Zoology

જળઘોડો (Horse fish)

જળઘોડો (Horse fish) : ર્દઢાસ્થિ (Teleostei) અધિશ્રેણી અને Syngnathiformes શ્રેણીનું અસ્થિમીન. આ માછલી વિશ્વવ્યાપી છે. દરિયાના હૂંફાળા પાણીમાં લગભગ સર્વત્ર જોવા મળે છે. શીતોષ્ણ, ઉષ્ણ અને ઉપોષ્ણ દરિયામાં વાસ કરે છે. તે સામાન્યત: પાણીમાં, દરિયાઈ કિનારે, દરિયાઈ ઘાસ કે લીલમાં જોવા મળે છે. મુખ્યત: ભારત, જાપાન, મલેશિયા, ચીન અને દ્વીપસમૂહમાં…

વધુ વાંચો >

જળબિલાડી

જળબિલાડી : સસ્તન વર્ગના મસ્ટેલિડસ કુળનું જળચારી પ્રાણી. પાણીમાં વધારે સમય રહેવાના સ્વભાવને કારણે તે જળબિલાડી તરીકે ઓળખાય છે. બિલાડીની જેમ તેનું શરીર લાંબું અને નળાકાર સ્વરૂપનું હોય છે. પૂંછડી લાંબી અને શક્તિશાળી હોય છે. તેનો છેડો પાતળો હોય છે. ઉપાંગો નાનાં, જ્યારે આંગળી જાલવાળી હોય છે. મસ્તક ચપટું અને…

વધુ વાંચો >

જળ-મુરઘી (Water Hen/Moor Hen)

જળ-મુરઘી (Water Hen/Moor Hen) : સમગ્ર વિશ્વમાં જોવા મળતું ભારતનું એક દેખાવડું અને નિવાસી પંખી. તેનું શાસ્ત્રીય નામ છે Gallinula chloropus. તેનો સમાવેશ Gruiformes શ્રેણી અને Rallidae કુળમાં થાય છે. તેનું કદ તેતરથી મોટું એટલે કે 32 સેમી. જેટલું હોય છે. ભારતની જાતને ‘ઇન્ડિયન મુરહેન’ કહે છે. તેની પીઠ અને…

વધુ વાંચો >

જળવ્યાળ (hydra)

જળવ્યાળ (hydra) : મીઠાં જળાશયોમાં રહેતું એક કોષ્ઠાંત્રી (Coelenterata) સમુદાયનું પ્રાણી. તે 0.2થી 2.0 સેમી. લાંબું નળાકાર પ્રાણી છે. તેનો આગલો છેડો ખુલ્લો હોય છે જે મુખ કે અધોમુખ (hypostomium) કહેવાય છે. અધોમુખને ફરતે 8થી 10 લાંબાં, પાતળાં અને સંકોચનશીલ એવાં સૂત્રાંગો (tentacles) આવેલાં હોય છે. શરીરનો બીજો છેડો બંધ…

વધુ વાંચો >

જળો (leech)

જળો (leech) : નૂપુરક (Annelida) સમુદાયનું હિરુડીનિયા વર્ગનું પ્રાણી. તે ભેજવાળી જગ્યા કે મીઠાં જળાશયોમાં રહી બાહ્ય-પરોપજીવી જીવન પસાર કરે છે. કેટલીક જળો સમુદ્રનિવાસી હોય છે. મીઠાં જળાશયોમાં વાસ કરતી જળો ગોકળગાય અને અન્ય કૃમિઓનું ભક્ષણ કરવા ઉપરાંત માછલી, કાચબા જેવાનું લોહી ચૂસે છે. ઢોર અને માણસ જેવાં સસ્તનો પણ…

વધુ વાંચો >

જંગલી બિલાડી (Jungle cat)

જંગલી બિલાડી (Jungle cat) : સસ્તન વર્ગની માંસાહારી (Carnivora) શ્રેણીના ફેલિડે કુળનું પ્રાણી. જંગલી બિલાડીની વિવિધ જાતોમાં ભારતમાં મળતી સામાન્ય જાતિ Felis chaus છે : જેની ઉપજાતિઓ attinis, kutas, praleri અને kelaarti મુખ્ય છે. તે ભારતના વિવિધ વિસ્તારોમાં વિવિધ નામે ઓળખાય છે. શરીર 60 સેમી. કરતાં સહેજ વધારે અને પૂંછડી…

વધુ વાંચો >

જંતુભક્ષી (કીટાહારી) પ્રાણીઓ (insectivores)

જંતુભક્ષી (કીટાહારી) પ્રાણીઓ (insectivores) : કીટક અને કીટક જેવાં જંતુઓનો આહાર કરનાર પ્રાણીઓ. સૃષ્ટિ પરનાં બધાં પ્રાણીઓ પોતાના ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખતાં હોય છે. પ્રાણીઓની કુલ જાતિઓની 60 % જેટલી વસ્તી માત્ર કીટકોની બનેલી છે. તેથી ઘણાં પ્રાણીઓ પોષક તત્ત્વો મેળવવા કીટકોનું ભક્ષણ કરે તેમાં નવાઈ નથી.…

વધુ વાંચો >

જિરાફ

જિરાફ : સસ્તન વર્ગનાં ઑર્ટિયોડેક્ટિલા (સમખુરવાળી) શ્રેણીના જિરાફિડી કુળનું પ્રાણી. શાસ્ત્રીય નામ Giraffa camelopardalis. જિરાફને જમીન પરના સૌથી ઊંચા પ્રાણી તરીકે વર્ણવી શકાય. તેની ઊંચાઈ મુખ્યત્વે તેની ડોકને આભારી છે અને તે 5.5 મી. કરતાં વધારે હોય છે. આગલા પગ સહેજ લાંબા હોવાને કારણે તેની પીઠ પાછળના ભાગ તરફ ઢળતી…

વધુ વાંચો >

જીવન

જીવન : બહારથી મેળવેલાં તત્વો વડે પોષણરક્ષણ અને સંચલન કરનારી પ્રજનનશીલ જીવંત પદાર્થોની અવસ્થા. વિષાણુ (virus) એક નિર્જીવ ન્યૂક્લિયોપ્રોટીનનો કણ છે; પરંતુ યોગ્ય સજીવ કોષના સંપર્કમાં આવતાં કોષમાં રહેલ જૈવિક ઘટકોની મદદથી વિષાણુ ક્રિયાશીલ બને છે અને પોતાના જેવા કણોનું સર્જન કરે છે. સજીવોની વિશેષતાઓ : (1) ચયાપચય (metabolism) :…

વધુ વાંચો >

જીવાણુમુક્ત પ્રાણી

જીવાણુમુક્ત પ્રાણી : માનવશરીરના વિવિધ ભાગોમાં વસતા સૂક્ષ્મજીવોની મનુષ્યશરીર પર થતી અસરો તપાસવા માટે પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતાં પ્રાણીઓ. પ્રયોગશાળામાં પસંદ કરવામાં આવેલાં મરઘી, ઉંદર તેમજ ગિની-પિગ જેવાં પ્રાણીઓને સૌપ્રથમ જીવાણુમુક્ત પર્યાવરણમાં ઉછેરવામાં આવે છે. દાખલા તરીકે જીવાણુમુક્ત મરઘીના ઉછેર માટે 20 દિવસનાં ફલિત થયેલાં મરઘીનાં ઈંડાંને બહારથી જીવાણુનાશક રસાયણથી સાફ…

વધુ વાંચો >