ઈશ્વરદત્ત (પ્રાય: ચોથી સદીનો પૂર્વાર્ધ) : ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રમાંથી ઈશ્વરદત્તના ચાંદીના સિક્કા મળ્યા છે, જેમાં અગ્રભાગે રાજાની મુખાકૃતિ અને વર્ષસૂચક સંખ્યા તથા પૃષ્ઠભાગે મધ્યમાં પર્વતાદિ ચિહ્નો અને સંસ્કૃતમાં રાજાનું નામ છે. બધી રીતે એના સિક્કા પશ્ચિમી ક્ષત્રપોના સિક્કા સાથે ઘણું સામ્ય ધરાવે છે. ઈશ્વરદત્તે ક્ષત્રપ પ્રદેશ ઉપર અધિકાર ભોગવ્યો હોવાનો સંભવ છે.

રસેશ જમીનદાર