કલિકાતા દર્પણ (1980) : કોલકાતાનાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિશેનો બે ભાગમાં રચાયેલ બંગાળી ગ્રંથ. લેખક રાધારમણ મિત્ર. આ ગ્રંથને 1981નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એમાં કોલકાતા શહેરની સ્થાપના અને એનો ક્રમબદ્ધ વિકાસ દર્શાવ્યાં છે. એમાં માત્ર ઐતિહાસિક વિગતો જ નથી, પરંતુ કોલકાતાના સ્વરૂપનું વારંવાર પરિવર્તન કરનાર પરિબળો અને એના ઘડતરમાં હિન્દુ, મુસ્લિમ તથા પશ્ચિમની સંસ્કૃતિનો કેવો અને કેટલો ફાળો હતો તેનું રસભર્યું કથન છે.
ચન્દ્રકાન્ત મહેતા