ઓડમ, યુજેન પી.
January, 2004
ઓડમ, યુજેન પી. (જ. 17 સપ્ટેમ્બર 1913, લેક સીનાપી એન. એચ. અમેરિકા; અ. 10 ઑગસ્ટ 2002 જ્યોર્જિયા, યુએસએ.) : પર્યાવરણક્ષેત્રે ક્રાંતિકારી વિચારધારાના પ્રવર્તક અમેરિકન વિજ્ઞાની. તેમણે પર્યાવરણના સંશોધનની પ્રયોગશાળા સ્થાપીને તે વિષયમાં આમૂલ પરિવર્તન કરી બતાવ્યું. સેવેન્નાહ રીવર ઈકૉલોજી પ્રયોગશાળામાં પાસેના જ ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટની વાતાવરણ પર કેવી વિપરીત અસર થાય છે તે દર્શાવીને અણુવિજ્ઞાનીઓને ખતરનાક અખતરા થંભાવવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
તેલક્ષેત્રે પરિસ્થિતિની અસરો, જ્યોર્જિયાની microcosm communityની રચના, સજીવોની કાર્યક્ષમતા, સિલ્વર સ્પ્રિંગ્ઝ ફ્લોરિડાનાં વમળો વગેરે પર મૌલિક સંશોધનો કર્યાં. પર્યાવરણ વિશેના તેમના ગ્રંથો આ ક્ષેત્રમાં પ્રમાણભૂત ગણાય છે.
તેઓને 1977માં ટેઇલર પ્રાઈઝ ફોર એન્વારમેન્ટલ એચીવમેન્ટ ઍવૉર્ડ એનાયત થયો હતો અને 1987માં ક્રાફર્ડ પ્રાઇઝ મળ્યું હતું.
સરોજા કોલાપ્પન
વાસુદેવ યાજ્ઞિક