ઉપપીઠ : મંદિરોની દીવાલનો નીચલો ભાગ જે પીઠનો એક ભાગ હોય છે. દીવાલોના થરોની રચનામાં તે સમાયેલો હોય છે. દક્ષિણનાં મંદિરોમાં આ પીઠમાં જુદા જુદા થરો હોય છે. તેને ઉબપીઠમ્ કહેવામાં આવે છે.

રવીન્દ્ર વસાવડા