એલમ (Elam) : ઈરાનના નૈર્ઋત્યના મેદાનમાં આવેલું પ્રાચીન સમયનું બૅબિલોનિયન રાજ્ય. બાઇબલમાં તેનો નિર્દેશ છે. સુમેરિયન અક્કેડીઅન સામ્રાજ્યની પડતીના સમયે એલમની પ્રજાએ પૂર્વદિશામાંથી આક્રમણ કરી પોતાની સત્તા જમાવી ઈ. પૂ. અઢારમી સદીમાં બૅબિલોનિયાના પ્રદેશમાં આ પ્રજાની સત્તા હતી. તેની રાજધાની સુસા હતી. ઈ. પૂ. 645ની આસપાસ અસુર બાનીપાલ નામના રાજાએ આ પ્રજાને હરાવ્યા પછી એલમ પ્રદેશ ઈરાની સામ્રાજ્યનો ભાગ બની ગયો.
જ. જ. જોશી