એબેલાર નાટ (અર્ધા દિવસનું નાટક) (1955)

January, 2004

એબેલાર નાટ (અર્ધા દિવસનું નાટક) (1955) : ડૉ. વિરંચિકુમાર (1910-1964) બરુઆનું એકાંકી રૂપક. એમણે આ કૃતિ બીના બારુઆના ઉપનામથી લખેલી.

ગુવાહાટીમાં આકાશવાણી કેન્દ્રની સ્થાપના થયા પછી એકાંકી રૂપકો અત્યંત મહત્વનાં બન્યાં છે. એ માટેનું પહેલું નાટક તે ‘એબેલાર નાટ’. એ નાટકમાં એક જ કુટુંબના જુદા જુદા સભ્યો વચ્ચેના વિચારોનું ઘર્ષણ અને એકબીજા જોડેના કડવા-મીઠા સંબંધોનું નિરૂપણ છે. મોટેભાગે તેમાં બે પેઢીઓ વચ્ચેની ખાઈનાં દર્શન થાય છે. જૂની પેઢી જૂનાં મૂલ્યોને ચુસ્તતાથી વળગી રહેવા માગે છે, જ્યારે નવી પેઢી પોતાનું વ્યક્તિત્વ સ્થાપિત કરવા માટે જૂનાં મૂલ્યોનો વિરોધ કરે છે. આ બધું અડધા દિવસના ગાળામાં જ બતાવ્યું છે. એમાં સંવાદો જોરદાર છે અને દરેક પાત્રનું આગવું વ્યક્તિત્વ ઊપસે છે.

પ્રીતિ બરુઆ