World history

ઇ-ત્સિંગ

ઇ-ત્સિંગ (જ. ઈ. સ. 635, સન યંગ, ચીન; અ. 713 ચેનગાન) : ભારત આવેલા એક પ્રસિદ્ધ ચીની બૌદ્ધ યાત્રી. ઉપસંપદા લઈ એમણે વિનયપિટક તથા અભિધર્મપિટકના ગ્રંથોનો અભ્યાસ કરેલો. ઈ. સ. 671માં ચીનથી પ્રયાણ કરી સુમાત્રા, નિકોબાર થઈ સમુદ્રમાર્ગે 673માં ભારત આવ્યા. તામ્રલિપ્તિથી નાલંદા, બોધિગયા, કુશિનગર અને સારનાથની યાત્રા કરીને નાલંદા…

વધુ વાંચો >

ઇનોનુ ઇસ્મત

ઇનોનુ ઇસ્મત (જ. 24 સપ્ટેમ્બર 1884, ઇઝમીર; અ. 25 ડિસેમ્બર 1973, ટર્કી) : તુર્કસ્તાનના પ્રથમ વડાપ્રધાન અને બીજા રાષ્ટ્રપ્રમુખ. તેઓ આધુનિક તુર્કસ્તાનના ઘડવૈયા મુસ્તફા કમાલ આતાતુર્કના નજીકના સાથી હતા. મૂળ નામ ઇસ્મત પાશા. 1906માં લશ્કરી કૉલેજમાંથી સ્નાતક તથા કૅપ્ટનનો દરજ્જો મેળવ્યો. 1915માં કર્નલના દરજ્જાથી અલંકૃત. યેમનમાં લશ્કરના વડા સેનાપતિ. પ્રથમ…

વધુ વાંચો >

ઇનોસન્ટ ત્રીજો

ઇનોસન્ટ ત્રીજો (જ. 1160-61, ગેવિગ્નાનો; અ. 16 જુલાઈ 1216 પેરુગિયા) : રાજકારણમાં નાટકીય તથા ધ્યાનાકર્ષક હસ્તક્ષેપ માટે વિખ્યાત બનેલા રોમન કૅથલિક પોપ. મૂળ ઇટાલિયન નામ લોટૅરિયો દી સેગ્મી (Lotario Di Segmi). તેમના પિતા ઉમરાવ હતા અને માતા અનેક ઉમરાવો સાથે સગપણ ધરાવતાં હતાં. ધર્મશાસ્ત્રનો અભ્યાસ પૅરિસમાં અને રોમન કાયદાનો અભ્યાસ…

વધુ વાંચો >

ઇન્ડિયા હાઉસ

ઇન્ડિયા હાઉસ : ભારતીયોના નિવાસ વાસ્તે શ્યામજી કૃષ્ણવર્માએ લંડનમાં શરૂ કરેલ છાત્રાલય. શ્યામજીએ લંડનમાં હાઈગેટ વિસ્તારમાં એક મોટું મકાન ખરીદીને તેમાં આશરે 25 ભારતીયોને રહેવાની વ્યવસ્થા કરી હતી. તેમાં રહેઠાણ માટેના ઓરડા ઉપરાંત ગ્રંથાલય, વાચનાલય, વ્યાખ્યાનખંડ, ટેનિસ-કોર્ટ, વ્યાયામશાળા વગેરેની સગવડ કરવામાં આવી હતી. બ્રિટનના સમાજવાદી પક્ષના તત્કાલીન આગેવાન હિન્દમાને 1…

વધુ વાંચો >

ઇન્ડોચાઇના (હિંદી ચીન)

ઇન્ડોચાઇના (હિંદી ચીન) : અગ્નિએશિયામાં આવેલો દ્વીપકલ્પીય પ્રદેશ. ભૌગોલિક માહિતી : આ પ્રદેશ આશરે 8o 0´ ઉ. અ.થી 23o 0´ઉ. અ. અને 101o 0´ પૂ. રે.થી 109o 0´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ પ્રદેશની પૂર્વે દક્ષિણ ચીનનો સમુદ્ર, ઈશાને અને ઉત્તરે ચીન, વાયવ્યે મ્યાનમાર, પશ્ચિમે અને નૈર્ઋત્ય દિશાએ થાઇલૅન્ડ…

વધુ વાંચો >

ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયા મલયેશિયાની દક્ષિણમાં આવેલો દુનિયાનો મોટો ટાપુસમૂહ. ઇન્ડોનેશિયા Indos – એટલે Indian (હિંદી) અને Nesos એટલે Island (ટાપુનો) શબ્દ, બે ગ્રીક શબ્દોનો બનેલો છે. ઇન્ડોનેશિયાને ‘હિંદેશિયા’ પણ કહેવામાં આવે છે. આ પ્રદેશ સત્તરમી સદીમાં ડચ ઈસ્ટ ઇન્ડિઝ અથવા નેધરલૅન્ડ ઈસ્ટ ઇન્ડિઝ તરીકે પણ જાણીતો હતો. દુનિયાની ત્રીજી સૌથી મોટી લોકશાહી…

વધુ વાંચો >

ઇબ્ન ખલ્દૂન

ઇબ્ન ખલ્દૂન (જ. 27 મે 1332, ટ્યૂનિસ; અ. 16 માર્ચ 1406, કેરો) : વિખ્યાત અરબી ઇતિહાસકાર. સ્પેનના આરબ કુટુંબના આ નબીરાનું મૂળ નામ અબ્દુર્રહમાન બિન મુહમ્મદ હતું. પ્રારંભમાં કુરાન કંઠસ્થ કરી લીધું અને તે પછી પિતા તેમજ ટ્યૂનિસના વિદ્વાનો પાસે વ્યાકરણ, ધર્મસ્મૃતિ, હદીસ, તર્ક, તત્વદર્શન, વિધાન, કોશકાર્ય વગેરેમાં શિક્ષણ પ્રાપ્ત…

વધુ વાંચો >

ઇબ્ન બતૂતા

ઇબ્ન બતૂતા (જ. 24 ફેબ્રુઆરી 1304 તાંજિયર મોરોક્કો; અ. 1369 તાંજિયર, મોરોક્કો) : મધ્યયુગનો મહાન આરબપ્રવાસી અને લેખક. આફ્રિકાના મોરોક્કો પ્રાંતના તાંજિયર શહેરના વિદ્વાન અને કાજીઓના બર્બર કુટુંબમાં જન્મ. આખું નામ મુહમ્મદ ઇબ્ન અબ્દુલ્લાહ ઇબ્ન બતૂતા (અથવા બત્તૂતા). વતનમાં પ્રાથમિક શિક્ષણ લીધા પછી 1325માં 21 વર્ષની ઉંમરે મક્કાનો પ્રવાસ શરૂ…

વધુ વાંચો >

ઇબ્ન સાઉદ-અબ્દુલ અઝીઝ

ઇબ્ન સાઉદ, અબ્દુલ અઝીઝ (જ. 1880, રિયાધ; અ. 9 નવેમ્બર 1953 સાઉદી અરેબિયા) : આદિમ જાતિઓના નેતા, મુસલમાનોના ધાર્મિક વડા, યુદ્ધનિપુણ મુત્સદ્દી, આધુનિક સાઉદી અરેબિયાના સ્થાપક તથા દેશની ખનિજ-તેલસંપત્તિના વિકાસ અને ઉપયોગની પહેલ કરનાર રાજ્યકર્તા. શિશુ-અવસ્થામાં કુવૈતમાં દેશવટો તથા તીવ્ર આર્થિક વિટંબણા વચ્ચે ગુમાવેલું રાજ્ય ફરી હસ્તગત કરવાની તીવ્ર તમન્ના.…

વધુ વાંચો >

ઇબ્ન હઝમ

ઇબ્ન હઝમ (જ. 7 નવેમ્બર 994, કોર્ડોવા; અ. 15 ઑગસ્ટ 1064, મન્તા લિશામ) : મુસ્લિમ સાહિત્યકાર, ઇતિહાસકાર, કાયદાનો તજજ્ઞ, તત્વચિંતક અને ધર્મશાસ્ત્રી. મૂળ નામ અબૂ મુહમ્મદ અલી. પિતાનું નામ અહમદ બિન સઈદ. ઇબ્ન હઝમના કુન્યહથી પ્રસિદ્ધ છે. તે આરબ-મુસ્લિમ સંસ્કૃતિનો એક મહાન વિચારક હતો. સ્પેનના મુસલમાનોમાં સૌથી મૌલિક અને મહાન…

વધુ વાંચો >