ઑક્સોક્રોમ (auxochrome) : કાર્બનિક અણુઓમાં અબંધકારક ઇલેક્ટ્રૉન ધરાવતા પરમાણુ અથવા પરમાણુસમૂહો. OH, NO, NO2, NH2, Cl, OR1 વગેરેનો આમાં સમાવેશ કરી શકાય. આવા સમૂહને ક્રોમોફોર સાથે લગાડતાં શોષણપટ લાંબી તરંગલંબાઈ તરફ ખસે છે અને શોષણપટની તીવ્રતામાં પણ વધારો થાય છે. એકલા ઑક્સોક્રોમથી આ ફેરફાર શક્ય નથી. આ પ્રકારના સમૂહો અબંધકારક ઇલેક્ટ્રૉન ધરાવતા હોવાને લીધે n → π* ઇલેક્ટ્રૉન સંક્રમણ અનુભવે છે અને તેને લીધે લાંબી તરંગલંબાઈવાળા અને વધુ તીવ્રતા ધરાવતા અવશોષણપટ આપે છે. યોગ્ય અણુમાં ક્રોમોફોર તથા ઑક્સોક્રોમની હાજરીથી તે અણુરંગક તરીકે વર્તે છે.
પ્રહલાદ બે. પટેલ