Urdu literature
સિદ્દીકી અબ્દુલ સત્તાર (અબ્દુલ ગફ્ફાર)
સિદ્દીકી, અબ્દુલ સત્તાર (અબ્દુલ ગફ્ફાર) (જ. 26 ડિસેમ્બર 1885, સુંદેલા, જિ. હરદોઈ, ઉત્તરપ્રદેશ; અ. 28 જુલાઈ 1972, અલ્લાહાબાદ) : અરબી-ફારસી-ઉર્દૂના મહાન સંશોધક વિદ્વાન અને ભાષાવિદ. તેમના પિતા હૈદરાબાદ રાજ્યમાં નાણાખાતાના અફસર હતા. તેથી તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ હૈદરાબાદમાં અને ઉચ્ચ શિક્ષણ અલીગઢમાં થયું. 1907માં બી.એ., 1912માં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા…
વધુ વાંચો >સિદ્દીકી રશીદ અહમદ
સિદ્દીકી, રશીદ અહમદ (જ. 24 સપ્ટેમ્બર 1892, મેરીહુ, જિ. જૌનપુર, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂના વિદ્વાન, વિવેચક અને નિબંધકાર. જૌનપુર અને એમ. એ. ઓ. કૉલેજ, અલીગઢ ખાતે શિક્ષણ લીધા પછી, જૌનપુર કોર્ટ ખાતે વકીલાત કર્યા બાદ અલીગઢ ખાતે અરબી અને ઉર્દૂના શિક્ષક બન્યા. 1954માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ…
વધુ વાંચો >સૈફી પ્રેમી
સૈફી પ્રેમી (ખલિલ–ઉર્–રેહમાન, સૈયદ) (જ. 2 જાન્યુઆરી 1913, ગુન્નુર, જિ. બદાઉન, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ કવિ અને લેખક. તેમણે 1948માં અલીગઢ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને 1959માં એમ.એડ. તથા 1969માં દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન, જામિયાનગર, નવી દિલ્હીના સેક્રેટરી રહ્યા હતા. તેઓ રુરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જામિયા મિલિયા, નવી…
વધુ વાંચો >સૈયદ જાફર બદ્રે આલમ
સૈયદ, જાફર બદ્રે આલમ : ઉચ્ચ કોટિના મુસ્લિમ વિદ્વાન. તેમના પિતાનું નામ સૈયદ જલાલ હતું. ‘બદ્રે આલમ’ તેમનો ઇલકાબ હોવાથી પુત્ર ‘સૈયદ જાફર બદ્રે આલમ’ તરીકે પ્રખ્યાત થયા. તેઓ અમદાવાદના વતની હતા. હદીસ અને તફસીરના તેઓ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. તેમની કૃતિઓમાં ‘રૌઝાતે શાહીયા’ પ્રસિદ્ધ છે. આ બૃહદ ગ્રંથ ચોવીસ…
વધુ વાંચો >સૈયદ મુહમ્મદ અશરફ
સૈયદ, મુહમ્મદ અશરફ (જ. 1957, સીતાપુર, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ લેખક. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘બાદ-એ-સબા કા ઇંતિજાર’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે બી.એ. (ઑનર્સ) અને એમ.એ.ની ડિગ્રીઓ સુવર્ણચંદ્રક સાથે પ્રાપ્ત કરી છે. તેઓ હિંદી, અંગ્રેજી, અરબી અને ફારસી ભાષાઓની જાણકારી ધરાવે છે. તેઓ હાલ ભારતીય…
વધુ વાંચો >સૈયદ યાકુબ અબુલ હસન (મૌલાના)
સૈયદ, યાકુબ અબુલ હસન (મૌલાના) (જ. ?; અ. ઈ. સ. 1395, પાટણ) : ગુજરાતના 14મી સદીના જાણીતા સૂફી, વલી (પીર) અને આલિમ (વિદ્વાન). સુપ્રસિદ્ધ વિદ્વાન સૈયદ મુર્તુઝા તેમના પિતામહ અને સૈયદ અબુલ હસન તેમના પિતા હતા. સૈયદ યાકુબ ધર્મશાસ્ત્રમાં નિપુણ હતા. તેમનાં લખેલાં પુસ્તકો જાણીતાં છે. ખ્યાતનામ સૂફી અને ફિલસૂફ…
વધુ વાંચો >સૈયદ, સબાહુદ્દીન અબ્દુલરહમાન મોહિયુદ્દીન
સૈયદ, સબાહુદ્દીન અબ્દુલરહમાન મોહિયુદ્દીન (જ. 1911, દેસ્ના, જિ. નાલંદા, બિહાર) : ફારસી-ઉર્દૂના લેખક, સંશોધક અને ઇતિહાસકાર. પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ વતનમાં પૂરો કર્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસાર્થે અલીગઢ ગયા. ફારસી-ઉર્દૂમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી આઝમગઢની પ્રસિદ્ધ સંસ્થા ‘દારૂલ મુરાન્નિફીન’માં ‘નાઝિમેઆલા’ એટલે સર્વોચ્ચ વ્યવસ્થાપક તરીકે જોડાયા. તેઓ ‘મુઆરિફ’ના સંપાદક રહેલા. વિવિધ વિષયોને આવરી…
વધુ વાંચો >સોઝ હીરાનંદ
સોઝ, હીરાનંદ [જ. 19 મે 1922, જિ. મિયાંવાલી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂ લેખક અને કવિ. તેઓ ઉત્તર રેલવેમાંથી સેવાનિવૃત્ત થયા. ત્યાર બાદ લેખનપ્રવૃત્તિ આરંભી. 1994માં હરિયાણા ઉર્દૂ અકાદમીની કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ફરીદાબાદની અંજુમન-અદબના સેક્રેટરી રહ્યા. તેમણે ઉર્દૂમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાગઝ કી દીવાર’ (1960), ‘સાહિલ, સમુન્દર ઔર…
વધુ વાંચો >‘સૌદા’ મિર્ઝા મુહમ્મદ રફી
‘સૌદા’, મિર્ઝા મુહમ્મદ રફી (જ. 1707, દિલ્હી; અ. 27 જૂન 1781, લખનૌ) : ઉર્દૂના વિશિષ્ટ કવિ. મુઘલ સૈનિકમાંથી વેપારી બનેલા તેમના પિતા મિર્ઝા મુહમ્મદ શફી કાબુલથી ભારતમાં દિલ્હી આવીને વસેલા. સૌદા ઔરંગઝેબના વંશજ બહાદુરશાહ પહેલાના સૈન્યમાં ટૂંક સમય માટે જોડાયેલા. તેમણે ફારસી ભાષામાં કાવ્યરચના માટે મિર્ઝા મુહમ્મદ ઝમાન ઉર્ફે સુલેમાન…
વધુ વાંચો >હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)
હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…
વધુ વાંચો >