Sociology

રવિશંકર મહારાજ

રવિશંકર મહારાજ (જ. 25 ફેબ્રુઆરી 1884, રઢુ, તા. માતર, જિ. ખેડા; અ. 1 જુલાઈ 1984, વલ્લભ વિદ્યાલય, બોચાસણ) : ગુજરાતના ગાંધીવાદી મૂકસેવક. આખું નામ રવિશંકર શિવરામ વ્યાસ. તેમનો જન્મ તેમના મોસાળમાં મહાશિવરાત્રીના પર્વે થયો હતો. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. પિતા શિવરામ, માતા નાથીબા. પિતા વિદ્યાર્થી-વત્સલ શિક્ષક હતા. પિતા…

વધુ વાંચો >

રંગભેદ

રંગભેદ : રંગના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ દર્શાવવાની સરકારી નીતિ. દક્ષિણ આફ્રિકાની સરકારે દેશની અંદર વસતી વિવિધ જાતિઓ, વર્ગો અને જૂથોને રંગને આધારે અલગ ગણી તેમની વચ્ચે ભેદભાવભર્યો વ્યવહાર આચર્યો હતો. 1909માં દક્ષિણ આફ્રિકાની સરકારે ઍક્ટ ઑવ્ યુનિયન દ્વારા શ્યામ બહુમતીને રાજકારણથી જોજનો દૂર રાખી સત્તાવિહીન બનાવવાની ચાલનો આરંભ કર્યો.…

વધુ વાંચો >

રાજકીય આધુનિકીકરણ

રાજકીય આધુનિકીકરણ : જુઓ આધુનિકીકરણ

વધુ વાંચો >

રાજકીય સમાજશાસ્ત્ર

રાજકીય સમાજશાસ્ત્ર : સમાજના રાજકીય પાસા અને રાજકારણનાં સામાજિક પાસાંઓનો અભ્યાસ જેમાં કેન્દ્રસ્થાને છે તે. રાજકીય સમાજશાસ્ત્ર એ મહદ્અંશે નવો વિષય છે. આ વિષયના આવિર્ભાવ પૂર્વે એને લગતા વિચારો અને સમસ્યાઓનો અભ્યાસ જુદા જુદા વિષયોના નેજા હેઠળ થતો હતો. ‘રાજકીય સમાજશાસ્ત્ર’ વિષયનો સ્વાયત્ત જન્મ તો પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં થયો ગણી…

વધુ વાંચો >

રાજકીય સમાજીકરણ (political socialisation)

રાજકીય સમાજીકરણ (political socialisation) : રાજકીય સમજ મેળવવાની અને વિકસાવવાની પ્રક્રિયા. રાજકીય સમાજીકરણ વ્યક્તિ દ્વારા રાજકારણ કે રાજ્યપ્રથા અંગેની સમજણ પ્રાપ્ત કરવાની ક્રિયાનો નિર્દેશ કરે છે. તે એક એવી વિકાસગામી પ્રક્રિયા છે, જે દ્વારા લોકો રાજકીય અભિમુખતાઓ, અભિવૃત્તિઓ અને રાજકીય વર્તનની ભાત વિકસાવે છે. રાજકીય સમાજીકરણ (political socialisation) એ પોતાના…

વધુ વાંચો >

રાજગોપાલ પી. વી.

રાજગોપાલ પી. વી. (જ. 1948, થિલેન્કેરી, કેરળ) : 2023 નિવાનો શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને ‘પદયાત્રા ગાંધી’ તરીકે ઓળખાતા ભારતીય અહિંસક સામાજિક કાર્યકર. ઘાંડિયન પરિવારમાં જન્મેલા. તેમનું આખું નામ રાજગોપાલ પુથાન વીટીલ છે, પરંતુ તેમના આખા નામ સાથે જાતિ-સંબંધિત બાબત ટાળી શકાય એ માટે તેઓ જાહેરમાં તેમના પ્રથમ નામનો જ…

વધુ વાંચો >

રાઠોડ, નારણભાઈ

રાઠોડ, નારણભાઈ (જ. 26 ડિસેમ્બર 1921, તીધરા, જિ. નવસારી; અ. –) : દલિતોને સામાજિક ન્યાય મળે તે માટે સંઘર્ષ કરનાર. તેમના નાના હમાલ હતા, દાદા સરકારી વેઠિયા હતા, પિતા પણ મુંબઈમાં હમાલી કરતા હતા. ગામમાં બાળપણમાં દાતણ, બોર, આંબલી, અરીઠાં, કેરી વગેરે વેચીને કુટુંબનું જીવન ચાલતું. પ્રાથમિક શાળમાં અસ્પૃશ્યતાનો ભોગ…

વધુ વાંચો >

રાણી રાસમણિદેવી

રાણી રાસમણિદેવી [જ. સપ્ટેમ્બર 1793, કોનાગામ (કોલકાતા); અ. 19 ફેબ્રુઆરી 1861, કોલકાતા] : કોલકાતાના દક્ષિણેશ્વર મંદિરનાં સ્થાપક તેજસ્વી જમીનદાર મહિલા. મૂળ નામ રાસમણિ, પણ માતા રામપ્રિયાદેવી તેમને લાડમાં ‘રાણી’ કહેતાં તેથી રાણી રાસમણિ નામ પ્રસિદ્ધ થયું. માતા અને પિતા હરેકૃષ્ણદાસ ભક્તિપરાયણ હતાં. પિતા પાસે લખતાં-વાંચતાં શીખ્યા પછી તેઓ નાનપણથી પુરાણકથાઓ…

વધુ વાંચો >

રાનડે, મહાદેવ ગોવિંદ

રાનડે, મહાદેવ ગોવિંદ (જ. 18 જાન્યુઆરી 1842, નિફાડ, જિ. નાશિક; અ. 17 જાન્યુઆરી 1901, મુંબઈ) : સમાજસુધારક, સ્વાતંત્ર્ય-આંદોલનના અગ્રણી મવાળ નેતા અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી. તેમના પિતા કોલ્હાપુર રિયાસતના મંત્રી હતા. તેમનાં માતાનું નામ ગોપિકાબાઈ. પ્રારંભિક શિક્ષણ તેમણે નાશિકની ઍંગ્લો-વર્નાક્યુલર શાળામાં લીધું. 14મા વર્ષે મુંબઈ યુનિવર્સિટી-સંલગ્ન એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા અને…

વધુ વાંચો >

રાનડે, રમાબાઈ

રાનડે, રમાબાઈ (જ. 25 જાન્યુઆરી 1862; અ. 1924) : સમાજસુધારક અને મહિલા મતાધિકારનાં પુરસ્કર્તા નેત્રી. પિતા મહાદેવ માણિકરાવ કુર્લેકર આયુર્વેદના વૈદ્ય હતા. 11 વર્ષની વયે, 1873માં તેમનાં લગ્ન જાણીતા ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયાં. લગ્નસમયે તેમના પતિની વય 31 વર્ષની હતી અને રમાબાઈ સાવ અશિક્ષિત હતાં. રાનડે મહારાષ્ટ્રમાંના પ્રગતિશીલ…

વધુ વાંચો >