધારભૂત વિવરણગ્રંથ બની રહ્યો છે.

મહેશ ચોકસી