Space science
ઑગો (Orbiting Geophysical Observatory – OGO)
ઑગો (Orbiting Geophysical Observatory – OGO) : ભ્રમણ કરતી ભૂભૌતિકીય વેધશાળા. પૃથ્વીના વાયુમંડળ-(aerosphere)થી ભૂચુંબકાવરણ (magnetosphere) સુધી અંતરીક્ષની માહિતી આપતી અને વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ કરાયેલી ઉપગ્રહમાંની વેધશાળા. તેના વડે પૃથ્વીનો આકાર, રેડિયોતરંગો વડે પૃથ્વી પરનાં જુદાં જુદાં સ્થળો વચ્ચેનું અંતર, ધરીની આસપાસ પૃથ્વીના પરિભ્રમણના સમયમાં થતા ફેરફાર, દૂર સુધી પહોંચી શકે…
વધુ વાંચો >ઓઝમા પ્રૉજેક્ટ
ઓઝમા પ્રૉજેક્ટ : લાંબા અંતરે આવેલા ગ્રહો ઉપરના રહેવાસીઓ વચ્ચે એકબીજાના સંપર્ક અર્થે, જો કોઈ રેડિયો-સંદેશાઓની આપલે થતી હોય, તો તેમને ઝીલવા માટેનો એક પ્રૉજેક્ટ. અમેરિકન લેખક એલ. ફ્રૅન્ક બૌમની વાર્તાના અતિ દૂર આવેલા એક સુંદર કાલ્પનિક સ્થળ ‘ઓઝ’(Oz)ના નામ પરથી આ પ્રૉજેક્ટના નિયામક ફ્રેન્કે-ડી-ડ્રેડે પ્રૉજેક્ટનું નામ ‘ઓઝમા પ્રૉજેક્ટ’ આપ્યું.…
વધુ વાંચો >ઑટોમૅટિક પિક્ચર ટ્રાન્સમિશન સિસ્ટમ
ઑટોમૅટિક પિક્ચર ટ્રાન્સમિશન સિસ્ટમ : ભૂમિ પરના રેડિયો મથકેથી, ઉપગ્રહ દ્વારા અથવા તો રેડિયો અને કેબલ દ્વારા કોઈ તસવીર કે ચિત્રનો દૂરસંચાર કરવા માટેની પદ્ધતિ. અવકાશયાન (space craft) અથવા કૃત્રિમ ઉપગ્રહમાં ગોઠવેલા કૅમેરાની મદદથી પૃથ્વીની સપાટીની તસવીર તથા પૃથ્વીના વાયુમંડળમાં સર્જાતાં વાદળોનાં વમળો, તેમના આકાર અને પ્રવહન દર્શાવતી તસવીરો લઈને,…
વધુ વાંચો >ઓબર્થ હર્મન
ઓબર્થ હર્મન (જૂલિયસ) (જ. 25 જૂન 1894, નાગ્યસ્ઝબેન ઑસ્ટ્રિયા, હંગેરી; અ. 28 ડિસેમ્બર 1990 પશ્ચિમ જર્મની) : અર્વાચીન અંતરીક્ષયાનવિદ્યા-(astronautics)ના સ્થાપકોમાંના એક જર્મન વૈજ્ઞાનિક. સુખી તબીબના પુત્ર. ઓબર્થે ન્યૂનિકમાં આયુર્વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો, પણ પ્રથમ વિશ્વયુદ્ધ સમયે સૈન્યમાં જોડાવાને કારણે તેમાં વિક્ષેપ પડ્યો. યુદ્ધમાં ઘાયલ થવાને કારણે અંતરીક્ષયાનવિદ્યા અંગેના સંશોધન માટેનો…
વધુ વાંચો >ઑલ-સ્કાય કૅમેરા
ઑલ-સ્કાય કૅમેરા (all-sky camera) : આકાશીય ગુંબજ અને ક્ષિતિજવર્તુળને એક જ છબીમાં આવરી લેતો કૅમેરા. આકાશ અને પૃથ્વી જ્યાં મળતાં દેખાય એ હદરેખાને આપણે ક્ષિતિજ કહીએ છીએ. ઉત્તર તરફ મોં રાખીને જમણી તરફ ઘૂમતા જઈએ તો અનુક્રમે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને છેલ્લે ઉત્તર દિશા આવે. આ રીતે બધી જ દિશાઓને…
વધુ વાંચો >કાગોશિમા અંતરીક્ષમથક : જુઓ અંતરીક્ષયાન પ્રમોચન મથકો
કાગોશિમા અંતરીક્ષમથક : જુઓ અંતરીક્ષયાન પ્રમોચન મથકો.
વધુ વાંચો >કૂડલિ નુંજુંડ ઘનપાઠી શંકરા
કૂડલિ નુંજુંડ ઘનપાઠી શંકરા (જ. 7 મે 1945) : પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન, અમદાવાદના અંતરિક્ષ પ્રયોગ કેન્દ્રના નિર્દેશક રહ્યા છે. તેઓએ ઉપગ્રહ તકનીક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓએ ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બૅંગાલુરુથી ઇલેક્ટ્રિકલ સંચાર અભિયાંત્રિકીમાં પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓએ 1971માં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન, અમદાવાદમાં કાર્ય શરૂ…
વધુ વાંચો >કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન
કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન (જ. 24 ઑક્ટોબર 1940, એર્નાકુલમ, કેરળ; અ.25 એપ્રિલ 2025, બૅંગાલુરુ, કર્ણાટક) : ચન્દ્રયાન પ્રકલ્પની સ્પષ્ટ રૂપરેખા આપી, ગ્રહોના સંશોધન અને ખેડાણના યુગમાં પ્રવેશવા માટેના ભારતના શુભારંભનું નેતૃત્વ કરનાર દૂરંદેશી વિજ્ઞાની. પિતા સી. એમ. કૃષ્ણસ્વામી ઐયર તથા માતા વિશાલક્ષ્મી. તેમના પૂર્વજો મૂળ તમિલનાડુના હતા અને બાદમાં કેરળના વિવિધ ભાગોમાં…
વધુ વાંચો >કેપ કેનેડી અંતરીક્ષ કેન્દ્ર : જુઓ અંતરીક્ષયાન પ્રમોચન-મથકો
કેપ કેનેડી અંતરીક્ષ કેન્દ્ર : જુઓ અંતરીક્ષયાન પ્રમોચન-મથકો.
વધુ વાંચો >કૉસ-બી ઉપગ્રહ
કૉસ-બી ઉપગ્રહ : યુરોપનો આઠમો અને યુરોપિયન અંતરીક્ષ સંસ્થા(ESA)નો પહેલો કૃત્રિમ ઉપગ્રહ. Cosmic Satelliteનું ટૂંકું નામ Cos-B. તે બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ, પશ્ચિમ જર્મની, ઇટાલી, સ્પેન અને બ્રિટનના સંયુક્ત પ્રયાસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તેની દ્વારા આકાશગંગામાં આવેલાં ગૅમા-કિરણોનું સર્વેક્ષણ અને પલ્સાર તથા ક્વૉસાર જેવા શક્તિશાળી ગૅમા-કિરણી બિંદુસ્રોતોનો અભ્યાસ કરવામાં…
વધુ વાંચો >