વૃંદા ઠાકર

કણભક્ષણ

કણભક્ષણ (phagocytosis) : કોષની બાહ્ય સપાટી દ્વારા પોષક કે હાનિકારક પદાર્થોનું થતું ભક્ષણ. આ પ્રક્રિયામાં કોષરસનું બાહ્ય પડ અંતર્વલન દ્વારા આવા પદાર્થોને ઘેરીને રસધાની (vacuole) બનાવે છે. આ પ્રમાણે સ્વીકારેલા પદાર્થોનું પાચન કોષમાં આવેલા લયનકાયો(lysosomes)ના પાચક રસો કરે છે. આ પ્રમાણે કણભક્ષણ કરી કોષો પોષકતત્વો મેળવવા ઉપરાંત શરીરમાં પ્રવેશેલા વાઇરસ,…

વધુ વાંચો >

કણાભસૂત્રો

કણાભસૂત્રો : ચયાપચય ક્રિયાઓમાં અતિ મહત્વનો ભાગ ભજવતી બેવડા સ્તરવાળી કોષની અંગિકા. કણાભસૂત્રો સૌપ્રથમ સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં તાંતણા જેવા ગોળ કે લંબગોળ ઘટક રૂપે કોષરસમાં જોવા મળ્યા. સ્રાવી કોષો કે ગ્રંથિ કોષો કે જેમાં ચયાપચય ક્રિયા ખૂબ સતેજ હોય છે ત્યાં તે મોટી સંખ્યામાં દેખાય છે. ફેઝ કૉન્ટ્રાસ્ટ કે ઇન્ટરફેરન્સ…

વધુ વાંચો >

કવચપ્રોટીન

કવચપ્રોટીન (scleroprotein) : મંદ સાઇટ્રિક અને એસેટિક ઍસિડમાં દ્રાવ્ય એવાં તંતુમય પ્રોટીનો. મહત્વનાં કવચપ્રોટીનો તરીકે કૉલેજન અને કેરાટિન જાણીતાં છે. અન્ય કવચપ્રોટીનોમાં ફાઇબ્રૉઇન, ઇલૅસ્ટિન, સ્પાજિન, ફ્લેજેલિન અને રેટિક્યુલિનનો સમાવેશ થાય છે. કેરાટિનના મુખ્ય ઘટક તરીકે સિસ્ટાઈન હોય છે. સિસ્ટાઈનનાં સલ્ફર બંધનો કેરાટિનને ર્દઢતા આપે છે. કેરાટિન ચામડી, વાળ, ઊન, પીંછાં,…

વધુ વાંચો >

કૅરિયોટાઇપ (રંગસૂત્રપ્રરૂપ – karyotype)

કૅરિયોટાઇપ (રંગસૂત્રપ્રરૂપ – karyotype) : અભિરંજિત ફોટોસૂક્ષ્માલેખીય (photomicrographic) રંગસૂત્રોનાં કદ અને રંગસૂત્રકેન્દ્ર(centromere)ના સ્થાનને અનુલક્ષીને કરવામાં આવતી અનુક્રમિક ગોઠવણીનો નકશો. મનુષ્યના કૅરિયોટાઇપનો અભ્યાસ તંતુકોરકો (fibroblasts), અસ્થિમજ્જા, ત્વચા અને પરિઘવર્તી રુધિરના પેશીસંવર્ધન દ્વારા કરવામાં આવે છે. કોલ્ચિસિન અને અલ્પસાંદ્ર (hypotonic) દ્રાવણોનો ઉપયોગ સમવિભાજનની ભાજનાવસ્થા જકડવા (કૉલ્ચિસિન દ્વિધ્રુવીય ત્રાક બનતી અટકાવે છે.) અને…

વધુ વાંચો >

કૉર્નબર્ગ આર્થર

કૉર્નબર્ગ, આર્થર (જ. 3 માર્ચ 1918, બ્રુકલિન, ન્યૂયૉર્ક) : જીવરસમાં થતા રાઇબોન્યૂક્લિઇક ઍસિડ (RNA) અને ડીઑક્સિ-રાઇબોન્યૂક્લિઇક ઍસિડ(DNA)ના સંશ્લેષણ અંગે કરેલ સંશોધન બદલ નોબેલ પારિતોષિકના સહભાગી વિજેતા જીવરસાયણવિજ્ઞાની. અમેરિકાના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હેલ્થમાં 1942થી 1953 દરમિયાન કૉર્નબર્ગે મધ્યવર્તી (intermediary) ચયાપચય અને ઉત્સેચકોના ક્ષેત્રે થતાં સંશોધનો પરત્વે માર્ગદર્શન આપ્યું. સાથે સાથે કોષમાં…

વધુ વાંચો >

કોષદીવાલ

કોષદીવાલ (cell wall) : વનસ્પતિકોષોમાં રસસ્તરની બહારની સપાટીએ સ્રાવ દ્વારા ઉત્પન્ન થતું સ્તર. તેને બહિર્કંકાલ (exoskeleton) સાથે સરખાવી શકાય અને તે કોષને યાંત્રિક આધાર આપવાનું અને રક્ષણ કરવાનું કાર્ય કરે છે. વળી અંત:કોષીય (intracellular) પ્રવાહીના આસૃતિદાબ (osmopic pressure) અને કોષમાં થતા પાણીના પ્રવેશ વચ્ચે તે સમતુલા જાળવી રાખે છે. વનસ્પતિકોષોને…

વધુ વાંચો >

ક્ષીરગ્રંથીય પેશી

ક્ષીરગ્રંથીય પેશી (laticiferous tissue) : દૂધ જેવું પ્રવાહી ધરાવતી નલિકાઓયુક્ત પેશી. ક્ષીર સફેદ (આકડામાં), પીળું (દારૂડીમાં), ક્વચિત્ નારંગી કે રાતું પ્રવાહી હોય છે. તેમાં નત્રલ પદાર્થો, શર્કરા, મગદળ આકારના સ્ટાર્ચકણો (dumb-bell shaped starch grains), ઉત્સેચકો, ક્ષારો અને તૈલી દ્રવ્યો આવેલાં હોય છે. તેનું કાર્ય અસ્પષ્ટ છે. તે પોષણ અને પરોપજીવી…

વધુ વાંચો >