કૃષ્ણદેવ

January, 2008

કૃષ્ણદેવ (જ. 24 ઑગસ્ટ 1914, અ. 2001) : પુરાતત્વનિષ્ણાત. તે 1938માં પુરાતત્વ-સર્વેક્ષણમાં જોડાયા અને જાન્યુઆરી 1973માં તેના નિયામક તરીકે નિવૃત્ત થયા. ત્યારબાદ બિરલા એકૅડેમી ઑવ્ આર્ટ અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન સ્ટડી, વારાણસીમાં તેમણે કામ કર્યું.

કૃષ્ણદેવ પુરાવસ્તુનાં ઉત્ખનનો અગ્રોદા, કુમરાહાર, વૈશાલી આદિ સ્થળોએ કર્યાં છે. પરંતુ ભારતનાં દેવસ્થાનોના સ્થાપત્યના તે નિષ્ણાત ગણાય છે. તેમણે ખજુરાહો પર સુંદર કામ કર્યું છે અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટના ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ ટેમ્પલ આર્કિટેક્ચર’ના કામમાં ઘણો ફાળો આપ્યો છે.

ર. ના. મહેતા