Space science
સ્કૉટ ડેવિડ
સ્કૉટ, ડેવિડ (જ. 6 જૂન 1962, સાન ઍન્ટૉનિયો, ટૅક્સાસ, યુ.એસ.) : અમેરિકાનો અંતરીક્ષયાત્રી અને ચંદ્રયાત્રાના ઍપૉલો-15 અંતરીક્ષયાનનો મુખ્ય ચાલક (commander). ડેવિડ સ્કૉટ અમેરિકાની લશ્કરી સંસ્થા, વેસ્ટ પૉઇન્ટ, N.Y.માંથી 1954માં સ્નાતક થયા પછી સ્કૉટની ભરતી હવાઈદળમાં થઈ હતી, જ્યાં તેણે વૈમાનિકી ઉડ્ડયનની તાલીમ લીધી હતી. ત્યાર બાદ તેણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્…
વધુ વાંચો >સ્ટાર વૉર્સ (star wars)
સ્ટાર વૉર્સ (star wars) : અમેરિકાનો અંતરીક્ષસ્થિત સંરક્ષણ-કાર્યક્રમ. મૂળભૂત રીતે Space-based Missile Defence System (BMD) એટલે કે પ્રક્ષેપાસ્ત્રોના આક્રમણ સામે સંરક્ષણ મેળવવાનો તેનો હેતુ હતો. આ કાર્યક્રમ Strategic Defence Initiative (વ્યૂહાત્મક સંરક્ષણ અભિગમ) અથવા ‘સ્ટાર વૉર્સ’ના લોકપ્રિય નામથી જાણીતો બન્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત કરાવતાં 23 માર્ચ 1983ના રોજ અમેરિકાના…
વધુ વાંચો >સ્પેકલ ઇન્ટરફેરોમેટ્રી (speckle interferometry)
સ્પેકલ ઇન્ટરફેરોમેટ્રી (speckle interferometry) : પ્રકાશની સંવાદિતા (coherance) પર આધાર રાખતી ટપકાંવાળી (speckled), વિશિષ્ટ સંયોગોમાં પ્રકાશના વ્યતિકરણ(inter-ference)ને કારણે સર્જાતી ઘટના. તેમાં એક વિશિષ્ટ દાણાદાર ભાત ઉત્પન્ન થતી જણાય છે. આ ભાત(pattern)ને સ્પેકલ ભાત (speckled pattern) કહેવાય છે અને તેનો ઉપયોગ કરતી પદ્ધતિને સ્પેકલ ઇન્ટરફેરોમેટ્રી નામ આપવામાં આવ્યું છે. આ ઘટનાનો…
વધુ વાંચો >હાઈ એનર્જી ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી (HEAO) ઉપગ્રહ શ્રેણી
હાઈ એનર્જી ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી (HEAO) ઉપગ્રહ શ્રેણી : અધિક શક્તિ ધરાવતાં ક્ષ-કિરણો અને કૉસ્મિક કિરણોનો ખગોળ-ભૌતિકીય અભ્યાસ કરવા માટે તૈયાર કરવામાં આવેલા અમેરિકાના ઉપગ્રહોની શ્રેણી. તેને High Energy Astrophysical Observatory અથવા ટૂંકમાં HEAO નામ આપવામાં આવ્યું હતું. આ શ્રેણીમાં કુલ ત્રણ ઉપગ્રહો હતા, જેની વિગતો નીચે પ્રમાણે છે : HEAO-1…
વધુ વાંચો >હીલિયોસ ઉપગ્રહ
હીલિયોસ ઉપગ્રહ : પશ્ચિમ જર્મની અને અમેરિકાની અંતરીક્ષ સંસ્થા ‘નાસા’ના સહકાર દ્વારા સૂર્યના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલા હીલિયોસ નામના બે ઉપગ્રહો. પ્રાચીન ગ્રીસના સૂર્યદેવતાના નામ હીલિયોસ (Helios) ઉપરથી એ ઉપગ્રહોનાં નામ હીલિયોસ-1 અને હીલિયોસ-2 રાખવામાં આવ્યાં હતાં. હીલિયોસ સ્પેસક્રાફ્ટ હીલિયોસ-1 : નાસાના કેપ કેનાવરલ પ્રક્ષેપણ-કેન્દ્ર પરથી ટાઇટન-સેન્ટોર રૉકેટ દ્વારા…
વધુ વાંચો >હેલી મિશન (Halley Mission)
હેલી મિશન (Halley Mission) : હેલી ધૂમકેતુના વૈજ્ઞાનિક અભ્યાસ માટેનો અંતરીક્ષ-કાર્યક્રમ. હેલીનો ધૂમકેતુ તેની કક્ષામાં 9 ફેબ્રુઆરી, 1986ના રોજ સૂર્યની ખૂબ નજીક આવ્યો હતો તથા 11 એપ્રિલ, 1986ના રોજ પૃથ્વીથી સૌથી વધારે નજીક આવ્યો હતો. એ સમયગાળામાં હેલીના ધૂમકેતુનાં વૈજ્ઞાનિક અવલોકનો મેળવવા માટે જુદાં જુદાં અંતરીક્ષયાનો પૃથ્વી પરથી પ્રક્ષેપિત કરવામાં…
વધુ વાંચો >હોહમાન કક્ષાઓ
હોહમાન કક્ષાઓ : બે ગ્રહોની કક્ષાઓને જોડતો અંતરીક્ષયાનનો ઉડ્ડયન-માર્ગ તે હોહમાન માર્ગ. તેમાં ન્યૂનતમ વેગ અથવા ઈંધણની જરૂરિયાત હોય છે (અને મહત્તમ ભાર લઈ જવાની ક્ષમતા હોય છે). આ કક્ષાને ‘ન્યૂનતમ શક્તિ સ્થાનાંતરણ-કક્ષા (Minimum energy transfer orbit) પણ કહેવાય છે. આ સ્થાનાંતરણ-કક્ષા દીર્ઘવૃત્ત (ellipse) હોય છે અને સૂર્યની આજુબાજુ હોય…
વધુ વાંચો >હ્યૂસ્ટન કંટ્રોલ સ્ટેશન હ્યૂસ્ટન (અમેરિકા)
હ્યૂસ્ટન કંટ્રોલ સ્ટેશન, હ્યૂસ્ટન (અમેરિકા) (જ્હૉનસન સ્પેસ સેન્ટર, હ્યૂસ્ટન) : ‘નાસા’(NASA) (અમેરિકા)ના સ-માનવ અંતરીક્ષયાનોનું મુખ્ય નિયંત્રણ-કેન્દ્ર. કેપ કેનાવરલ ખાતેથી સ-માનવ અંતરીક્ષયાનનું પ્રક્ષેપણ થયા પછી દસ સેકંડ બાદ તેનું સમગ્ર નિયંત્રણ હ્યુસ્ટન-(ટેક્સાસ)થી 32 કિમી. દૂર અગ્નિ દિશામાં આવેલા ‘જ્હૉનસન સ્પેસ સેન્ટર’ (પહેલાંના ‘સ-માનવ અંતરીક્ષ કેન્દ્ર’) ખાતે તબદીલ કરવામાં આવે છે. નાસાનું…
વધુ વાંચો >