બર્નેટ, ઍલેસ્ટર (જ. 1928) : બ્રિટનના ખ્યાતનામ પત્રકાર અને ટેલિવિઝન-સમાચાર પ્રસારિત કરનારા કસબી. તેમણે ઑક્સફર્ડ ખાતેની વૉર્સેસ્ટ કૉલેજ ખાતે અભ્યાસ કર્યો. પછી 1965–1974 દરમિયાન તેમણે ‘ધી ઇકૉનોમિસ્ટ’ના અને 1947–1976ના ગાળામાં ‘ધ ડેલી એક્સપ્રેસ’ના તંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તે ‘આઇ. ટી. એન.’માં સમાચાર-પ્રસારક તરીકે જોડાયા ત્યારે તેમની પ્રતિભા સમગ્ર રાષ્ટ્રમાં ઝળકી ઊઠી; 1982–1991 દરમિયાન તે ‘ન્યૂઝ ઍટ ટેન’ના સહાયક સંપાદક બન્યા. 1984માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો.
મહેશ ચોકસી