Sports
ભાકર, મનુ
ભાકર, મનુ (જ. 18 ફેબ્રુઆરી 2002, ગોરિયા, હરિયાણા) : ઑલિમ્પિક રમતોમાં બે ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય મહિલા નિશાનેબાજ. જન્મ જાટ પરિવારમાં. પિતા રામકિશન મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર અને માતા સુમેધા શાળામાં શિક્ષક. મનુએ ઝજ્જરની યુનિવર્સલ પબ્લિક સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. એ પછી દિલ્હીની શ્રીરામ કૉલેજ ફોર વિમેનમાંથી રાજનીતિવિજ્ઞાન(Political Science)માં ઑનર્સની…
વધુ વાંચો >ભાટિયા, બલબીરસિંહ
ભાટિયા, બલબીરસિંહ (જ. 31 ઑગસ્ટ 1935) : ભારોત્તોલનના ભારતના સર્વશ્રેષ્ઠ સ્પર્ધક. 1958થી સતત 13 વર્ષ સુધી તેમણે રાષ્ટ્રીય વિજેતાપદ જાળવી રાખ્યું હતું. તેમણે 37 વાર પોતાનો જ વિક્રમ આંબ્યો અને તે સમયે 422.5 કિલો વજન ઊંચક્યું હતું. દિલ્હીમાં અભ્યાસ કરનાર બલબીરસિંહને નાની વયથી જ ભારોત્તોલનમાં રસ હતો. 1970માં બૅંગકૉકમાં આયોજિત…
વધુ વાંચો >ભારતીય મહિલા હોકી ટીમ
ભારતીય મહિલા હોકી ટીમ : ફિલ્ડ હોકીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરતી મહિલાઓની ટીમ. ભારતની મહિલા હોકી ટીમ જુલાઈ-2023માં વર્લ્ડ રેન્કિંગમાં આઠમા ક્રમે હતી. સર્વોચ્ચ રેન્કિંગ છઠ્ઠું હતું, જે 2022ના જૂનમાં હાંસલ કર્યું હતું. મહિલા હોકીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 1953માં સ્કોટલેન્ડ સામે રમાઈ હતી. એ મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો…
વધુ વાંચો >ભાર્ગવ, પ્રતીક
ભાર્ગવ, પ્રતીક (જ. 13 ફેબ્રુઆરી 1979, સૂરત, ગુજરાત) : દક્ષિણ ગુજરાતના આશાસ્પદ યુવા-તરણસ્પર્ધક. તે ગુજરાત રાજ્યના 1997–98ના વર્ષના પ્રતિષ્ઠિત ‘સરદાર પટેલ ઍવૉર્ડ’ના વિજેતા છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાંથી બી. કૉમ. થયા બાદ હાલ (2001) તે એમ. બી. એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. રાષ્ટ્ર, રાજ્ય તથા યુનિવર્સિટી કક્ષાની તરણસ્પર્ધામાં ભાગ…
વધુ વાંચો >ભાર્ગવ, પ્રમીત
ભાર્ગવ, પ્રમીત (જ. 21 ઑક્ટોબર 1982, સૂરત, ગુજરાત) : ગુજરાતના 19 વર્ષીય યુવા-તરણ-સ્પર્ધક. તેમને ગુજરાત સીનિયર તરણ ચૅમ્પિયનશિપના 1997, 1999 અને 2000ના વર્ષના એવૉર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. ગુજરાત એસ. એસ. સી. બૉર્ડના બારમા ધોરણમાં ઉત્તીર્ણ થયા બાદ તે હાલ (2001) દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બી. કૉમ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ…
વધુ વાંચો >ભાલાફેંક
ભાલાફેંક : એક રમત. શિકાર કરવા માટે અને યુદ્ધ લડવા માટે ભાલાનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો રહ્યો છે. જ્યારે પ્રાચીન ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી ત્યારે પાંચ રમતોના સમૂહ(પેન્ટૅથ્લૉન)માં ભાલાફેંકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ફીરકી લઈને ભાલા ફેંકવાની છૂટ હતી, પણ આ રીતે ફેંકવાની રીત જોખમી જણાતાં આંતરરાષ્ટ્રીય ખેલકૂદ ફેડરેશને…
વધુ વાંચો >ભાલાવાળા, ચીમન
ભાલાવાળા, ચીમન (જ. 1 ઑક્ટોબર 1928) : શારીરિક શિક્ષણ તથા રમતગમતક્ષેત્રે ઉત્કૃષ્ટ ખેલાડી, નિષ્ણાત રાહબર અને પ્રશિક્ષક. સામાન્ય રીતે ‘સી. એસ. ભાલાવાળા’ના નામથી ઓળખાતા આ રમતવીરનું આખું નામ છે : ચીમનસિંઘ મોતીલાલ ભાલાવાળા. વતન : નાથદ્વારા, રાજસ્થાન. વિદ્યાર્થીકાળ દરમિયાન વૉલીબૉલ, ફૂટબૉલ, ઍથ્લેટિક્સ, ટેનિસ વગેરે અનેક પ્રચલિત રમતોમાં તેમની ઝળહળતી યશસ્વી…
વધુ વાંચો >ભુલ્લર હરમનપ્રીત કૌર
ભુલ્લર હરમનપ્રીત કૌર (જ. 8 માર્ચ 1989 મોગા, પંજાબ) : આંતરરાષ્ટ્રીય મહિલા ટી-ટ્વેન્ટી મૅચમાં સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટ ખેલાડી. હરમનપ્રીત કૌરનો જન્મ શીખ પરિવારમાં થયેલો. માતા સતવિંદર કૌર ગૃહિણી હતાં. પિતા હરમંદર સિંહ ભુલ્લર અચ્છા વૉલીબૉલ અને બાસ્કેટબૉલ ખેલાડી હતા. હરમનપ્રીતને બાળપણથી ક્રિકેટ રમવામાં અભિરુચિ હતી. પિતા ખુદ ખેલાડી હોવાથી પુત્રીને…
વધુ વાંચો >ભૈયા, ગોપાલ
ભૈયા, ગોપાલ (જ. 31 જુલાઈ 1919, રાજસ્થાન; અ. 16 એપ્રિલ 1996, અમદાવાદ) : કુસ્તીની કલાના ઉસ્તાદ પહેલવાન અને તેના પ્રવર્તક. મૂળ વતન હેડીહાડી, જિલ્લો કોટા, રાજસ્થાન. તેમના પિતા રામનારાયણ રાઠોડ પણ કુસ્તીની રમતના ઉસ્તાદ પહેલવાન હતા અને પોતાના પુત્ર ગોપાલના ગુરુ હતા. ગોપાલ રાજસ્થાનમાં પોતાના વતનમાં ચોથા ધોરણ સુધીનો અભ્યાસ…
વધુ વાંચો >મકેનરૉ, જૉન
મકેનરૉ, જૉન (જ. 1959, વિઝબૅડન, જર્મની) : પ્રખ્યાત ટેનિસ ખેલાડી. તેમણે ન્યૂયૉર્ક સ્ટેટમાં આવેલી પૉર્ટ વૉશિંગ્ટન એકૅડેમીમાં તાલીમ લીધી હતી. 18 વર્ષની વયે વિમ્બલડનની સેમિફાઇનલ સુધી પહોંચનાર તેઓ સૌથી નાની ઉમરના ખેલાડી હતા (1977). 1979–81 અને 1984માં તેઓ 4 વખત ‘યુ.એસ. ઓપન સિંગલ્સ’ના વિજેતા બન્યા; 1981 તથા 1983–84માં 3 વખત…
વધુ વાંચો >