Sports

સેન મિહિર

સેન, મિહિર (જ. 30 નવેમ્બર 1930, પુરુલિયા, પશ્ચિમ બંગાળ; અ. 11 જૂન 1997, કોલકાતા) : સમગ્ર વિશ્વના લાંબા અંતરની સમુદ્રતરણની સ્પર્ધાઓના સર્વશ્રેષ્ઠ ખેલાડી. નાનપણથી જ તેમને તરણમાં રસ હતો. સાતેય સમુદ્રો તરનાર તેઓ એકમાત્ર ભારતીય તરવૈયા હતા; એટલું જ નહિ, પણ 27 ડિસેમ્બર, 1958ના રોજ ઇંગ્લિશ ખાડી તરનાર તેઓ પ્રથમ…

વધુ વાંચો >

સેન્ડો યુજેન

સેન્ડો, યુજેન (જ. 1867, કીનિંગ્સબર્ગ, જર્મની; અ. મે 1925) : શરીર-સૌષ્ઠવ માટે વિશ્વમાં વિખ્યાત બનેલો વ્યાયામવીર. આજે પણ સમગ્ર વિશ્વમાં ‘સેન્ડો’ શબ્દ શક્તિનો પર્યાય ગણાય છે. તેમને આજે પણ ‘આધુનિક યુરોપનો હરક્યુલિસ’ કહેવામાં આવે છે. તેમનું પૂરું નામ ફેડરિક વિલિયમ્સ યુજેન સેન્ડો હતું. બાળપણમાં તેઓ ખૂબ જ નબળા અને નાજુક…

વધુ વાંચો >

સેલેસ મૉનિકા

સેલેસ, મૉનિકા (જ. 2 ડિસેમ્બર 1973, નૉવી સૅડ, યુગોસ્લાવિયા) : યુગોસ્લાવિયામાં જન્મેલ અમેરિકન નાગરિકત્વ ધરાવતી ટેનિસ-ખેલાડી. તેઓ 15 વર્ષની વયનાં હતાં ત્યારે 1989માં ફ્રેન્ચ ઑપનમાં તેઓ બિન-ક્રમાંકિત (unseeded) તરીકે સેમી-ફાઇનલમાં પહોંચી શક્યાં અને પછીના વર્ષે 16 વર્ષ અને 16 દિવસની વયે તેઓએ વિજયપદક જીતનાર સૌથી નાની વયનાં ખેલાડી નીવડ્યાં. 1991માં…

વધુ વાંચો >

સૈયદ, અબિદઅલી

સૈયદ, અબિદઅલી (જ. 9 સપ્ટેમ્બર 1941, હૈદરાબાદ; અ. 12 માર્ચ 2025, કૅલિફૉર્નિયા, અમેરિકા) : ભારતના એક સમયના શ્રેષ્ઠ ઑલરાઉન્ડર. ભારતના એ સમયના શ્રેષ્ઠ ઑલરાઉન્ડર અબિદઅલી ભારત તરફથી ટેસ્ટ પ્રવેશે જ ઑસ્ટ્રેલિયા સામે એડિલેઇડમાં 55 રનમાં 6 વિકેટ લઈ પોતાની 29 ટેસ્ટની કારકિર્દીમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. સાથે સાથે ટેસ્ટના બંને…

વધુ વાંચો >

સૉબર્ગ પેટ્રિક

સૉબર્ગ પેટ્રિક (જ. 5 જાન્યુઆરી 1965, ગૉટબૉર્ગ, સ્વીડન) : સ્વીડનના એથ્લેટિક્સના ખેલાડી. 1987માં 2.42 મી. ઊંચો કૂદકો લગાવીને તેમણે વિશ્વવિક્રમ સ્થાપ્યો. તેમણે એક દશકા ઉપરાંત લગાતાર મહત્વની સફળતા મેળવતા રહેવાનો એક વિક્રમ પણ અંકે કર્યો છે. 1982માં પ્રથમ વિક્રમ સર્જ્યા પછી આ તેમનો બારમો સ્વીડિશ વિક્રમ હતો. નાની વયના ખેલાડી…

વધુ વાંચો >

સૉબર્સ ગારફિલ્ડ (સર)

સૉબર્સ, ગારફિલ્ડ (સર) (જ. 28 જુલાઈ 1936, બેલૅન્ડ, બ્રિજટાઉન, બાર્બાડોઝ, વેસ્ટ ઇન્ડીઝ) : વેસ્ટ ઇન્ડીઝના મહાન પૂર્વ ક્રિકેટર. જેમની ગણના વિશ્વના શ્રેષ્ઠ ડાબોડી બૅટ્સમૅન અને શ્રેષ્ઠ ઑલરાઉન્ડર તરીકે થાય છે. પિતાનું નામ સેન્ટ ઓબ્રન સૉબર્સ, જેઓ દરિયાઈ વ્યાપારી હતા ને યુદ્ધ દરમિયાન અવસાન પામ્યા પછી તેમની માતાએ પાંચ વર્ષની વયથી…

વધુ વાંચો >

સ્કાઉટિંગ અને ગાઇડિંગ

સ્કાઉટિંગ અને ગાઇડિંગ : ભારત સહિત અનેક દેશોમાં શાખાઓ ધરાવતું સ્વૈચ્છિક સેવા અને જીવનઘડતર માટેનું સંગઠન. અવલોકન, સેવા અને બંધુત્વના પાયા ઉપર રચાયેલી અને ઘડાયેલી આ પ્રવૃત્તિની શરૂઆત યુદ્ધના મેદાન પર થઈ હતી. ઇંગ્લૅન્ડમાં જન્મેલા અને યુદ્ધના વાતાવરણ અને વ્યૂહરચનામાં મગ્ન રહેતા લૉર્ડ બૅડન પૉવેલે યુદ્ધની પરિસ્થિતિના અનુભવોમાંથી આ પ્રવૃત્તિનું…

વધુ વાંચો >

સ્કિઇંગ

સ્કિઇંગ : પ્રાકૃતિક બરફનાં વિશાળ મેદાનોમાં વિશેષ રૂપે લપસવાની પશ્ચિમી રમત. ઈ. પૂ. 3000 વર્ષ પૂર્વે સ્કિઇંગનો ઉપયોગ સ્થળાંતર કરવા માટે કરવામાં આવતો હતો એવા ઉલ્લેખો નૉર્વે અને રશિયામાંથી મળી આવ્યા છે. 15મી અને 16મી સદીમાં ફિન્સ, નૉર્વેજિયનો, સ્વીડિશ તથા રશિયન સૈનિકટોળીઓના સ્કી-પ્રવાસોના ઉલ્લેખ પણ મળ્યા છે; પરંતુ રંજનાત્મક અને…

વધુ વાંચો >

સ્કેટિંગ

સ્કેટિંગ : નાનાં પૈડાંવાળાં વિશેષ પગરખાં બાંધીને કઠણ ભૂમિ ઉપર સરકતાં ચાલવાની રમત. વર્તમાન ‘SKATE’ શબ્દ પ્રાચીન જર્મન શબ્દ SCHAKE (પગનું હાડકું) પરથી ઊતરી આવ્યો છે. લોખંડની શોધ થઈ તે પહેલાં (2,000 વર્ષ પહેલાં) હરણ, બળદ, રેન્ડિયર જેવાં પ્રાણીઓની પાંસળી અથવા પગના હાડકામાંથી સ્કેટ બનાવવામાં આવતા હતા તેવા પ્રકારની માહિતી…

વધુ વાંચો >

સ્ક્વૉશ

સ્ક્વૉશ : બંધિયાર કોર્ટમાં રમાતી રૅકેટ અને બૉલની એક ખાસ રમત. રમતવીર દ્વારા દડો રમતમાં ચાલુ રહે અને પ્રતિસ્પર્ધીથી તેમ કરવાનું મુશ્કેલ બને તે રીતે આ રમત રમાય છે. આ રમતની શરૂઆત 1850માં ઇંગ્લૅન્ડની હેરો સ્કૂલમાં થઈ હતી. ‘રૅકેટ’ નામની રમતમાંથી સ્ક્વૉશની રમતનો ઉદભવ થયો હતો. લંડનની સ્કૂલોમાં, સામાજિક ક્લબોમાં…

વધુ વાંચો >