Sculpture

માઉન્ટ રશમોર

માઉન્ટ રશમોર : યુ.એસ.ના દક્ષિણ ડાકોટા રાજ્યની બ્લૅક હિલ્સમાં આવેલા રાષ્ટ્રીય સ્મારક માટેનું જાણીતું સ્થળ. માઉન્ટ રશમોરના આ રાષ્ટ્રીય સ્મારકમાં જ્યૉર્જ વૉશિંગ્ટન, ટૉમસ જૅફર્સન, થિયોડોર રૂઝવેલ્ટ અને અબ્રાહમ લિંકન જેવા ખ્યાતનામ ચાર અમેરિકી પ્રમુખોનાં વિશાળ કદનાં ભવ્ય શિલ્પોનાં દર્શન થાય છે. આ શિલ્પો માત્ર મસ્તકભાગનાં છે અને તેનું કોતરણીકામ ગ્રૅનાઇટ…

વધુ વાંચો >

માટીનાં પકવેલાં શિલ્પો અને આકૃતિઓ

માટીનાં પકવેલાં શિલ્પો અને આકૃતિઓ : માટીમાંથી શિલ્પો અને આકૃતિઓ (figurines) બનાવી પકવવાની કલા, અંગ્રેજીમાં તેને ટેરાકોટા કહે છે. જૂના વખતમાં માટી ઘાટ ઘડવા માટે વપરાતી. તે સુલભ હતી, માટે નહિ, પણ તેનાથી ઘાટ ઘડવાનું વધારે સરળ હતું માટે. આથી સામાન્ય માણસની નવા ઘાટ ઘડવાની વૃત્તિ કંઈક અંશે સંતોષાતી. તેમાંથી…

વધુ વાંચો >

માયસિનિયન કલા

માયસિનિયન કલા (Mycenaean Art) : ગ્રીક તળભૂમિના અગ્નિખૂણે સમુદ્રકિનારે આવેલા માયસિનિયાની પ્રાચીન કલા. આ કલા ઈ. પૂ. 1400થી 1100 સુધી પાંગરી હતી. માયસિનિયન કલા ઉપર મિનોઅન કલાની ઘેરી છાપ જોઈ શકાય છે. માયસિનિયન પ્રજા પ્રાચીન ગ્રીક પ્રજાની એક ટોળીએ વિકસાવેલ એક સ્વતંત્ર શાખા છે. કબરો અને તેમાંની ચીજવસ્તુઓ અને સ્થાપત્ય…

વધુ વાંચો >

મારુ-ગુર્જર શિલ્પશૈલી

મારુ-ગુર્જર શિલ્પશૈલી : ગુજરાત, રાજસ્થાન અને માળવામાં પૂર્વમધ્યકાલ (ઈ. સ. 1000થી 1300) દરમિયાન ખીલેલી શિલ્પશૈલી. આ વિસ્તારમાં આ કાળ દરમિયાન ભાષા અને કલાને ક્ષેત્રે લગભગ સમાન સ્વરૂપ પ્રવર્તતું હતું, તેથી ભાષાની જેમ આ પ્રદેશની શિલ્પશૈલી મારુ-ગુર્જરશૈલી નામે ઓળખાવા લાગી. ગુજરાતના સિદ્ધરાજ અને કુમારપાળ જેવા સમર્થ રાજવીઓની આણ ગુજરાત ઉપરાંત રાજસ્થાન…

વધુ વાંચો >

મિથુન-શિલ્પો

મિથુન-શિલ્પો : ભોગવૃત્તિ અને કામવાસનાને સૌંદર્યમંડિત કરતાં શિલ્પસર્જનો. સ્ત્રીપુરુષનો સંભોગ કામ અને મોક્ષના પ્રતીકરૂપ મનાય છે. મોહેં-જો-દડોમાંથી મળી આવેલી મુદ્રાઓમાં વનદેવતા, માતૃકાની આકૃતિઓ ધ્યાન ખેંચે તેવી છે. ભૂમધ્ય સમુદ્રથી ગંગાની ખીણના અને પૂર્વના સમગ્ર પ્રદેશ તરફ નજર નાંખતાં ફળદ્રૂપતાનો એકસરખો વારસો જણાય છે. શિવલિંગોનાં આકારો અને સ્વરૂપો સિંધુ સંસ્કૃતિમાંથી પ્રાપ્ત…

વધુ વાંચો >

મિને, જ્યૉર્જ

મિને, જ્યૉર્જ (જ. 30 ઑગસ્ટ 1866, બેલ્જિયમ; અ. 18 ફેબ્રુઆરી 1941) : બેલ્જિયન શિલ્પી. બેલ્જિયમના પ્રતીકવાદી લેખકો મૉરિસ મેટરલિંક અને એમિલી વેરહારેનને તેમનાં પુસ્તકો માટે તેઓ કાષ્ઠછાપ (wood cut) વડે પ્રસંગચિત્રો તૈયાર કરી આપતા. આ લેખકોએ તેનો ‘લ વિન્ગ’ (The Twenty) નામના આધુનિક કલાકારોના જૂથ સાથે પરિચય કરાવ્યો. આ જૂથના…

વધુ વાંચો >

મિનોઅન કલા

મિનોઅન કલા (Minoan Art) : ભૂમધ્ય સાગરમાં ગ્રીસ નજીક ઇજિયન (Aegean) સમુદ્રકાંઠાના ક્રીટ (Crete) ટાપુની પ્રાચીન કલા. ક્રીટના સમૃદ્ધ રાજા મિનોસ(Minos)ના નામ ઉપરથી આ ટાપુની સંસ્કૃતિ અને કલા ‘મિનોઅન’ નામે ઓળખ પામી. ગ્રીક મહાકવિ હોમરનાં મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઓડિસિ’માં આ ટાપુ અને તેની સંસ્કૃતિના ઉલ્લેખો ટ્રોજન યુદ્ધના સંદર્ભે મળે છે.…

વધુ વાંચો >

મિસ્ત્રી, ત્રિકમલાલ જીવણલાલ

મિસ્ત્રી, ત્રિકમલાલ જીવણલાલ (જ. 1 ઑગસ્ટ 1939, ઘોડાસર, તા. મહેમદાવાદ, જિ. ખેડા) : ગુજરાતના જાણીતા કાષ્ઠશિલ્પી. સુથારી કામના કસબી પરિવારમાં જન્મ. પિતા એક જમાનામાં ઘોડાસર રાજ્યનું રાચરચીલું બનાવતા. પિતાનો કલાવારસો પુત્ર ત્રિકમલાલને ગળથૂથીમાંથી જ મળેલો. કલાની તાલીમ લેવા તેમના પિતાએ તેમને વડોદરામાં સોમનાથભાઈ મેવાડાને ત્યાં મોકલ્યા. ત્યારબાદ તેઓ પંચમહાલ જિલ્લાના…

વધુ વાંચો >

મિસ્ત્રી, ધ્રુવ

મિસ્ત્રી, ધ્રુવ (જ. 1957, કંજરી, ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતી શિલ્પી. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી શિલ્પકલામાં 1979માં સ્નાતક અને 1981માં અનુસ્નાતક થયા. આ પછી બ્રિટિશ કાઉન્સિલ સ્કૉલરશિપ મળતાં બ્રિટન જઈ લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટ્સમાંથી 1983માં શિલ્પકલામાં અનુસ્નાતકની પદવી મેળવી. 1984 અને ’85 દરમિયાન તેઓ કેમ્બ્રિજની…

વધુ વાંચો >

મુખરજી, મીરાં

મુખરજી, મીરાં (જ. 12 મે 1923, કોલકાતા; અ. 27 જાન્યુઆરી 1998 કૉલકાતા) : આધુનિક ભારતીય મહિલા-શિલ્પી. 14 વરસની ઉંમરે ‘ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિયેન્ટલ આર્ટ’માં દાખલ થયાં અને ત્યાં 1941 સુધી અભ્યાસ કર્યો. 1947માં ‘દિલ્હી પૉલિટેકનિક’માં જોડાઈ ત્યાંથી શિલ્પમાં ડિપ્લોમા મેળવ્યો. આ પછી શાંતિનિકેતનમાં કાર્યશીલ ઇન્ડોનેશિયન ચિત્રકાર એફૅન્ડી હેઠળ બે વરસ…

વધુ વાંચો >