કાકભુશુંડી

January, 2024

કાકભુશુંડી : કાક રૂપ ધારી પરમ રામભક્ત. કાગડાનું રૂપ ધારણ કરેલા કાકભુશુંડી પૂર્વ જન્મમાં બ્રાહ્મણ હતા પરંતુ લોમશ ઋષિના શાપને કારણે તેમને કાક-યોનિમાં જન્મ લેવો પડ્યો. તેઓ પ્રકાંડ જ્ઞાની હતા. તેઓ રામના બાલ સ્વરૂપના ઉપાસક હતા. તુલસીના ‘રામચરિતમાનસ’માં કાકભુશુંડી જ રામકથાના વક્તા છે. શંકરે હંસનું રૂપ ધારણ કરીને કાકભુશુંડી પાસેથી રામાયણનું રસપાન કર્યું હતું.

પ્રવીણચંદ્ર પરીખ