World history

જર્મન કન્ફેડરેશન

જર્મન કન્ફેડરેશન : જર્મન રાજ્યોનો સંઘ. નેપોલિયનના પતન બાદ, 1815માં મળેલા વિયેના સંમેલને અનેક બાબતોમાં પુરાણી વ્યવસ્થાની પુન:સ્થાપનાનો આગ્રહ રાખ્યો હતો; પરંતુ જર્મનીનાં 300 રજવાડાંને તેણે પાછાં અલગ ન કર્યાં. આ બાબતમાં નેપોલિયનના કાર્યનો સ્વીકાર કરી, તેમાં એક સોપાન આગળ વધ્યા, વિયેના સંમલેનમાં ભેગા થયેલા રાજપુરુષોએ જર્મનીનાં 300 રાજ્યોને ભેગાં…

વધુ વાંચો >

જર્મની

જર્મની ભૂગોળ મધ્ય યુરોપમાં આવેલો, યુરોપમાં રશિયા પછી સૌથી વધારે વસ્તીવાળો અને કુદરતી સંપત્તિ ધરાવતો સમૃદ્ધ ઔદ્યોગિક દેશ. ભૌગોલિક સ્થાન આશરે 47° 30’થી 55° ઉ. અ. અને 6° 15° પૂ. રે.ની વચ્ચેનો વિસ્તાર. જર્મનીનો કુલ વિસ્તાર 3,57,093 ચોકિમી. છે. તેની સરહદો 9 દેશો સાથે જોડાયેલી છે. પશ્ચિમે નેધરલૅન્ડઝ્, બેલ્જિયમ, લક્ઝમબર્ગ;…

વધુ વાંચો >

જાપાન

જાપાન જાપાન એટલે કે ‘ઊગતા સૂર્યના દેશ’ની ઉપમા પામેલો પૂર્વ એશિયાના તળપ્રદેશને અડીને આવેલો દેશ. પૅસિફિક મહાસાગરમાં લગભગ 2100 કિમી. લાંબી ચાપાકાર દ્વીપશૃંખલા બનાવતો આ દેશ આશરે 26° 59’થી 45° 31’ ઉ. અ. અને 128° 06’થી 145° 49’ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. 4 મુખ્ય ટાપુઓ ઉપરાંત લગભગ 3000 જેટલા…

વધુ વાંચો >

જિન દ થેવેનો

જિન દ થેવેનો (જ. 1633, પૅરિસ; અ. 28 નવેમ્બર 1667, નૈના, તબરીઝ) : જગતનો નામાંકિત પ્રવાસી. ગુજરાતમાં એ 1666માં આવ્યો હતો. તેણે કરેલું સૂરત અને અમદાવાદનું વર્ણન ઘણું બારીક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. 18 વર્ષે પૅરિસ યુનિવર્સિટીની નવારે કૉલેજમાંથી ભણી ઊતરેલો થેવેનો જગતપ્રવાસનાં સ્વપ્નાં સેવતો હતો. આ ઉપક્રમમાં એણે…

વધુ વાંચો >

જુનૈદ (સાતમી-આઠમી સદી)

જુનૈદ (સાતમી-આઠમી સદી) : સિંધમાં અરબોની સત્તા ર્દઢ કરનાર તથા તેને પશ્ચિમ ભારતમાં ફેલાવનાર સેનાપતિ. સિંધમાં અરબોની સત્તા મુહમ્મદ બિન કાસિમે 711ના અરસામાં સ્થાપી. ત્યાંના સ્થાનિક હિંદુ રાજ્યને ઉખાડીને આ સત્તા ર્દઢ કરવાનું કાર્ય જુનૈદે કર્યું. તત્કાલીન ખલીફા હિશામ (724–743) દ્વારા હિ. સં. 107(725)માં જુનૈદની સિંધના હાકેમ તરીકે નિયુક્તિ થઈ…

વધુ વાંચો >

જોન ઑવ્ આર્ક

જોન ઑવ્ આર્ક (જ. 6 જાન્યુઆરી 1412, દોંરેમી-લા-પુસેલ, ફ્રાન્સ; અ. 30 મે 1431, રુઆં, ફ્રાન્સ) : પંદરમી સદીની ફ્રાન્સનાં મુક્તિદાતા સાધ્વી. ‘મેડ(maid) ઑવ્ ઓર્લેઆં’ તરીકે ઓળખાતાં આ સાધ્વીનો જન્મ ખેડૂત પિતાના કુટુંબમાં થયો. તેરમા વરસે ખેતરમાં રખેવાળી કરતાં ધાર્મિક વૃત્તિવાળી આ ખેડૂત ક્ધયાને કોઈ દેવ તેના કાનમાં કાંઈ કહે છે…

વધુ વાંચો >

જૉર્ડન

જૉર્ડન : અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર હાશેમી વંશના રાજ્યકર્તાઓની હકૂમત હેઠળનો અરબ દેશ. ભૌગોલિક સ્થાન  31° ઉ. અ. અને 36° પૂ. રે.. મહંમદ પયગંબરના દાદા હાશેમના વંશના નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં વચ્ચોવચ આવેલો આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા પર વસેલો…

વધુ વાંચો >

જ્યૉર્જિયો

જ્યૉર્જિયો : સોવિયેત સંઘના વિઘટન પછી સ્થપાયેલ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’ પૈકીનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન 42° ઉ. અ. અને 44° પૂ. રે. તેણે 1991માં પોતાને સ્વતંત્ર જાહેર કર્યું હતું. તે કાળા સમુદ્રની પૂર્વ તરફ આવેલ છે. આ રાજ્યનું જ્યૉર્જિયા નામ અરબી અને ઈરાની ગુર્જી તેમજ રશિયન ગુર્ઝીઆ કે ગ્રુઝીઆ…

વધુ વાંચો >

ઝફરનામા (ઝફરનામાએ તિમુરી)

ઝફરનામા (ઝફરનામાએ તિમુરી) (1424) : ફારસી ભાષાનો ઐતિહાસિક ગ્રંથ. તેમાં બે વિભાગમાં મુઘલ સમ્રાટ બાબરના છઠ્ઠા પૂર્વજ સમ્રાટ તિમુર વિશેનો સંપૂર્ણ ઇતિહાસ છે. તેનો કર્તા ઇતિહાસકાર શરફુદ્દીન અલી યઝદી, આરંભિક તિમુરી યુગનો વિદ્વાન સાહિત્યકાર, લેખક અને કવિ હતો. તિમુરના પાલ્યપુત્ર સમ્રાટ શાહરૂખના શાસનકાળ(1408થી 1447)માં તેને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી.…

વધુ વાંચો >

ઝાઇર

ઝાઇર : જુઓ ‘ડેમૉક્રેટિક રિપબ્લિક ઑવ્ ધ કૉંગો’, : ઝાઇર

વધુ વાંચો >