Sports
ર્યાન, બની
ર્યાન, બની (જ. 5 ફેબ્રુઆરી 1892, ઍનેહેમ, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 6 જુલાઈ 1979, વિમ્બલડન, લંડન, ઇંગ્લૅન્ડ) : અમેરિકાનાં ટેનિસનાં મહિલા ખેલાડી. 1914 અને 1934 દરમિયાન તેઓ વિક્રમરૂપ 19 વિમ્બલડન ડબલ્સ વિજયપદક(12 મહિલા તથા 7 મિક્સ્ડ)નાં વિજેતા બન્યાં. આ વિક્રમ 1979માં બિલી કિંગના હાથે તૂટ્યો. ડબલ્સનાં ખેલાડી તરીકે તેમની…
વધુ વાંચો >રહોડ્ઝ, વિલ્ફ્રેડ
રહોડ્ઝ, વિલ્ફ્રેડ (જ. 29 ઑક્ટોબર 1876, કિર્બઇટન, યૉર્કશાયર, યુ.કે.; અ. 8 જુલાઈ 1973, બૅન્કસમ પાર્ક, ડૉરસેટ, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. પ્રથમ કક્ષાની ક્રિકેટ મૅચમાં તેમણે કાયમ માટે સૌથી વધારે વિકેટ ઝડપી હતી અને તેઓ એક સર્વાંગનિપુણ (all rounder) ખેલાડી હતા. તેમનો રનનો જુમલો કેવળ 15 બૅટધર વટાવી શક્યા હતા. તેમની…
વધુ વાંચો >લઘુ રમતો (minor games)
લઘુ રમતો (minor games) : આબાલવૃદ્ધ સૌ રમતોનો આનંદ લઈ શકે તેવી સરળ ગૌણ રમત. એ એવી પ્રવૃત્તિ છે કે જેમાં વ્યક્તિને રમવાથી આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય છે. બાળકો, યુવાનો, સ્ત્રીઓ, વડીલો સૌને તે ગમે છે. તેમનાથી શરીરના સ્નાયુઓની યોગ્ય વૃદ્ધિ થાય છે, શરીરનો વિકાસ થાય છે. રમતો રમવાથી…
વધુ વાંચો >લંગડીફાળ કૂદકો (hop-step & jump or tripple jump)
લંગડીફાળ કૂદકો (hop-step & jump or tripple jump) : ખેલકૂદનો એક પ્રાચીન પ્રકાર. પ્રાચીન ગ્રીસમાં લંગડીફાળ કૂદકાની રીત જુદા પ્રકારની હતી. ઓગણીસમી સદી દરમિયાન લંગડીફાળ કૂદમાં બે લંગડી અને એક કૂદકો લેવામાં આવતો હતો. ક્રમશ: તેમાં વિકાસ થયો અને તે લંગડીફાળ કૂદ તરીકે પ્રચલિત બની. આધુનિક પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ 1896માં…
વધુ વાંચો >લારવુડ હેરલ્ડ
લારવુડ હેરલ્ડ (જ. 14 નવેમ્બર 1904; અ. 1995, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડનો જગવિખ્યાત ઝડપી બૉલર. તેણે પોતાની ટેસ્ટ મૅચ 26 જૂન, 1926ના રોજ ક્રિકેટમાં મક્કા સમાન ગણાતા ‘લૉર્ડ્ઝ’ના મેદાન પર રમી હતી. તેણે પ્રથમ ટેસ્ટ મૅચમાં જ ત્રણ વિકેટો ઝડપી હતી. તે ‘બૉડીલાઇન’ બૉલિંગ માટે વિશ્વવિખ્યાત બન્યો હતો. 1932–33માં બૉડીલાઇન બૉલિંગ…
વધુ વાંચો >લાલા અમરનાથ
લાલા અમરનાથ (જ. 11 સપ્ટેમ્બર 1911, કપૂરથલા; અ. 5 ઑગસ્ટ 2000, નવી દિલ્હી) : જાણીતા ક્રિકેટર. 1933માં ડિસેમ્બર માસ દરમિયાન મુંબઈ ખાતે બૉમ્બે જિમખાનાના મેદાન પર પ્રવાસી ઇંગ્લૅન્ડ સામે ભારત તરફથી ટેસ્ટપ્રવેશે જ સદી ફટકારવાનું બહુમાન મેળવનારા 22 વર્ષના ઝંઝાવાતી ‘વન-ડાઉન’ બૅટ્સમૅન ‘લાલા’ અમરનાથનું મૂળ નામ અમરનાથ નાનિક ભારદ્વાજ હતું.…
વધુ વાંચો >લાંબી કૂદ
લાંબી કૂદ : ખેલકૂદની એક જૂની લોકપ્રિય રમત. આદિમાનવને ખોરાકની શોધમાં અને જાતરક્ષણ અર્થે દોડતાં ઘણી વાર રસ્તામાં પડી ગયેલાં ઝાડ, ખાડા તથા ઝરણાં કૂદવાં પડતાં હતાં. લાંબી કૂદ હકીકતમાં દોડવાની અને કૂદવાની ક્રિયાનો સમન્વય છે. તે એક કુદરતી પ્રવૃત્તિ છે અને ખેલકૂદની રમતોમાં સમાવેશ પામી ઑલિમ્પિક રમતોત્સવમાં પણ સ્પર્ધાનું…
વધુ વાંચો >લિયોનાર્ડ, રે
લિયોનાર્ડ, રે (જ. 17 મે 1956, વિલમિગ્રૉન, નૉર્થ કૅરોલિના, યુ.એસ.) : અમેરિકાના નામી મુક્કાબાજ. મૂળે તો તેઓ ગાયક થવાના હતા, પણ કુસ્તીબાજ બની ગયા. તેઓ 1974–75 દરમિયાન નૉર્થ અમેરિકાના ઍમેટર ચૅમ્પિયન અને એએયુ (AAU) ચૅમ્પિયન હતા. 1973–74 દરમિયાન તેઓ ગોલ્ડન ગ્લવ્ઝ ચૅમ્પિયન રહ્યા, 1975ની પૅન-અમેરિકન ગૅમ્સમાં તેઓ સુવર્ણચન્દ્રકના વિજેતા નીવડ્યા…
વધુ વાંચો >લિલી, ડેનિસ કીથ
લિલી, ડેનિસ કીથ (જ. 18 જુલાઈ 1949, સુખિયાકો, પર્થ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના મહાન ઝડપી ગોલંદાજ. 1970ના દશકામાં ઑસ્ટ્રેલિયાની ટીમમાં તેમણે પ્રતિષ્ઠા મેળવી; એ વખતે, તેમના એક બીજા ઝડપી ગોલંદાજ સાથી જેફ ટૉમસનના સાથથી કેવળ અતિઝડપી ગોલંદાજીના પ્રભાવથી તેમણે અનેક ટેસ્ટ ટીમોને હતોત્સાહ કરી મૂકી હતી. પછીના સમયમાં તેમણે પોતાની ગોલંદાજીમાં…
વધુ વાંચો >લિસ્ટન, સૉની
લિસ્ટન, સૉની (જ. 8 મે 1932, સેંટ ફ્રાન્સિસ, અરકૅનસસ, યુ.એસ.; અ. 30 ડિસેમ્બર 1970, લાસ વેગાસ; નેવાડા) : અમેરિકાના મુક્કાબાજ. અગાઉ થઈ ગયેલા કરતાં એક સૌથી ભયાવહ હેવી વેટ ચૅમ્પિયન. તેમની રીતભાત કઠોર અને નિર્દય હતી, તેમજ આંખો બિહામણી હતી. કિશોરાવસ્થામાં પોલીસ-કાર્યવહીનો પણ ઘણી વાર તેઓ ભોગ બન્યા હતા. તેમની…
વધુ વાંચો >