કૅન્સર અને લિંગિતા

January, 2008

કૅન્સર અને લિંગિતા : લૈંગિક (sexual)  કારણોસર થતાં કૅન્સર અને કૅન્સરના દર્દીના જાતીયતા (sexuality) સંબંધિત પ્રશ્નો ઉદભવવા તે.

લૈંગિક (sexual) કારણો : વિવિધ પ્રકારના સંભોગ કે જાતીય સંસર્ગ દ્વારા ફેલાતા ચેપી રોગો કૅન્સરજનન સાથે સંકળાયેલા છે. સ્ત્રીઓમાં પેપિલોમા-વિષાણુ(પ્રકાર 16 અને 18)નો ચેપ જાતીય સંબંધોથી ફેલાય છે. તેના લાંબા સમયના ચેપ પછી ગર્ભાશય-ગ્રીવા(uterine cervix)નું કૅન્સર થાય છે. વળી હર્પિસ સિમ્પ્લેક્સ (પ્રકાર 2) પણ સ્ત્રીઓમાં જાતીય ચેપી રોગ કરનારો વિષાણુ છે. તે ગર્ભાશય-ગ્રીવાનું કૅન્સર કરતો સહઘટક (co-factor) છે. તેથી કેટલાક નિષ્ણાતો ગર્ભાશય-ગ્રીવાના કૅન્સરને સંભોગજન્ય ચેપી રોગ કહેવાનું સૂચવે છે. આ ઉપરાંત સ્ત્રીઓ અને પુરુષોમાં હ્યૂમન ઇમ્યુનોડિફિશિયન્સી વિષાણુ (HIV 1 અને 2) વડે થતો જાતીય ચેપી રોગનો છેલ્લો તબક્કો એઇડ્ઝના રોગ તરીકે જાણીતો છે. આ રોગમાં લિમ્ફોમા તથા કાપોસીનું સાર્કોમા પ્રકારનાં કૅન્સર થાય છે. પુરુષોમાં થતો લિમ્ફોગ્રૅન્યુલોમા ઇન્ગ્વાઇનેલ નામના જાતીય ચેપી રોગમાં ઘણી વખત કૅન્સર વિકસે છે.

આ ઉપરાંત ચેપી કમળો કરતો હિપેટાઇટિસ-બી વિષાણુ જાતીય સંસર્ગ દ્વારા ફેલાય છે. હિપેટાઇટિસ-બીનો જીવાણુ યકૃતમાં થતા કૅન્સર સાથે સંકળાયેલો છે. ગર્ભનિરોધક ગોળીઓનું સેવન યકૃતના કૅન્સર સાથે સંકળાયેલું છે. અગાઉના જમાનામાં જ્યારે પ્રોજેસ્ટેરોન વગરની ગર્ભનિરોધક ગોળીઓ વપરાતી હતી ત્યારે ગર્ભાશય-કાય(body of uterus)નું કૅન્સર થતું જોવામાં આવતું હતું. જાતીય જીવનની

સારણી : કૅન્સરથી પીડાતાં સ્ત્રીપુરુષોમાં ઉદભવતી જાતીય વિષમતાઓનું પ્રમાણ (%)

 

કૅન્સરગ્રસ્ત

અવયવ

(સ્ત્રીપુરુષ)

મહદંશે

અસરગ્રસ્ત

જાતીયતા

જાતીય

પ્રક્રિયા

બંધ

ઇચ્છા

ઉશ્કેરાટ

કામોત્તેજના દુ:સંભોગ
1. મોટું આંતરડું

(સ્ત્રી)

(પુ.)

 

5

 

 

30-60

 

30-75

 

65-85

 

21

2. મૂત્રાશય (પુ.) 30-50 30-70 90
3. પ્રોસ્ટેટ (પુ.) 83-88 78-100
4. પ્રોસ્ટેટ +

અંત:સ્રાવી

સારવાર

100 100
5. શુક્રપિંડ (પુ.) 15-50 5-24 10-55
6. હૉજકિનનો

રોગ (સ્ત્રી)

(પુ.)

 

20

20-30

 

32

 

50

 

90-100

24

 

90-100

55

 

7. સ્તન (સ્ત્રી) 5-40
8. ગર્ભાશય-

ગ્રીવા (સ્ત્રી)

30-40 12 29 29 29 29
9. ભગોષ્ઠ

(vulva) (સ્ત્રી)

15-80 15 36 28

વિશેષતાઓ સ્ત્રીઓનાં વિવિધ પ્રકારનાં કૅન્સર સાથે સંકળાયેલી છે. જેમ કે 25 વર્ષની ઉંમર પહેલાં સગર્ભાવસ્થા થઈ હોય, નાની ઉંમરે ઋતુસ્રાવ બંધ થયો હોય (menopause), ગર્ભનિરોધક ગોળીઓનો લાંબા સમય સુધી ઉપયોગ કર્યો હોય તો અંડપિંડનું કૅન્સર ઓછા પ્રમાણમાં થાય છે. તેની સામે 30 વર્ષ પછી પહેલી સગર્ભાવસ્થા અથવા લાંબો ઋતુસ્રાવકાળ (40 વર્ષ કે વધુ) હોય તો અંડગ્રંથિનું કૅન્સર વધારે પ્રમાણમાં થાય છે. જેમનો અંડકોષ કદી ફલિત ન થયો હોય કે જેમને કદી સગર્ભાવસ્થા ન થઈ હોય તેમનામાં ગર્ભાશયના કૅન્સરનું પ્રમાણ વધુ હોય છે. જેમનું લગ્ન વહેલું થયું હોય, જેમનું જાતીય જીવન વહેલું શરૂ થયું હોય, જે વારંવાર અને વધુ પ્રમાણમાં સંભોગ કરતાં હોય, જેમને વહેલી અને વારંવાર સગર્ભાવસ્થા રહી હોય, જે એકથી વધુ પુરુષ સાથે જાતીય સંબંધ ધરાવતાં હોય, જે એવા પુરુષ સાથે જાતીય સંબંધ ધરાવતાં હોય કે જે અનેક હ્ાીઓ સાથે જાતીય સંબંધ ધરાવતો હોય, તેમની બાબતમાં ગર્ભાશય-ગ્રીવાનું કૅન્સર વધુ થાય છે. તેથી વેશ્યાઓમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. આનાથી વિપરીત, મોડાં લગ્ન, મોડું તથા ઓછું જાતીય જીવન, એક પણ બાળક વગરની સ્ત્રીઓમાં સ્તનનું કૅન્સર વધુ જોવા મળે છે. દા.ત., સાધ્વીઓ. આમ જાતીયતાનો અતિરેક કે અભાવ એક અથવા બીજા પ્રકારના કૅન્સરની સંભાવના વધારે છે (જુઓ આકૃતિ).

કૅન્સર અને લિંગિતા

કૅન્સરની જાતીય જીવન પર અસર : કૅન્સરથી પીડાતાં સ્ત્રી-પુરુષોમાં કેટલીક જાતીય વિષમતાઓ જોવા મળે છે, જેમ કે પુરુષોમાં જાતીય સંભોગની ઇચ્છા, તે સમયનો ઉશ્કેરાટ (excitement) તથા કામોત્તેજના (orgasm) ઘટે છે. ક્યારેક જાતીય પ્રવૃત્તિ સાવ જ બંધ થઈ જાય છે અથવા ઘણે ભાગે અસરગ્રસ્ત થાય છે. સ્ત્રીઓમાં આ પ્રકારની વિષમતાઓ ઉપરાંત તેમને સંભોગ સમયે ક્યારેક પીડા (દુ:સંભોગ) પણ થાય છે. જુદા જુદા કૅન્સરમાં આ તકલીફોનું પ્રમાણ નોંધવામાં આવ્યું છે (જુઓ સારણી).

આ વિષમતાનું કારણ માનસિક વિકારો, રોગથી ઉદભવતી વિકૃતિઓ અને સારવારને કારણે થતી આનુષંગિક તકલીફો છે.

શિલીન નં. શુક્લ