નાહરગઢ કિલ્લો (અઢારમી સદી) : રાજસ્થાનના કિલ્લાઓના સ્થાપત્યમાં સૌથી અર્વાચીન કહી શકાય તેવું સ્થાપત્ય ધરાવતો કિલ્લો.

નાહરગઢ કિલ્લાનો આલેખ
આ કિલ્લો જયપુરની વાયવ્ય હદ પર ટેકરી પર બંધાયેલો છે, જે ખાસ કરીને મહારાણીઓ માટેનો હતો. કિલ્લાની રચનામાં એક વિશાળ પટાંગણની ફરતે જુદાં જુદાં સાત મહાલયોની રચના કરવામાં આવી છે, જે દરેક સ્વતંત્ર રીતે વાપરી શકાય એમ છે. સ્થાપત્યની દૃષ્ટિએ આ મકાનો સાદાં, પરંતુ અત્યંત આકર્ષક આયોજનથી બંધાયેલાં છે. પ્રવેશમાં એ વિશાળ પ્રાંગણમાં સ્વાગતવિસ્તારો રચાયા છે અને સમગ્ર બાંધકામ ટેકરીઓની ધાર પર કરવામાં આવેલ છે, જે કિલ્લેબંધ વિસ્તાર છે અને તેની દીવાલો પરથી જયપુર શહેરનો અત્યંત રમણીય દેખાવ જોવા મળે
રવીન્દ્ર વસાવડા