અંડોરા લા વેલ્લા : ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આવેલા અંડોરા દેશનું પાટનગર. વસ્તી : 22,387 (1993). વાલિરા અને રિયુ વાલિરા દેલ નોર્તે નદીઓના સંગમ નજીક તે વસેલું છે. લગભગ 193૦ સુધી અંડોરા લા વેલ્લા દુનિયાના અન્ય ભાગો સાથે ઝાઝો સંપર્ક ધરાવતું ન હતું. પ્રવાસન-ઉદ્યોગ ખીલતાં બીજા વિશ્વયુદ્ધ (1939-45) બાદ શહેરની વસ્તી વધી. અંડોરા જકાતમુક્ત સ્થિતિ ધરાવતું રાષ્ટ્ર હોવાથી આયાતી વસ્તુઓના વેચાણનું મુખ્ય કેન્દ્ર છે.
હેમન્તકુમાર શાહ