ઇન્વરનેસ : બ્રિટનના સ્કૉટલૅન્ડમાં હાઈલૅન્ડ વહીવટી પ્રદેશનું શહેર અને નેસ નદીને કિનારે આવેલું દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 57o 27´ ઉ. અ. અને 4o 15´ પ. રે.. પહેલાં ઇન્વરનેસ નામનું પરગણું (કાઉન્ટી) પણ હતું. 1975માં તેનું વિભાજન હાઈલૅન્ડ અને વેસ્ટર્ન આઇલ્સમાં કરવામાં આવ્યું. આ શહેર કેલિડોનિયન નહેરના પૂર્વ કિનારે આવેલું છે. અગાઉ પિક્ટ્સ રાજ્યના પાટનગર રહેલા ઇન્વરનેસમાં સોળમી અને સત્તરમી સદીનાં પ્રાચીન મકાનો આવેલાં છે. તેમાં ગૈલિક સંગ્રહાલય છે.
હેમન્તકુમાર શાહ