Sindhi literature
મોરિડો મીરબહર
મોરિડો મીરબહર : પ્રસિદ્ધ સિંધી વીરગાથા ‘મોરિડો ઐં માંગરમચ્છ’નો નાયક. સિંધમાં સિંધુ નદીના કાંઠે માછીમારોનું એક કુટુંબ રહેતું હતું, જેમાં ‘મોરિડો’નો જન્મ થયો હતો. તે સાત ભાઈઓ પૈકી સૌથી નાનો હતો. કદમાં પણ નાનો અને લંગડો, પરંતુ સશક્ત હતો. બુદ્ધિમાં પણ બધા ભાઈઓ કરતાં તેજ હતો. તેના ભાઈઓ દરિયામાં માછલાં…
વધુ વાંચો >મોહન કલ્પના
મોહન કલ્પના (જ. 22 નવેમ્બર, 1930, કોટડી–સિંધ; અ. 19 જૂન, 1992, ઉલ્લાસનગર, મહારાષ્ટ્ર) : સિંધી સાહિત્યકાર. પૂરું નામ મોહન બૂલચંદ લાલા ‘કલ્પના’. ભારતના વિભાજન પછી તેઓ સ્થાયી રૂપે ઉલ્લાસનગર(મહારાષ્ટ્ર)માં રહ્યા. સિંધી સાહિત્યમાં વાર્તાકાર તરીકે પ્રવેશ કર્યો. શરૂઆતમાં પ્રગતિશીલ વિચારધારાથી પ્રભાવિત થયા. પછી પ્રેમશૃંગારના રસિક લેખન તરફ વળ્યા. એમની કૃતિઓમાં પ્રેમ,…
વધુ વાંચો >મોહી, વાસુદેવ
મોહી, વાસુદેવ (જ. 2 માર્ચ 1944, મીરપુર ખાસ, સિંધ; હાલ પાકિસ્તાન) : સિંધી ભાષાના કવિ. તેમના ગઝલસંગ્રહ ‘બર્ફ જો ઠહેયલું’ માટે તેમને 1999ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. એમ.એ. તથા એમ.એડ્.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓ અધ્યાપનક્ષેત્રમાં જોડાયા અને દુબઈની ધી ઇન્ડિયન હાઈસ્કૂલમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેઓ હિંદી,…
વધુ વાંચો >મૌજી ગીત
મૌજી ગીત (1935) : સિંધી બાલગીત-સંગ્રહ. કિશનચંદ બેવસનાં 14 અને હરિ દિલગીરનાં 4 એ રીતે બંને કવિઓ દ્વારા રચાયેલાં 18 બાલગીતો આમાં છે. કવિ કિશનચંદ ‘બેવસ’ (1885–1947) પહેલાં અનેક કવિઓએ બાળકો માટે કાવ્યો લખ્યાં હતાં; પરંતુ રચયિતાઓનો મુખ્ય હેતુ શૈક્ષણિક હતો અને તે પાઠ્યપુસ્તકોને ધ્યાનમાં રાખીને લખાયાં હતાં. આવાં કાવ્યોમાં…
વધુ વાંચો >રાહી, કૃષ્ણ
રાહી, કૃષ્ણ (જ. 1932, લારકાના, હાલ પાકિસ્તાનમાં) : સિંધીના કવિ અને વાર્તાકાર. 1947માં તેઓ સ્થળાંતર કરીને ભારત આવ્યા. 1954માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. અત્યારે ટ્રૉમ્બેના ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરમાં કામગીરી બજાવે છે. 1950માં ટૂંકી વાર્તાના લેખનથી તેમણે સાહિત્યિક કારકિર્દીનો આરંભ કર્યો. પાછળથી કાવ્યલેખન અપનાવ્યું અને જુદાં જુદાં કાવ્યસ્વરૂપોનું પ્રયોગાત્મક ખેડાણ…
વધુ વાંચો >રેલવાણી, જયંત જિવતરામ
રેલવાણી, જયંત જિવતરામ [જ. 3 સપ્ટેમ્બર 1936, લાડકાણા, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી અને ગુજરાતી નવલકથાકાર. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી, પછી તેઓ વેસ્ટર્ન રેલવે સેવામાં જોડાયા અને સિનિયર સેક્શન ઑફિસર તરીકે નિવૃત્ત થયા. હાલ તેઓ કટાર તથા અન્ય લેખનકાર્યમાં પ્રવૃત્ત છે. 1964થી તેમણે ‘સિંધુ ભારતી’ના સંપાદનનું કાર્ય…
વધુ વાંચો >રોહરા, સતીશકુમાર
રોહરા, સતીશકુમાર [જ. 15 ઑગસ્ટ 1929, દાદુ, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી અને હિંદી ભાષાના પંડિત. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિતા ખાં કવિતા તાઈં’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ. અને ભાષાવિજ્ઞાનમાં સ્નાતકોત્તર ડિપ્લોમા અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1990થી…
વધુ વાંચો >લખવી, પીર મહંમદ
લખવી, પીર મહંમદ (અ. 1590) : સિંધના મધ્યકાલીન કવિ. મહંમદ લખવીનો જન્મ સિંધના ઠઠ્ઠા નગરમાં થયો હતો અને બાદ તેઓ સક્કર જિલ્લાના લખી ગામે વસ્યા હતા. તેઓ વિદ્વાન હતા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત દર્વેશ સ્વભાવના હતા. તેમને કેટલાંયે અનુયાયીઓ બની ગયા હતા; તેઓ પીર તરીકે તેમનું માન જાળવતા. મજહબી કવિતા…
વધુ વાંચો >લાલચંદ અમર ડિનોમલ
લાલચંદ અમર ડિનોમલ (જ. 25 જાન્યુઆરી 1885, સિંધ, હૈદરાબાદ; અ. 18 એપ્રિલ 1954, મુંબઈ) : અર્વાચીન સિંધી સાહિત્યના જ્યોતિર્ધર. તેમના પિતા અમર ડિનોમલ અંગ્રેજ પ્રશાસનમાં મામલતદાર હતા. સને 1903માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી મૅટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા બાદ શૈક્ષણિક ક્ષેત્રે સેવાઓ બજાવવાની સાથે 1908માં સેકન્ડરી ટીચર્સ સર્ટિફિકેટની પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી…
વધુ વાંચો >લાલ ‘પુષ્પ’
લાલ ‘પુષ્પ’ (જ. 1 જાન્યુઆરી 1935, લાડકાણા, સિંધ) : સિંધી સાહિત્યકાર. લાલ ‘પુષ્પ’ના નામે પ્રસિદ્ધ સિંધી સાહિત્યકારનું પૂરું નામ છે લાલ ભગવાનદાસ રીઝવાણી. ‘પુષ્પ’ તેમનું ઉપનામ છે. સિંધીમાં વ્યાવસાયિક સાહિત્યકાર બની રહેવું અસંભવ હોવા છતાં, મુંબઈમાં સ્થિર થયેલા લાલ ‘પુષ્પે’, એમ.એ. થઈને ટૂંકા ગાળામાં જ, સરકારી નોકરીનો ત્યાગ કરી પોતાનું…
વધુ વાંચો >