Bengali literature

અગ્નિવીણા

અગ્નિવીણા (1922) : બંગાળના રવીન્દ્રોત્તર યુગના સુપ્રસિદ્ધ કવિ નઝરૂલ ઇસ્લામ(1899–1976)નો પ્રથમ તથા સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહ. સંગ્રહનાં કાવ્યોનો મુખ્ય સૂર વિદ્રોહનો છે. એ કાવ્યસંગ્રહ પ્રગટ થયો તે સમયે ગાંધીજીનું અસહકારનું તેમજ ખિલાફતનું એમ બંને આંદોલનો પુરવેગમાં ચાલતાં હતાં. એ વાતાવરણમાં આ સંગ્રહનાં ભાવવિભોર સૂરાવલિમાં ગવાતાં ગીતો બંગાળમાં ખૂબ જ લોકપ્રિય બનેલાં અને…

વધુ વાંચો >

અચલા

અચલા : બંગાળી નવલકથાકાર શરદ્ચન્દ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘ગૃહદાહ’ની નાયિકા. એણે પિતાનો વિરોધ વહોરી, પોતે બ્રહ્મો સમાજી હોવા છતાં બ્રાહ્મણ મહિમ જોડે લગ્ન કર્યાં. લગ્ન પછી એને મહિમની તરફ પ્રેમ હોવા છતાં એ તેના મિત્ર સુરેશ પ્રત્યે પણ આકર્ષાઈ. સુરેશની ઉદ્દંડતાને કારણે સુરેશ એનો પ્રેમ પૂરો મેળવી ન શક્યો, પરંતુ અચલાએ…

વધુ વાંચો >

અચલાયતન

અચલાયતન (1911) : રવીન્દ્રનાથ ટાગોરનું નાટક. પરંપરાવાદી, રૂઢિચુસ્ત સમાજની જડતા પર પ્રહાર કરતું તે વ્યંગનાટક છે. એની કથા મૌલિક છે; પણ એનું તત્ત્વ, સમય અને વાતાવરણ આશ્ચર્યકારક રીતે વાસ્તવિક તેમજ ઐતિહાસિક છે. ઈ. સ.ની પ્રથમ શતાબ્દીના અંતિમ સૈકાઓમાં અને દ્વિતીય શતાબ્દીના આરંભમાં મહાયાન બૌદ્ધપંથનો વજ્રયાન અને મંત્રયાન સાધનાઓ રૂપે ખાસ…

વધુ વાંચો >

અપરાજિતા (1)

અપરાજિતા (1) : બંગાળી નવલકથા (1932) અને ફિલ્મ (1956). બંગાળના સુપ્રસિદ્ધ નવલકથાકાર વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘પથેર પાંચાલી’ નવલકથાના અનુસંધાનમાં આ નવલકથા લખાઈ છે. બંને નવલકથાઓ લેખકના જીવન પર આધારિત છે. બાળપણથી જ પ્રકૃતિની ગોદમાં ઊછરેલી વ્યક્તિનું માનસ કેવું ઘડાય છે તે કથાનાયક અપુના પાત્ર દ્વારા લેખકે દર્શાવ્યું છે. અપુને પ્રાકૃતિક તત્ત્વો…

વધુ વાંચો >

અપુ

અપુ : બંગાળી નવલકથાનું પ્રસિદ્ધ પાત્ર. વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ત્રણ નવલકથાઓ ‘પથેર પાંચાલી’, ‘અપરાજિત’ તથા ‘અપુર સંસાર’નો નાયક અપૂર્વ છે. એનું લાડકું નામ અપુ છે. ‘અપુ’ના પાત્ર દ્વારા લેખક જ પોતાના જીવનમાં થોડા કાલ્પનિક રંગો પૂરી પોતાની જ કથા નિરૂપે છે. ગામડામાં ઊછરેલો બાળક, શહેરમાં જતાં, ત્યાં શરૂઆતમાં એકલતા અનુભવે અને…

વધુ વાંચો >

અબૂ સઈદ અયૂબ

અબૂ સઈદ અયૂબ (જ. 1906, કૉલકાતા; અ. 21 ડિસેમ્બર 1982, કોલકાતા) : બંગાળી લેખક. ભારતના અગ્રણી તત્વચિંતક અને સાહિત્યના સમાલોચક. માતૃભાષા ઉર્દૂ. મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી. સોળ વર્ષના થયા ત્યારે રવીન્દ્રનાથની મૂળ રચનાઓ વાંચી શકે એ માટે બંગાળીનું ઊંડું અધ્યયન કર્યું. કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી ફિલસૂફીનો વિષય લઈને એમ. એ.ની ઉપાધિ મેળવી. ‘યુગાન્તર’,…

વધુ વાંચો >

અમિતાક્ષર

અમિતાક્ષર : ‘બ્લૅંક વર્સ’ને માટે બંગાળીમાં થતો શબ્દપ્રયોગ. આ છંદનો પ્રથમ પ્રયોગ માઇકલ મધુસૂદન દત્તે કર્યો. એ છંદમાં અંત્યપ્રાસ નથી હોતો. ચૌદ અક્ષરના પયાર છંદની સાથે પ્રાસરહિત અમિતાક્ષરના મિશ્રણથી આ છંદ બન્યો છે. એમાં પ્રાસ કે યતિ અર્થાનુસારી યોજવામાં આવે છે. એટલે કે જ્યાં વિચારનો કે ભાવનો વળાંક આવતો હોય…

વધુ વાંચો >

અમૃતસ્ય પુત્રી

અમૃતસ્ય પુત્રી : કમલદાસ-કૃત બંગાળી નવલકથા, જેને 1980નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અવૈધ સંતાનની સમસ્યા આ કથામાં નિરૂપાઈ છે. મદ્રાસના રામકૃષ્ણ મિશનના સ્વામી સવારમાં ફરવા ગયા, ત્યારે રસ્તામાં કોઈ માએ ત્યજી દીધેલું બાળક જુએ છે અને બાળકને સંસારમાં આદરણીય સ્થાન મળે, તેથી પોતાની એક સંતાનવિહોણી શિષ્યાને બાળક ઉછેરવાનો…

વધુ વાંચો >

અરણ્યેર અધિકાર

અરણ્યેર અધિકાર (1977) : બંગાળનાં પ્રસિદ્ધ નવલકથાકાર મહાશ્વેતાદેવીની 1979માં શ્રેષ્ઠ બંગાળી કૃતિ તરીકે સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત કરનાર નવલકથા. અરણ્યના જે સાચા અધિકારીઓ છે, જેઓ અરણ્યનું એક અવિચ્છેદ્ય અંગ બની ગયા છે, તેમને કેવી દયાહીનતાથી અરણ્યથી વંચિત કરવામાં આવે છે તેની કરુણકથા એમાં કલાત્મક રીતે ગૂંથાઈ છે. મહાશ્વેતાદેવી અરણ્યમાં જ…

વધુ વાંચો >

અસમય

અસમય (1975) : બંગાળી નવલકથા. સ્વાતંત્ર્યોત્તરકાળના જાણીતા બંગાળી નવલકથાકાર બિમલકરની આ નવલકથાને 1975નો સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા રવીન્દ્ર પુરસ્કાર પણ પ્રાપ્ત થયા હતા. ‘અસમય’ સામાજિક નવલકથા છે. એમાં કથાનાયક જે ઇચ્છે છે, જે ઝંખે છે, તે તેને મળતું જાય છે, પણ એવે સમયે કે જ્યારે એ મળ્યાનો આનંદ ન રહ્યો…

વધુ વાંચો >