ઇદા સ્વાતંત્ર્યમ્
January, 2002
ઇદા સ્વાતંત્ર્યમ્ (1953) : તેલુગુ નાટક. લેખક રામરાઉ પડવલ. આ નાટક રંગમંચ પર અનેક વાર અનેક સ્થળે ભજવાયું છે. તેમણે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક, રાજકારણવિષયક અનેક નાટકો લખેલાં છે, પણ એ સર્વમાં ‘ઇદા સ્વાતંત્ર્યમ્’ શ્રેષ્ઠ ગણાયું છે. એને આંધ્ર સરકાર તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ નાટકમાં સ્વતંત્ર ભારતનું જે સ્વપ્ન હતું, ગાંધીજીની જે કલ્પના હતી તે બધું કેવું છિન્નભિન્ન થઈ ગયું તે બતાવ્યું છે. સ્વાતંત્ર્યોત્તર કાળની પરિસ્થિતિનું એમાં કટાક્ષપૂર્ણ નિરૂપણ છે. સમગ્ર નાટકમાં, મંત્રીઓથી માંડીને ગ્રામપંચાયત સુધીમાં કેવો વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે તે દર્શાવ્યું છે. એ નાટકને અનેક નાટ્યસ્પર્ધાઓમાં પારિતોષિકો પ્રાપ્ત થયેલાં છે.
પાંડુરંગ રાવ
અનુ. ચન્દ્રકાન્ત મહેતા