Sanskrit literature
પ્રબન્ધકોશ (1349)
પ્રબન્ધકોશ (1349) : ગુજરાતના પ્રસિદ્ધ પુરુષોનાં ચરિત અંગે સંસ્કૃતમાં લખાયેલા 24 પ્રબન્ધોનો સંગ્રહ. કર્તા રાજશેખરસૂરિ. જૈન પ્રબન્ધગ્રંથોમાં જિનભદ્ર-કૃત ‘પ્રબન્ધાવલી’ (ઈ. સ. 1234), મેરુતુંગાચાર્યરચિત ‘પ્રબન્ધચિન્તામણિ’ (ઈ. સ. 1305) અને રાજશેખરસૂરિ-કૃત ‘પ્રબન્ધકોશ’ કે ‘ચતુર્વિશતિપ્રબન્ધ’ (ઈ. સ. 1349) સુપ્રસિદ્ધ છે. રાજશેખરસૂરિ હર્ષપુરીય મલધારી ગચ્છના શ્રી તિલકસૂરિના શિષ્ય હતા. એમણે ‘ષડ્દર્શનસમુચ્ચય’ વગેરે દાર્શનિક ગ્રંથો…
વધુ વાંચો >પ્રબોધચંદ્રોદય
પ્રબોધચંદ્રોદય : સંસ્કૃત ભાષામાં લખાયેલું શ્રીકૃષ્ણમિશ્ર યતિનું રૂપકાત્મક નાટક. રચનાકાળ : અગિયારમી સદી. કે. એસ. શાસ્ત્રી દ્વારા તેનું સંપાદન કરાતાં ત્રિવેન્દ્રમથી 1936માં પ્રકાશિત થયું. વળી નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ દ્વારા પણ તેનું પ્રકાશન થયું છે. એવી માન્યતા છે કે ચંદેલનરેશ મહારાજ કીર્તિવર્મા (1048–1116), ચેદીરાજ કર્ણ પર વિજય પ્રાપ્ત કરવામાં થયેલા રક્તપાતથી…
વધુ વાંચો >પ્રવર
પ્રવર : બ્રાહ્મણ જે વંશમાં જન્મ્યો હોય તે વંશના સર્વપ્રથમ ઋષિઓનાં નામો. વૈદિક યુગમાં પોતાની ઓળખાણ આપવા માટે ગોત્ર અને પ્રવર કહેવામાં આવતાં. ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ગુરુનાં ગોત્ર અને પ્રવર વડે પોતાની ઓળખાણ આપતા. બાળક ગુરુ પાસે ભણવા જાય ત્યારે અને સંધ્યા, યજ્ઞ વગેરે ધાર્મિક વિધિ વખતે ગોત્ર અને…
વધુ વાંચો >પ્રશ્નોપનિષદ
પ્રશ્નોપનિષદ : જુઓ ઉપનિષદ
વધુ વાંચો >પ્રસન્નરાઘવ (તેરમી સદીનો પૂર્વાર્ધ)
પ્રસન્નરાઘવ (તેરમી સદીનો પૂર્વાર્ધ) : જયદેવે રચેલું રામકથા પરનું સંસ્કૃત નાટક. સાત અંકનું બનેલું આ નાટક વાલ્મીકિના રામાયણ પર આધારિત હોવા છતાં મૂળ કથાનકમાં જયદેવે ઘણાં પરિવર્તનો કરીને અદભુત નાટકીય અસરો ઉપજાવી છે. નાટ્યકાર જયદેવે પ્રસ્તાવનામાં આપેલા પોતાના પરિચય મુજબ તેઓ કૌણ્ડિન્ય ગોત્રના હતા. સુમિત્રા અને મહાદેવના તેઓ પુત્ર હતા.…
વધુ વાંચો >પ્રસ્તાવના
પ્રસ્તાવના : સંસ્કૃત નાટકમાં નાંદી પછી આવતો અને નાટ્યવસ્તુનું સૂચન કરતો પ્રારંભનો ભાગ. નાટ્યશાસ્ત્રમાં આપેલી તેની વ્યાખ્યા મુજબ તેમાં નટોનો ઉપરી સૂત્રધાર પોતાની પત્ની નટી કે પોતાના સહાયક વિદૂષક કે પારિપાર્શ્વિક સાથે નાટકના મુખ્ય કથાનકનું સૂચન કરતી કુશળતાભરી વાતચીત કરે છે. એ વાતચીતમાં ઋતુવર્ણન, સંગીત, નાટક અને નાટ્યકારનો પરિચય તથા…
વધુ વાંચો >પ્રહેલિકા
પ્રહેલિકા : કવિના અભિપ્રેત અર્થને સમજવો મુશ્કેલ પડે તેવી ચતુરાઈભરી કાવ્યરચના. એમાં ચિત્ર નામનો અલંકાર અને અર્થચિત્ર પ્રકારનું કાવ્ય બંને અસ્તિત્વ ધરાવે છે. તે ચોસઠ કળાઓમાંની એક કળા છે, કારણ કે તેનાથી માણસની ચતુરાઈ કે બુદ્ધિ જણાઈ આવે છે. પ્રહેલિકામાં કોઈક કોયડો રજૂ થાય છે અને તેમ કરી બીજા લોકોને…
વધુ વાંચો >પ્રાકૃતમણિદીપ
પ્રાકૃતમણિદીપ : સંસ્કૃતમાં લખાયેલો પ્રાકૃત વ્યાકરણનો ગ્રંથ. બીજું નામ ‘પ્રાકૃતમણિદીપિકા’. લેખક સુપ્રસિદ્ધ શૈવ વેદાન્તી અપ્પય્ય દીક્ષિત (1553–1636). સંપાદક : ટી.ટી. શ્રીનિવાસ ગોપાલાચાર્ય. પ્રકાશક : મૈસૂર વિશ્વવિદ્યાલયનું ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, 1953. પુષ્પવનનાથ, વરરુચિ અને અપ્પય્ય દીક્ષિતના ‘વાર્તિકાર્ણવભાષ્ય’ વગેરેમાં ઘણો વિસ્તાર થયો હોવાથી સંક્ષેપમાં રુચિ ધરાવનારા માટે આ નાનકડી ‘મણિદીપિકા’ લખી છે.…
વધુ વાંચો >પ્રાતિશાખ્ય
પ્રાતિશાખ્ય : વૈદિક વ્યાકરણને લગતા ગ્રંથો. વેદના મંત્રોમાં સંધિ વગેરે ફેરફારો અને પદપાઠ કરવામાં થતા ફેરફારો વિશે પ્રાતિશાખ્ય ગ્રંથોમાં નિયમો આપવામાં આવ્યા છે. શબ્દની પ્રકૃતિ, પ્રત્યયો, તેનો અર્થ અને તેની વ્યુત્પત્તિ – એ બાબતો વ્યાકરણ અને નિરુક્ત એ બે વેદાંગોમાં આપેલી હોવાથી પ્રાતિશાખ્ય ગ્રંથોમાં એની ચર્ચા આપી નથી. ‘ઋક્પ્રાતિશાખ્ય’માં છંદ,…
વધુ વાંચો >પ્રિયદર્શિકા
પ્રિયદર્શિકા : સ્થાણ્વીશ્વર/કનોજના વિખ્યાત સમ્રાટ હર્ષવર્ધન વિક્રમાદિત્ય(રાજ્યકાળ : ઈ. સ. 606–648)ની રચેલી પ્રણયરંગી નાટિકા. તેમાં વત્સદેશના પ્રખ્યાત પ્રેમી રાજા ઉદયનની પ્રણયકથા છે. નાટકના આરંભે વિષ્કમ્ભકમાં અંગદેશના રાજા ર્દઢવર્માનો કંચુકી જણાવે છે કે રાજા ર્દઢવર્મા પોતાની પુત્રી પ્રિયદર્શિકા રાજા ઉદયનને વરાવવા ઇચ્છતા હતા, તેથી તેમણે કલિંગરાજનું માગું પાછું ઠેલ્યું. એટલે કલિંગરાજે…
વધુ વાંચો >