કણભક્ષણ

January, 2006

કણભક્ષણ (phagocytosis) : કોષની બાહ્ય સપાટી દ્વારા પોષક કે હાનિકારક પદાર્થોનું થતું ભક્ષણ. આ પ્રક્રિયામાં કોષરસનું બાહ્ય પડ અંતર્વલન દ્વારા આવા પદાર્થોને ઘેરીને રસધાની (vacuole) બનાવે છે. આ પ્રમાણે સ્વીકારેલા પદાર્થોનું પાચન કોષમાં આવેલા લયનકાયો(lysosomes)ના પાચક રસો કરે છે. આ પ્રમાણે કણભક્ષણ કરી કોષો પોષકતત્વો મેળવવા ઉપરાંત શરીરમાં પ્રવેશેલા વાઇરસ, બૅક્ટેરિયા વગેરે હાનિકારક પદાર્થોથી શરીરને રક્ષણ આપે છે. રુધિરમાં આવેલા શ્વેતકણો કણભક્ષણ દ્વારા શરીરને રક્ષણ આપવામાં અગત્યનો ભાગ ભજવે છે.

વૃંદા ઠાકર