કારા મુસ્તફા-કોષકુ (ટોપકાપી સરાઈ, ઇસ્તમ્બૂલ) : ઇસ્તમ્બૂલની ટોપકાપી સરાઈમાં બાંધેલો તુર્કીઓનો એક-ખંડી ઉદ્યાનમંડપ. આવા મંડપો સુલતાનોના નિવાસોના ભાગ તરીકે જ બંધાતા.

કારા-મુસ્તુફા-કોષકુનો પ્લાન, સેક્શન અને એલિવેશન
એની બારીઓ બારણાં જેટલી જ ઊંડી અને દીવાલો કાચની છે. આ અઢારમી સદીનું કોષકુ (ઉદ્યાનમંડપ) સ્થાપત્યનું વિશિષ્ટ ઉદાહરણ છે. 1752માં આ મંડપનું પુન: બાંધકામ થયું હતું.
મન્વિતા બારાડી