Sanskrit literature

સીતા

સીતા : વાલ્મીકિના મહાકાવ્ય ‘રામાયણ’ની નાયિકા. વિદેહરાજ સીરધ્વજ જનકની પુત્રી, ઇક્ષ્વાકુવંશીય રામ દાશરથિની પત્ની. રામ રામાયણકથાના નાયક તો સીતા નાયિકા. રામ એકપત્નીવ્રતધારી હતા તો સીતા સતી, પતિવ્રતા — ભારતીય સ્ત્રીજાતિની એકનિષ્ઠા-પવિત્રતાની જ્વલન્ત પ્રતિમા. એક વાર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં યજ્ઞભૂમિ ખેડતાં જનકને ભૂમિમાંથી મળેલી બાલિકાને સ્વપુત્રી ગણીને ઉછેરી અને ‘સીતા’ એવું…

વધુ વાંચો >

સુધાલહરી

સુધાલહરી : સંસ્કૃત સાહિત્યમાં પંડિતરાજ જગન્નાથે રચેલું સ્તોત્રકાવ્ય. પંડિતરાજ જગન્નાથે ‘લહરીપંચક’ સ્તોત્ર રચ્યું છે. તેમાં (1) ગંગાલહરી, (2) અમૃતલહરી (= યમુનાલહરી), (3) કરુણાલહરી, (4) લક્ષ્મીલહરી અને (5) સુધાલહરી — એમ પાંચ લહરીકાવ્યોનો સમાવેશ થાય છે. ‘સુધાલહરી’માં સૂર્યની સ્તુતિ છે. તેમાં સ્રગ્ધરા છંદમાં રચાયેલાં 30 પદ્યો છે. આમ આ લહરી ‘અમૃતલહરી’થી…

વધુ વાંચો >

સુબુદ્ધિ મિશ્ર

સુબુદ્ધિ મિશ્ર : સોળમા સૈકામાં થઈ ગયેલા એક નૈયાયિક અને આલંકારિક. સુબુદ્ધિ મિશ્ર મહેશ્વર ન્યાયાલંકાર તરીકે પણ પ્રસિદ્ધ હતા. તેમણે વામનાચાર્ય ઉપર ‘આદર્શ’ નામે ટીકાગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ કોલકાતાથી પ્રકાશિત થયો હોવાનું શ્રી એમ. કૃષ્ણાયાચારિયરે સંસ્કૃતસાહિત્યના ઇતિહાસમાં નોંધ્યું છે. તેમના જીવન અને સાહિત્યોપાસના વિશે અન્ય કોઈ વિગતો મળતી નથી.…

વધુ વાંચો >

સુભટ

સુભટ : સંસ્કૃત નાટ્યકાર. સુભટના જીવન વિશે થોડીક માહિતી મળે છે. તેઓ ‘દૂતાંગદ’ નામના સંસ્કૃત નાટકના લેખક હતા. ભવભૂતિ અને રાજશેખર જેવા નાટ્યકારો પાસેથી શ્લોકો સ્વીકારી તેમણે પોતાનું નાટક રચ્યું હોવાથી તેની પ્રસ્તાવનામાં લેખક સુભટ તેને ‘છાયાનાટક’ એવા નામથી ઓળખાવે છે. તેઓ ગુજરાતી હતા અને સોલંકીકાળના ગુજરાતમાં થઈ ગયા. તેમણે…

વધુ વાંચો >

સુભાષિત

સુભાષિત : રમણીય કે ડહાપણભરી ઉક્તિ, સારી રીતે કહેવામાં આવેલી વાત કે સૂક્તિ. કવિને સ્વપરના જીવનના અનુભવોમાં જે સાર જડે તેને અસરકારક રીતે પ્રાય: સ્વતંત્ર મુક્તકમાં વ્યક્ત કરે તે સુભાષિત હોય છે. ક્યારેક મોટા પ્રબંધમાં પણ સુભાષિત હોઈ શકે અને તેને દીર્ઘ કાવ્યપ્રવાહમાંથી અલગ તારવીને મુક્તક રૂપે પણ રજૂ કરાય…

વધુ વાંચો >

સૂત્ર (વ્યાકરણ ખ્યાલ)

સૂત્ર (વ્યાકરણ ખ્યાલ) : શાસ્ત્રના નિયમને રજૂ કરતું સંક્ષિપ્ત ગદ્યવાક્ય. શાસ્ત્રનો નિયમ સરળતાથી યાદ રહી જાય એટલા માટે તેને ટૂંકમાં કહેવામાં આવે તેને સૂત્ર કહે છે. આમ સૂત્ર ઓછામાં ઓછા અક્ષરોનું બનેલું હોય છે તેમ છતાં તેના અર્થમાં સંદેહ હોતો નથી. સૂત્ર ઓછા અક્ષરોવાળું હોવાથી સારરૂપ હોય છે છતાં તે…

વધુ વાંચો >

સૂર્યાચન્દ્રમસૌ

સૂર્યાચન્દ્રમસૌ : સૂર્ય અને ચંદ્ર દેવતાદ્વન્દ્વ. દેવતાદ્વન્દ્વ સમાસ પ્રમાણે સૂર્ય અને ચંદ્રનો નિર્દેશ અહીં થયેલો છે. સૂર્ય અને ચંદ્ર ખગોળની દુનિયાના બે પ્રધાન ગ્રહો છે. દેવતાઓની દુનિયાના બે મુખ્ય દેવ છે. જ્યોતિર્મય પદાર્થોમાં બે મહત્ત્વના પદાર્થો કે તત્ત્વો છે. સૂર્ય સ્થાવર અને જંગમ સૃષ્ટિનો આત્મા છે તો ચંદ્ર મન છે.…

વધુ વાંચો >

સૂર્યાસાવિત્રી

સૂર્યાસાવિત્રી : ઋગ્વેદની એક ઋષિકા. ऋषि: किल दर्शनात् અનુસાર શ્રવણ, મનન અને નિદિધ્યાસનના અંતે સમાધિ અવસ્થામાં મંત્રોનું મનન અને દર્શન કરવાથી ઋષિ બને છે. ઋષિ જ ક્રાન્તદર્શનને લીધે કવિ કહેવાય છે. તેના દર્શનને પરિષ્કૃત કરવાથી તે ‘કારુ’ કહેવાય છે. આમાં સાક્ષાત્કૃતધર્મા ઋષિ સર્વશ્રેષ્ઠ છે. ऋषी गतौ અનુસાર ऋष् ધાતુ ગત્યર્થક…

વધુ વાંચો >

સૃષ્ટિ-સર્જન વિષયક પૌરાણિક કથાઓ

સૃષ્ટિ–સર્જન વિષયક પૌરાણિક કથાઓ : પુરાણોમાં આવતી સૃષ્ટિની ઉત્પત્તિ વિશેની કથાઓ. પૃથ્વીના નકશા ઉપર નજર નાખતાં જણાય છે કે એક કાળે બધા ભૂમિભાગો જોડાયેલા હશે. ધ્રુવનાં સ્થળો પણ બદલાઈ ચૂક્યાં છે. નૅશનલ જિયૉફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપક ડૉ. જે. જી. નેગી અને તેમના શોધછાત્ર શ્રી આર. કે. તિવારીએ તારવ્યું છે કે…

વધુ વાંચો >

સેશ્વરવાદ

સેશ્વરવાદ : જુઓ ઈશ્વર.

વધુ વાંચો >