ઘટોત્કચગુપ્ત, પહેલો : મગધના ગુપ્તવંશના સ્થાપક શ્રીગુપ્તનો પુત્ર. વાકાટકોના અભિલેખોમાં એને ગુપ્તોના ‘આદિરાજ’ તરીકે ગણાવ્યો છે, જે સૂચવે છે કે વસ્તુત: એ ગુપ્તવંશનો પહેલો પ્રતાપી રાજા હતો અને મગધ પર એણે ગુપ્તોની સત્તાનો વિસ્તાર કર્યો હતો. અલબત્ત, રાજસત્તા વધારવા છતાં આ પ્રતાપી રાજાએ કેવળ ‘મહારાજ’નું બિરુદ જ ધારણ કર્યું હતું. આ રાજાના કોઈ સિક્કા મળ્યા નથી. તેણે ઈ. સ. 300થી ઈ. સ. 319 દરમિયાન શાસન કર્યાનું મનાય છે.

પ્રવીણચંદ્ર પરીખ