ફિલ્હાર્મોની, બર્લિન (1963)

February, 1999

ફિલ્હાર્મોની, બર્લિન (1963) : હાન્સ સ્ખારૂનની જગવિખ્યાત અષ્ટ કોણાકાર સ્થાપત્યરચના. તત્કાલીન સંગીત અને નાટ્યકલાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આ અભૂતપૂર્વ ઇમારતનું આયોજન થયું છે. પ્રથમ વાર અહીંના વિશાલ ખંડમાં કલાકારોનું સ્થાન મધ્યમાં રાખવામાં આવેલું છે. તેની ફરતે બધી બાજુ પ્રેક્ષક દીર્ઘાઓનું સ્થાન રખાયેલ છે. તેથી પ્રેક્ષક, કલાકારો વચ્ચે સમન્વય સંવાદ સધાય એવી ધારણા રખાઈ છે. આ વિશાળ ઇમારત વીસમી સદીના સ્થાપત્યનું એક અત્યંત અગત્યનું ઉદાહરણ ગણાય છે અને તેના આયોજનની ઉત્કૃષ્ટતાને લઈને સંગીતના દેવળ (cathedral of music) તરીકે પણ પ્રખ્યાત છે.

રવીન્દ્ર વસાવડા