અસિકની : ઋગ્વેદ(8-2૦-25 અને 1૦-75-5)માં ઉલ્લિખિત નદી. ગ્રીકો એને ‘અકેસીસીની’ કહેતા. વેદકાલમાં અસિકની (શ્યામા) તરીકે ઓળખાયેલી નદીનું મૂળ નામ આગળ જતાં સદંતર લુપ્ત થયું ને એ ‘ચન્દ્રભાગા’ એવા નવા નામે ઓળખાઈ. એ હાલની ચિનાબ છે, જે પંજાબની પાંચ નદીઓમાંની એક છે. વેદકાલમાં એનો સમાવેશ સપ્તસિંધુ(સાત નદીઓ)માં થતો.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી