પાંડુરંગ રાવ

અમૃતમ્ કુરિસીના રાત્રી

અમૃતમ્ કુરિસીના રાત્રી : અર્વાચીન તેલુગુ ગદ્યકવિતા. તેલુગુ કવિ બાળગંગાધર ટિળકનાં ગદ્યકાવ્યોનો સંગ્રહ. આ કાવ્યો પ્રયોગાત્મક હોવા છતાં એક એવું કાવ્યમય સ્વરૂપ લેખકે ઘડ્યું છે કે એ ઉત્તમ કાવ્યાનંદ પૂરો પાડે છે. ‘અમૃતમ્ કુરિસીના રાત્રી’ તે સંગ્રહની જ નહિ, પણ એમનાં સમસ્ત કાવ્યોમાં શ્રેષ્ઠ કૃતિ છે (એનો અર્થ થાય છે…

વધુ વાંચો >

આત્રેય

આત્રેય (જ. 7 મે 1921, મંગલમપડુ, જિ. નેલ્લોર, આંધ્રપ્રદેશ; અ. 13 સપ્ટેમ્બર 1989, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક, નાટકકાર, નટ, સિનેકથાલેખક અને કવિ. ચિતુરમાં માધ્યમિક શિક્ષણ લીધા પછી, તેઓ શિક્ષકના તાલીમ-વર્ગમાં જોડાયા, પણ એવામાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું અને અભ્યાસ છોડી તેમણે આંદોલનમાં ઝંપલાવ્યું. જેલમાં ગયા. જેલમાંથી છૂટીને તેમણે…

વધુ વાંચો >

આદિવિષ્ણુ

આદિવિષ્ણુ (જ. 1929, મછલીપટ્ટનમ્) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ છે. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ. પાછળથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા ત્યારે જ ‘અનંતમ્’ નાટકમાં ભાગ લીધેલો…

વધુ વાંચો >

આમુક્ત માલ્યદા

આમુક્ત માલ્યદા (16 મી સદી) : તેલુગુનાં પ્રસિદ્ધ પાંચ મહાકાવ્યોમાંનું એક મધ્યકાલીન કાવ્ય. રચયિતા વિજયનગરનરેશ કૃષ્ણદેવરાય (રાજ્યકાલ 1500-1530 ). કૃષ્ણદેવરાય સંસ્કૃત તથા તેલુગુના પંડિત હતા. એેમણે સંસ્કૃત તથા તેલુગુ બન્ને ભાષામાં કાવ્યરચનાઓ કરી હતી; પરન્તુ અત્યારે તો તેમનો ‘આમુક્ત માલ્યદા’ ગ્રંથ જ ઉપલબ્ધ છે. એનું બીજું નામ ‘વિષ્ણુચિત્તિયમુ’ છે. એ…

વધુ વાંચો >

આંધ્રપુરાણુમુ

આંધ્રપુરાણુમુ (1954-1964) : અર્વાચીન તેલુગુ કાવ્ય. પ્રકાશનસાલ : પૂર્વાર્ધ ખંડ 1954; ઉત્તરાર્ધ 1964. મધુનાપંતુલ સત્યનારાયણ શાસ્ત્રીરચિત આ પુસ્તકમાં આંધ્રનો કાવ્યબદ્ધ ઇતિહાસ પુરાણશૈલીમાં આપ્યો છે. આ કૃતિને 1968નો આંધ્ર રાજ્ય અકાદમી ઍવૉર્ડ મળેલો. પૂર્વાર્ધમાં ઉદય પર્વ, સાતવાહન પર્વ, ચાલુક્ય પર્વ અને કાકતીય પર્વ છે; તો ઉત્તરાર્ધમાં પુન:પ્રતિષ્ઠા પર્વ, વિદ્યાનગર પર્વ, શ્રીકૃષ્ણદેવરાય…

વધુ વાંચો >

ઇદા સ્વાતંત્ર્યમ્

ઇદા સ્વાતંત્ર્યમ્ (1953) : તેલુગુ નાટક. લેખક રામરાઉ પડવલ. આ નાટક રંગમંચ પર અનેક વાર અનેક સ્થળે ભજવાયું છે. તેમણે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક, રાજકારણવિષયક અનેક નાટકો લખેલાં છે, પણ એ સર્વમાં ‘ઇદા સ્વાતંત્ર્યમ્’ શ્રેષ્ઠ ગણાયું છે. એને આંધ્ર સરકાર તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ નાટકમાં સ્વતંત્ર ભારતનું જે સ્વપ્ન…

વધુ વાંચો >

ઉન્નવ લક્ષ્મીનારાયણ

ઉન્નવ લક્ષ્મીનારાયણ (જ. 4 ડિસેમ્બર 1877, વેમુલૂરેપાડૂ, આંધ્રપ્રદેશ; અ. 25 સપ્ટેમ્બર 1958) : તેલુગુ લેખક. પ્રાથમિક શિક્ષણ ગામમાં અને માધ્યમિક તથા એમ.એ. સુધીની ઉચ્ચ કેળવણી ગુન્તુરમાં. 1913માં ઇંગ્લૅન્ડ જઈ બૅરિસ્ટર થઈ ભારત પાછા આવ્યા. થોડો સમય ચેન્નાઈમાં તેમજ ગુન્તુરમાં વકીલાત કરી. 1920માં ગાંધીજીની હાકલ થતાં વકીલાત છોડી રાષ્ટ્રીય આંદોલનમાં ઝંપલાવ્યું…

વધુ વાંચો >

એકાન્ત સેવા

એકાન્ત સેવા (વીસમી સદીનો ત્રીજો દશકો) : તેલુગુ કાવ્યસંગ્રહ. તેલુગુ ભક્તકવિ વ્યંકટ પરવતીશ્વર ક્વુલુ (1881–1974) તથા વોલેતાં પર્વતીસમ(1882–1955)ના સંયુક્ત કર્તૃત્વનાં આ ઊર્મિકાવ્યોમાં મહદંશે વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ છે. બાહ્ય ર્દષ્ટિએ માનવપ્રણયનાં વિરહકાવ્યો લાગે, પણ એમાં જીવાત્માની પરમાત્માના મિલન માટેની વ્યાકુળતા તથા વિરહની અસહ્ય વેદનાનું આલેખન થયું છે. આ સંગ્રહનાં 62 ગીતોમાં…

વધુ વાંચો >

કુન્દુર્તી આંજનેયુલુ

કુન્દુર્તી આંજનેયુલુ (જ. 1922, કોટાવરિપાલેમ, ગંતુર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. ગંતુરની આંધ્ર ક્રિશ્ચિયન કૉલેજમાંથી અર્થશાસ્ત્રનો વિષય લઈને 1940માં બી.એ. થયા. 1946થી 1956 સુધી ગંતુરની ટૉબેકો માર્કેટિંગ કમિટીના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કર્યું. તે પછી આંધ્રપ્રદેશની સરકારમાં માહિતી અને જનસંપર્ક ખાતામાં સેવા આપી. એ આધુનિક તેલુગુ કવિતાના શ્રીગણેશ કરનારાઓમાંના એક હતા. ‘નયાગરા’…

વધુ વાંચો >

કુંદુર્તી ક્રુતુલુ

કુંદુર્તી ક્રુતુલુ (1975) : તેલુગુ કાવ્યસંગ્રહ. ‘વાચનકવિતા’ તરીકે ઓળખાતી કુંદુર્તી આંજનેયુલુએ રચેલી અત્યાધુનિક કવિતાનો આ છઠ્ઠો સંગ્રહ છે. તેને માટે એમને 1977નો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વાચનકવિતાનું આંદોલન એમણે જ શરૂ કરેલું. એ આંદોલનનો ઉદ્દેશ પ્રણાલિકાભંગ હતો. આ કાવ્યસંગ્રહનું નામકરણ એમના ગામના નામ પરથી થયેલું છે. એમાંનાં…

વધુ વાંચો >