Sanskrit literature

ગીતગોવિન્દ

ગીતગોવિન્દ (ઈ. સ. બારમી સદી) : મહાકવિ જયદેવકૃત કાવ્યરચના. સંસ્કૃતના ઊર્મિકાવ્યનો તે ઉત્તમ નમૂનો છે, તેમાં કૃષ્ણની લીલાઓનું અમરગાન પ્રાપ્ત થાય છે. તેનું સ્વરૂપ એકદમ અનોખું છે. તેમાં ઊર્મિગીત અને પદ્યનાટક વચ્ચેનો સુભગ સમન્વય સધાયો જણાય છે, જે તેને અનન્યતા અર્પે છે. રાધા અને કૃષ્ણના અમર પ્રેમના કલાત્મક ગાનરૂપ આ…

વધુ વાંચો >

ગુણ (કાવ્યમાં)

ગુણ (કાવ્યમાં) : ગદ્યાત્મક કે પદ્યાત્મક દૃશ્ય-શ્રવ્ય કાવ્યમાં ઉચિત શબ્દ, અર્થ અને પરિસ્થિતિજન્ય વિવિધ પ્રકારની રમણીયતા. ગુણો વડે કાવ્યમાં શૈલી અથવા રીતિનું નિર્માણ થાય છે. ભરતમુનિ પૂર્વે ગુણો અને શૈલીની રૂપરેખા તૈયાર થયેલી હશે. તેમનો સ્પષ્ટ સ્વીકાર ભરતથી થયો. ભરતમુનિએ (ઈ. સ. 300) પોતાના નાટ્યશાસ્ત્રમાં શ્લેષ, પ્રસાદ, સમતા, સમાધિ, માધુર્ય,…

વધુ વાંચો >

ગુણચંદ્ર (બારમી શતાબ્દી)

ગુણચંદ્ર (બારમી શતાબ્દી) : આચાર્ય હેમચંદ્રના બે શિષ્યો : રામચંદ્ર અને ગુણચંદ્ર પૈકીના બીજા શિષ્ય. ગુણચંદ્રે રામચંદ્રની સાથે સંયુક્ત રીતે સંસ્કૃતમાં ‘નાટ્યદર્પણ’ અને ‘દ્રવ્યાલંકાર’ની રચના કરી છે. ‘નાટ્યદર્પણ’ સંસ્કૃત નાટ્યશાસ્ત્રનો ગ્રંથ છે. તેમાં 207 કારિકા અને વૃત્તિ છે. તેમાં રૂપકપ્રકાર, વૃત્તિ, રસ, ભાવ, અભિનય, નાયક-નાયિકાભેદ વગેરેનું શાસ્ત્રીય નિરૂપણ છે. ‘દ્રવ્યાલંકાર’…

વધુ વાંચો >

ગુણવિષ્ણુ

ગુણવિષ્ણુ : છાન્દોગ્યમંત્રભાષ્ય ગ્રંથના કર્તા. આ છાન્દોગ્ય ઉપનિષદ પરનું ભાષ્ય નથી; પરંતુ સામવેદની કૌથુમ શાખાના મંત્રો પરનું ભાષ્ય છે. આમાંના મોટા ભાગના મંત્રો સામવેદના મંત્ર બ્રાહ્મણમાં મળી આવે છે. જે મંત્રો નથી મળતા તે માટે આ ગ્રંથના સંપાદક શ્રી દુર્ગમોહન ભટ્ટાચાર્યનો મત છે કે એ કોઈ લુપ્ત સામમંત્રો હશે. ગુણવિષ્ણુ…

વધુ વાંચો >

ગુરુ

ગુરુ : વેદ, શાસ્ત્ર અને લૌકિક વિદ્યા ભણાવે તે સામાન્ય અર્થમાં ગુરુ કહેવાય. गुणाति उपदिशति इति गुरु: એવી આ શબ્દની વ્યુત્પત્તિ આ અર્થનું સમર્થન કરે છે. ગુ – અજ્ઞાન, રુ – રોકનાર. અજ્ઞાનને રોકનાર નિર્વચન પણ અપાયું છે. ઉપદેશના ક્ષેત્રમાં વેદ, શાસ્ત્ર, પુરાણ, કાવ્ય, અધ્યાત્મવિદ્યા, ધર્મ, વ્યવહાર અને સર્વ વિષયો…

વધુ વાંચો >

ગૃત્સમદ

ગૃત્સમદ : એક મંત્રદ્રષ્ટા. ગૃત્સ એટલે પ્રાણ અને મદ એટલે અપાન. ગૃત્સમદમાં આ બંને વાયુઓની સમાનતા હતી તેથી તે એ નામે ઓળખાયા એમ ઐતરેય બ્રાહ્મણમાં કહ્યું છે. ઋક્સંહિતાનું દ્વિતીય મંડળ ગૃત્સમદનું કુલમંડલ છે. ગૃત્સમદ અંગિરસ ગોત્રીય શુનહોત્રના ઔરસપુત્ર હતા, અને પછી ભૃગુ કુલના શુનકે તેમને દત્તક લીધા. અનુક્રમણિકામાં તેમનો ‘અંગિરસ…

વધુ વાંચો >

ગૃહદેવ અથવા ગૃહદેવસ્વામી

ગૃહદેવ અથવા ગૃહદેવસ્વામી (વિક્રમની આઠમી સદી પહેલાં) : વેદના એક ભાષ્યકાર. સુપ્રસિદ્ધ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના પ્રવર્તક રામાનુજાચાર્યે પોતાના વેદાર્થસંગ્રહમાં પૂર્વના વેદ અને વેદાન્તના આચાર્યોનાં જે નામોનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે તેમાં એક નામ ગૃહદેવનું આવે છે. દેવરાજ યજવાએ નિઘણ્ટુના ભાષ્યની ભૂમિકામાં વેદભાષ્યકાર તરીકે ગૃહદેવનો ઉલ્લેખ કર્યો છે. વળી નિઘણ્ટુ 1-3-14નો गरगिर:…

વધુ વાંચો >

ગોભિલ ગૃહ્યસૂત્ર

ગોભિલ ગૃહ્યસૂત્ર : જુઓ કલ્પસૂત્ર.

વધુ વાંચો >

ગોલ્ડસ્ટ્યુકર થિયૉડૉર

ગોલ્ડસ્ટ્યુકર થિયૉડૉર (જ. 18 જાન્યુઆરી 1821, કેનિગ્સબર્ગ, જર્મની; અ. 6 માર્ચ 1872, લંડન) : જર્મનીના સંસ્કૃત ભાષા-સાહિત્યના વિદ્વાન. કેનિગ્સબર્ગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી પૅરિસ જઈ તેમણે સંસ્કૃત હસ્તપ્રતોનો અભ્યાસ કર્યો. 1850માં ઇંગ્લૅન્ડ આવી 1851થી મૃત્યુ પર્યંત લંડનની યુનિવર્સિટી કૉલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું. પતંજલિના વ્યાકરણ મહાભાષ્યનો કોઈની મદદ વગર…

વધુ વાંચો >

ગોવિંદ ભટ્ટ

ગોવિંદ ભટ્ટ (ઈ. સ.ની ચૌદમી સદી) : વેદભાષ્યકાર. ગોવિંદ ભટ્ટે ઋગ્વેદના આઠમા અષ્ટક પર ‘શ્રુતિવિકાસ’ નામના ભાષ્યની રચના કરી છે. હજુ સુધી આ ભાષ્ય અમુદ્રિત છે એની નોંધ ‘વૈદિક વાઙમય કા ઇતિહાસ’માં પંડિત ભગવદદત્તે આપી છે. આની હસ્તપ્રત વારાણસીના સરસ્વતીભવનમાં છે. તેની પુષ્પિકા પરથી સ્પષ્ટ થાય છે કે આ ભાષ્યની…

વધુ વાંચો >