સમુદ્રવિદ્યા

ઊઝ

ઊઝ (ooze) : 30 %થી વધુ જીવજન્ય દ્રવ્યયુક્ત સૂક્ષ્મ દાણાદાર દરિયાઈ અગાધનિક્ષેપ (જુઓ ‘અગાધનિક્ષેપ’ ). મહાસાગરોના બેથિયલ અને એબિસલ (2,000 મીટરથી વધુ ઊંડાઈ) ક્ષેત્રના તળિયાના વિસ્તારમાં બે પ્રકારના અગાધનિક્ષેપો મળે છે : (1) જીવજન્ય ઊઝ, (2) રાતી માટી. (1) જીવજન્ય ઊઝના બે વિભાગો છે : (i) ચૂનાદ્રવ્યયુક્ત ઊઝ (2,000થી 3,900…

વધુ વાંચો >

ઊર્જા

ઊર્જા વિભાવના : કોઈ પ્રણાલીની કાર્ય કરવાની શક્તિનું પ્રમાણ દર્શાવતો ગુણધર્મ. ભૌતિક વિશ્વને સમજવા માટેની ઊર્જાની વિભાવના ઘણી અગત્યની છે. મૂળ ગ્રીક ભાષાના ‘એનર્જિયા’ (energia) શબ્દ ઉપરથી ઊર્જા શબ્દ યોજાયેલો છે. (en = અંદર અને ergon = કાર્ય). ઊર્જા કાં તો કોઈ ભૌતિક સ્થિર પદાર્થ સાથે (દા. ત., સ્પ્રિંગનું ગૂંચળું)…

વધુ વાંચો >

ઓશન લાઇનર

ઓશન લાઇનર : નિયત કરેલાં બંદરો વચ્ચે, નિયત કરેલા પ્રવાસમાર્ગે સફર કરતું જહાજ. બે પ્રકારનાં જહાજ હોય છે  (1) માલવાહક અને (2) પ્રવાસીવાહક. કોઈ પણ બંદરે માગણી કરવાથી બંદરનો માલ લઈ જતી આગબોટો(tramp ship)ના કરતાં માલવાહક જહાજોની ગતિ વધુ હોય છે, કારણ કે તેમને નિયત સમયે માલ પહોંચાડવાનો હોય છે.…

વધુ વાંચો >

કપ્તાનની રસીદ

કપ્તાનની રસીદ (mates’ receipt) : દરિયાઈ માર્ગે માલનું પરિવહન કરતી વખતે તેની યોગ્યતા અને સ્વીકૃતિ દર્શાવતી વહાણના કપ્તાને આપેલી રસીદ. કસ્ટમને લગતી તમામ પ્રકારની કાર્યવિધિમાંથી પસાર કર્યા પછી માલને વહાણમાં ચઢાવવા-ગોઠવવા અંગેની કાર્યવહી શરૂ થાય છે. વહાણના કપ્તાન સમક્ષ નિકાસકાર શિપિંગ ઑર્ડર અને શિપિંગ બિલ રજૂ કરે ત્યારે જ કપ્તાન…

વધુ વાંચો >

કેનુ

કેનુ : એક પ્રકારની સાંકડી હોડી. અમેરિકન ઇન્ડિયન ભાષાનો આ મૂળ શબ્દ ‘કેનો’ સ્પૅનિશ વસાહતીઓએ અપનાવ્યો હતો. સામાન્ય રીતે આ હોડી 4.5થી 6 મી.થી માંડીને 30 મી. જેટલી લાંબી હોય છે. ‘કેનુ’ની રેસ માટે વપરાતી હોડી 518.18 સેમી. લાંબી, 86.36 સેમી. પહોળી અને 30.48થી 111.76 સેમી. ઊંડી હોય છે. મોઢાનો…

વધુ વાંચો >

કૅલિફૉર્નિયાનો અખાત

કૅલિફૉર્નિયાનો અખાત : મૅક્સિકોના વાયવ્ય કિનારા પર આવેલો પૅસિફિક મહાસાગરનો ફાંટો. તે પૂર્વ પૅસિફિક મહાસાગરનો મોટો અખાત છે. તેની પશ્ચિમે લોઅર કૅલિફૉર્નિયા (બાહા કૅલિફૉર્નિયા) દ્વીપકલ્પ અને પૂર્વે મૅક્સિકોની મુખ્ય ભૂમિ પર સોનોરા તથા સિનાલોઆ રાજ્યો આવેલાં છે. આ અખાત કૉર્ટેઝના સમુદ્ર તરીકે પણ ઓળખાય છે. તેની બંને બાજુનો કિનારો ખાંચાખૂંચીવાળો…

વધુ વાંચો >

કૉરલ સમુદ્ર

કૉરલ સમુદ્ર : ઑસ્ટ્રેલિયાના ઈશાન ખૂણે ક્વિન્સલૅન્ડના કિનારા નજીકનો 10o-20o દ.અ. અને 145o-165o પૂ. રે. વચ્ચે આવેલો પ્રશાંત મહાસાગરનો ભાગ. તે સૉલોમન સમુદ્ર તરીકે પણ ઓળખાય છે. તેનો કુલ (ઍટૉલ) વિસ્તાર 47,91,000 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે ન્યૂગિની અને સૉલોમન ટાપુઓ, પૂર્વ સરહદે સાન્તાક્રૂઝ ટાપુઓ અને વાન્વાટુ, દક્ષિણ સરહદે ન્યૂ…

વધુ વાંચો >

ક્યુરાઇલ પ્રવાહો

ક્યુરાઇલ પ્રવાહો : ઉત્તર ધ્રુવ મહાસાગરનો પૅસિફિક મહાસાગર તરફ વહેતો ઠંડો પ્રવાહ. તેને કામચાટકા પ્રવાહ કે ઓખોટ્સ્કનો પ્રવાહ પણ કહે છે. ઉત્તર ધ્રુવ મહાસાગરમાંથી બેરિંગની સામુદ્રધુની મારફતે એક ઠંડો પ્રવાહ કામચાટકા દ્વીપકલ્પ પાસે થઈને દક્ષિણ તરફ વહે છે, પણ ભૂમિનો આકાર જેમ લાબ્રાડોર પ્રવાહને અટકાવે છે તેવું અહીં થતું નથી.…

વધુ વાંચો >

ગીયોઝ

ગીયોઝ (guyots) : સમુદ્રીય જળનિમ્ન પર્વત. પૅસિફિક મહાસાગરમાં જળસપાટીથી ઉપર તરફ જોવા મળતા જ્વાળામુખીજન્ય સમુદ્રસ્થિત પર્વતો મોટે ભાગે તો શંકુઆકારના શિરોભાગવાળા હોય છે; પરંતુ સમુદ્રતળસ્થિત, જળસપાટીથી નોંધપાત્ર ઊંડાઈએ રહેલા સમતલ સપાટ શિરોભાગવાળા જ્વાળામુખીજન્ય પર્વતો પણ તૈયાર થયેલા છે. તે સપાટ શિરોભાગવાળા હોવાથી તેમને ઉચ્ચપ્રદેશ જેવા ભૂમિસ્વરૂપની કક્ષામાં મૂકી શકાય. સ્વિસ-અમેરિકન…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >