બાબા લાખૂરામ (જ. ઈ. સ. 1879 મોંટગોમરી–હાલ પાકિસ્તાન; અ. 13 ડિસેમ્બર 1930 મોંટગોમરી) : સ્વાતંત્રસેનાની. અસહકાર આંદોલન વખતે 1921માં પોતાનો વ્યવસાય છોડીને સ્વતંત્રતાસંગ્રામમાં જોડાઈ ગયા. રાજકીય કેદીઓ સાથેના અમાનુષી વહેવારના વિરોધમાં તેમણે અનશન આદર્યું. તત્કાલીન અધિકારીઓએ એમની ધરપકડ કરી પરંતુ જેલમાં રહીને ઉપવાસ ચાલુ રાખ્યા. એટલું જ નહિ અન્નની સાથે જળનો પણ ત્યાગ કર્યો. આવી પરિસ્થિતિમાં 13મી ડિસેમ્બર, 1930માં મોંટગોમરીની જેલમાં એમનું અવસાન થયું.
પ્રવીણચંદ્ર પરીખ