World history
થિયોડોસિયસ
થિયોડોસિયસ (જ. 11 જાન્યુઆરી 347, કાઉક, ગેલેશિયા, સ્પેન; અ. 17 જાન્યુઆરી 395, મેડિયોલેનમ, મિલાન) : પૂર્વ અને પશ્ચિમના રોમન સામ્રાજ્યનો સમ્રાટ. એના લશ્કરી વિજયોને કારણે નહિ પરંતુ એણે ખ્રિસ્તી ધર્મની કરેલી સેવા અને તેના પ્રસારને કારણે એને મહાન ગણવામાં આવ્યો છે. એનો પિતા રોમન સેનાપતિ હતો. ઈ. સ. 368–369 દરમિયાન…
વધુ વાંચો >થિયોબાલ્ડ
થિયોબાલ્ડ (જ. આશરે ઈ. સ. 1090, બેક, નૉર્મન્ડી; અ. 18 એપ્રિલ 1161) : ઇંગ્લૅન્ડના મહત્વના ધર્મસ્થાન કૅન્ટરબરીના આર્કબિશપ. એમની કારકિર્દીનો પ્રારંભ નૉર્મન્ડીમાં બેકના મઠમાં દાખલ થતાં થયો હતો. 1127માં તેઓ મઠના ઉપમહંત બન્યા અને 1136માં ઍબટના સ્થાને પહોંચ્યા. 1138માં કૅન્ટરબરીના ખ્રિસ્તી ધર્માચાર્ય – આર્કબિશપ તરીકે પસંદગી પામ્યા. એમનું ઘર લઘુ…
વધુ વાંચો >થીબ્ઝ (ઇજિપ્ત)
થીબ્ઝ (ઇજિપ્ત) : પ્રાચીન ઇજિપ્ત અથવા મિસરનું સદીઓ સુધી પાટનગર. ઇજિપ્તમાં રાજાશાહીની શરૂઆત કરનાર મેનિસે એની સ્થાપના કરી હતી. થીબ્ઝ નગર નાઈલ નદીના બંને કાંઠે પથરાયેલું હતું. એમાં લક્સરનો મહેલ અને કર્ણાકનું મંદિર પૂર્વ કાંઠે આવેલાં હતાં. જ્યારે ગુરનાહ અને મેન્ડિનેટ હબુ નામના વિસ્તારો પશ્ચિમ કાંઠે આવેલા હતા. ઈ. સ.…
વધુ વાંચો >થીબ્ઝ (ગ્રીસ)
થીબ્ઝ (ગ્રીસ) : ભૌગોલિક સ્થાન : 38° 21’ ઉ અ. અને 23° 19’ પૂ. રે.. થીબ્ઝ પ્રાચીન ગ્રીસના મધ્ય ભાગમાં આવેલ બોએશિયા વિસ્તારનું એક મહત્વનું નગર હતું. તે ઍથેન્સથી ઉત્તરમાં 48 કિમી. દૂર આવેલું હતું. એ બોએશિયન લીગનું અગ્રણી રાજ્ય હતું. દંતકથા પ્રમાણે ફીનિશિયાના રાજા કેડમસે એની સ્થાપના કરી હતી.…
વધુ વાંચો >થુસિડિડીઝ
થુસિડિડીઝ (જ. ઈ. સ. પૂ. આશરે 460; અ. ઈ. સ. પૂ. આશરે 399) : પ્રાચીન શ્રેષ્ઠ ગ્રીક ઇતિહાસકારોમાંના એક. ઍથેન્સમાં જન્મેલ આ ઇતિહાસકારનું ઇતિહાસલેખનના કાર્યમાં આગવું પ્રદાન હતું. તેઓ પેરિક્લીઝના સમકાલીન અને હિરૉડોટસ પછીની પેઢીના ગ્રીક ઇતિહાસકાર હતા. થુસિડિડીઝે ખાસ કરીને ઍથેન્સ અને સ્પાર્ટા વચ્ચેનાં યુદ્ધો-(પેલોપોનીશિયન વિગ્રહ : ઈ. સ.…
વધુ વાંચો >થૂટમોસ રાજાઓ
થૂટમોસ રાજાઓ : પ્રાચીન ઇજિપ્તના રાજવીઓ. પ્રાચીન ઇજિપ્તમાં કુલ 31 રાજવંશોએ રાજ્ય કર્યું. તેમાં અઢારમા વંશના પ્રથમ ચાર શાસકો થૂટમોસ રાજાઓ તરીકે ઓળખાય છે. ઇજિપ્તના રાજાઓ ‘ફેરો’ તરીકે ઓળખાતા. ફેરોનો અર્થ ‘મહેલમાં રહેનાર’ થાય છે. થૂટમોસ 1લાએ ઈ. સ. પૂ. 1525થી ઈ. સ. પૂ. 1512 સુધી રાજ્ય કર્યું. તેણે ઉત્તર…
વધુ વાંચો >થેચર, માર્ગારેટ
થેચર, માર્ગારેટ (હિલ્ડા) (જ. 13 ઑક્ટોબર 1925, ગ્રેન્થામ, ઇંગ્લૅન્ડ; અ. 8 એપ્રિલ 2013, લંડન, યુ.કે.) : યુરોપના ઇતિહાસમાં પ્રથમ વાર ચૂંટાયેલાં બ્રિટિશ મહિલા-વડાપ્રધાન. તેમના પિતા જીવનજરૂરિયાતની વસ્તુઓની દુકાન ચલાવતા હતા. તેમનો જીવનઉછેર શિસ્તબદ્ધ રીતે થયો હતો. પિતા આલ્ફ્રેડ રૉબર્ટે પોતાનાં સંતાનોના શિક્ષણ પાછળ સારો એવો ખર્ચ કર્યો. ગ્રેન્થામમાં તે સંમાન્ય…
વધુ વાંચો >થેમિસ્ટોક્લીઝ
થેમિસ્ટોક્લીઝ (જ. આશરે ઈ. સ. પૂ. 524; અ. આશરે ઈ. સ. પૂ. 460) : ઍથેન્સની દરિયાઈ સર્વોપરીતા સ્થાપનાર ગ્રીક રાજકારણી અને નૌકાયુદ્ધનિષ્ણાત. તેણે ગ્રીસનાં સર્વ નગરરાજ્યોમાં ઍથેન્સને શક્તિશાળી અને સુરક્ષિત બનાવી એથેનિયન સામ્રાજ્યનો પાયો નાખ્યો. ઈ. સ. પૂ. 493માં તે ઍથેન્સમાં આર્કન બન્યો. તેણે સુનિયમની નજીક ખાણોમાંથી મળી આવેલી ચાંદીનો…
વધુ વાંચો >થૉમસ, સર હર્બટ
થૉમસ, સર હર્બટ (જ. 1606, યૉર્ક; અ. 1 માર્ચ 1682, યૉર્ક) : અંગ્રેજ મુસાફર અને લેખક. ક્રિસ્ટોફર હર્બટના પુત્ર. હર્બટે પોતાના પ્રવાસ વિશે 1634માં ત્રણ ગ્રંથો લખ્યા હતા, જેમાં પર્શિયન રાજાશાહીના વર્ણનના અને આફ્રિકા-એશિયાના પ્રવાસવર્ણનના ગ્રંથો મુખ્ય છે. આમાંય આફ્રિકા-એશિયાના વર્ણનગ્રંથની કુલ ચાર આવૃત્તિઓ અનુક્રમે થઈ હતી. ઑક્સફર્ડ અને કેમ્બ્રિજમાં…
વધુ વાંચો >દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકા આફ્રિકા ખંડનો આર્થિક રીતે સમૃદ્ધ તથા વિકસિત પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 22° દ. અ. થી 35° દ. અ. અને 16° પૂ. રે. થી 33° પૂ. રે.. દેશના કિનારાની કુલ લંબાઈ 2798 કિમી. જેટલી છે. આફ્રિકા ખંડના છેક દક્ષિણના ભૂ-ભાગને ‘દક્ષિણ આફ્રિકા’ તરીકે ઓળખવામાં આવે છે જે સંસદીય…
વધુ વાંચો >