ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ ઍગ્રિકલ્ચર
January, 2002
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ ઍગ્રિકલ્ચર (IITA) : ફૉર્ડ અને રૉકફેલર ફાઉન્ડેશન દ્વારા કઠોળ, મૂળ, કંદ અને ખાદ્ય શિંબી વર્ગના પાકોની સુધારણાના મુખ્ય હેતુથી ઇબાડાન- (નાઇજિરિયા)માં 1968માં સ્થપાયેલું કેન્દ્ર. અહીં મકાઈ અને ચોખાની સુધારણા માટે પણ CIMMYT અને ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી સંશોધન કરવામાં આવે છે. આ કેન્દ્રની પ્રવૃત્તિ પાકપદ્ધતિના સંશોધનમાં અગત્યનો ભાગ ભજવે છે. અલબત્ત, આમાં મુખ્યત્વે આફ્રિકા ખંડની ખેતીની સુધારણાને પ્રાધાન્ય અપાય છે. વિવિધ કઠોળવર્ગના ખાદ્ય પાકો પૈકી ચોળાના જનનરસ(germ plasm)ના સંગ્રહ ઉપર અહીં ખાસ ધ્યાન અપાય છે.
નટવરલાલ પુ. મહેતા
મગનભાઈ ઉ. કુકડિયા