કોપ્રુલુ-યાલીસી : એનાડોલીહીસારીમાં સત્તરમી સદીના અંતમાં બોસપોરસ નદીના એશિયન કાંઠા પર બંધાયેલી ઇમારત. અત્યારે તેનો બેઠકખંડ જ બાકી રહ્યો છે. આ ખંડ અડધો પાણી પર બાંધવામાં

કોપ્રુલુ-યાલીસી, એનોડોલીહીસારી
આવેલો હતો, જેથી બેઉ કાંઠા જોઈ શકાતા. બારીઓ ખોલી નાખવાથી જાણે ખંડ પાણી પર તરતો હોય એવો ભાસ થતો. આ ઇમારતનો સ્થપતિ કોપ્રુલા ખાનદાનનો હુસીયીન પાશા હતો. એ ઇસ્તંબૂલનો રાજ્યપાલ અને મુખ્ય વજીર પણ બન્યો હતો.
મન્વિતા બારાડી