Religious mythology
સહજયાન
સહજયાન : બૌદ્ધ ધર્મની એક શાખા. બૌદ્ધ ધર્મની તાંત્રિક સાધનામાં સરહપાદ અને લુઇપાદ જેવા સિદ્ધાચાર્યોએ સહજયાન પ્રવર્તાવ્યો. એમણે પોતાની રચનાઓ લોકભાષામાં કરી. સહજયાનના સિદ્ધાંતોમાં મહાસુખને પરમ તત્ત્વ ગણવામાં આવ્યું છે. સાધક પરમાવસ્થા પ્રાપ્ત થતાં મહાસુખમાં એવો લીન થઈ જાય છે કે જાણે પોતે મહાસુખમય બની જાય છે. મહાસુખ તત્ત્વ અનિર્વચનીય…
વધુ વાંચો >સહજિયા પંથ
સહજિયા પંથ : મધ્યકાલીન ભારતનો એક ધાર્મિક પંથ. બંગાળમાં સહજિયા પંથનો પ્રસાર વિવિધ સ્તરોના લોકોમાં જોવા મળે છે. આ પંથના અનુયાયીઓ દિવ્ય પ્રેમના રાગાનુગી (માધુર્ય ભાવ) આદર્શમાં શ્રદ્ધા ધરાવે છે. આથી તેઓ વૈધિક કે બાહ્ય પૂજા-ભક્તિને મહત્ત્વ આપતા નથી. સહજિયા પંથના ગ્રંથ ‘રૂપાનુગભજનદર્પણ’માં ‘સહજ’ સંજ્ઞાને આ પ્રમાણે સમજાવવામાં આવી છે…
વધુ વાંચો >સહજોબાઈ
સહજોબાઈ (જ. 1683, ડેહરા, મેવાત, રાજસ્થાન; અ. 1763 : દિલ્હીના સંત ચરણદાસનાં શિષ્યા. આજીવન બ્રહ્મચારી રહી સંતજીવન ગુરુઆશ્રમમાં ગાળ્યું. તેમણે ‘સહજપ્રકાશ’ ગ્રંથની રચના 1743માં કરેલી. ‘શબ્દ’ અને ‘સોલહતત્વપ્રકાશ’ પણ એમની રચનાઓ મનાય છે. ગુરુની મહત્તા, નામ-માહાત્મ્ય, અજપાજપ, સંસારનું મિથ્યાત્વ, સંસાર-પ્રપંચથી દૂર રહેવાની ચેતવણી, કામ, ક્રોધ, લોભ, મોહ-માન વગેરેનો ત્યાગ કરવો,…
વધુ વાંચો >સહદેવ
સહદેવ : ‘મહાભારત’નું એક મહત્ત્વનું પાત્ર. પાંચ પાંડવોમાં સૌથી નાનો. હસ્તિનાપુરનરેશ પાંડુની નાની પત્ની માદ્રીએ પતિની સંમતિથી અશ્ર્વિનીકુમારોના મંત્ર દ્વારા બે પુત્રો પ્રાપ્ત કરેલા : નકુલ અને સહદેવ. સ્વરૂપ, પરાક્રમ અને સ્વભાવમાં બંને સરખા હોઈ એમની જોડી અભેદ્ય ગણાતી. સહદેવના જન્મસમયે તેની મહત્તા વર્ણવતી આકાશવાણી થયેલી. સંસ્કાર : તેના ઉપનયનાદિ…
વધુ વાંચો >સંઘ
સંઘ : જૈન અને બૌદ્ધ ધર્મમાં પ્રચલિત શબ્દ. ‘સંઘ’ શબ્દના શબ્દ-કોશોમાં ત્રણ અર્થ જોવા મળે છે, જ્યાં (1) સમૂહ, ટોળું. (2) એકીસાથે રહેતો માનવસમૂહ. (3) સતત સંપર્ક. ‘ભૂતવિશેષસંઘ’, ‘ગંધર્વયક્ષાસુરસંઘ’, ‘મહર્ષિસિદ્ધસંઘ’, ‘સિદ્ધસંઘ’, ‘સુરસંઘ’ અને ‘અવનિપાલસંઘ’ જેવા શબ્દો અનુક્રમે ગીતાના 11, 15 22 22 36 21 26 શ્લોકોમાં આવે છે. આમાં ‘ભૂતવિશેષસંઘ’માં…
વધુ વાંચો >સંત
સંત : સારો ધાર્મિક માણસ. ‘સંત’ શબ્દના મૂળમાં સં. सत् શબ્દ છે, એ अस् (હોવું) બીજા ગણના ક્રિયાર્થક ધાતુનું વર્તમાન કૃદંત છે, જે ‘હોતું હોનાર’, ‘છેસ્થિતિ છે, વર્તમાન’ એવા અર્થ આપે છે. અતિ પ્રાચીન કાલથી ‘સદા વર્તમાન સત્ત્વ’ને માટે એ રૂઢ છે. ‘एकं सत् विप्रा बहुधा वदन्ति’ એ વેદવાક્ય ઘણું…
વધુ વાંચો >સંત દેવચંદ્રજી
સંત દેવચંદ્રજી (જ. ઈ. સ. 1582, ઉમરકોટ, સિંધ, હાલ પાકિસ્તાન; અ. 1655) : પ્રણામી અથવા નિજાનંદ સંપ્રદાયના સ્થાપક. યુવાન વયે તેઓ આત્મજ્ઞાનની ખોજમાં સિંધ છોડીને કચ્છમાં આવ્યા. કચ્છમાં આશરે દસ વર્ષ સુધી નિવાસ કર્યા બાદ ત્યાંથી તેઓ જામનગર આવ્યા. જામનગરમાં કાનજી ભટ્ટ નામના પંડિત પાસેથી ભાગવતનું જ્ઞાન મેળવ્યું તથા નિજાનંદ…
વધુ વાંચો >સંત પ્રાણનાથજી
સંત પ્રાણનાથજી (જ. 1618, જામનગર; અ. 1695, પન્ના, બુંદેલખંડ) : પ્રણામી અથવા નિજાનંદ સંપ્રદાયના સ્થાપક સંત દેવચંદ્રજીના પટ્ટ શિષ્ય. પિતા કેશવ ઠક્કર, માતા ધનબાઈ, જ્ઞાતિ લોહાણા. તેમનું બાળપણનું નામ મહેરાજ હતું. ઈ. સ. 1631માં દીક્ષા લઈ ‘પ્રાણનાથ’ નામ ધારણ કર્યું. તેઓ બુંદેલખંડના રાજા છત્રસાલના ગુરુ હતા. ઉત્તર ભારતમાં આ સંપ્રદાયનો…
વધુ વાંચો >સંત મલૂકદાસ
સંત મલૂકદાસ (જ. 1574, કડા, અલાહાબાદ, ઉત્તરપ્રદેશ; અ. 1682) : મધ્યયુગીન હિંદી સંત કવિ. તેમના પિતાનું નામ સુંદરદાસ ખત્રી હતું. બાળપણથી જ તેમનામાં દૈવી પ્રેમ અને સંન્યાસ માટેની ઇચ્છાનાં લક્ષણો જોવા મળતાં હતાં. તેઓ કાવ્યની ‘નિર્ગુણ શાખા’ના મુખ્ય સંત છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, સત્ય, અહિંસા, કરુણા અને ક્ષમા તેમના કાવ્યના…
વધુ વાંચો >સંત સુંદરદાસ
સંત સુંદરદાસ (જ. 1596, દ્યૌસાનગર, જયપુર રાજ્યની પ્રાચીન રાજધાની, રાજસ્થાન; અ. 1689, સાંગાનેર) : મધ્યયુગીન હિંદી સંત-કવિ. તેમનો જન્મ ખંડલેવાલ વૈશ્ય પરિવારમાં થયો હતો. તેમનાં માતાનું નામ સતી અને પિતાનું નામ પરમાનંદ હતું. તેમણે 6 વર્ષની વયે જ દાદૂ દયાલનું શિષ્યત્વ ગ્રહણ કરેલું. તેઓ ખૂબ સુંદર હોવાથી દાદૂ દયાળે તેમનું…
વધુ વાંચો >