Religious mythology
માર્સ
માર્સ : પ્રાચીન રોમન દેવતા. આ દેવતાને નગરના સંરક્ષક–અધિષ્ઠાતા તરીકે માનવામાં આવતા અને સાથે સાથે યુદ્ધના દેવતા તરીકે પણ એમની ગણના થતી હતી. રોમનો ગ્રીક પ્રજાના દેવતા એરીસ સાથે એમનો ઘનિષ્ઠ સંબંધ જુએ છે. સૅબાઇન ભાષામાં અને ઓસ્કાન ભાષામાં માર્સનું નામ મેમર્સ હતું અને માર્સ એ મેવર્સ કે મેયૉર્સનું સંક્ષિપ્ત…
વધુ વાંચો >મા શારદામણિદેવી
મા શારદામણિદેવી (જ. 1853, બાંકુડા, જયરામવાડી, પં. બંગાળ; અ. 20 જુલાઈ 1920, કોલકાતા) : આધુનિક ભારતનાં અગ્રણી મહિલા-સંતોમાંનાં એક. રામકૃષ્ણ પરમહંસનાં સહધર્મચારિણી. પિતાનું નામ રામચંદ્ર મુખોપાધ્યાય. માતાનું નામ શ્યામસુંદરીદેવી. દંપતી ધનની બાબતે દરિદ્ર હતાં, પણ સંસ્કાર તથા ધર્મભાવનામાં અતિસમૃદ્ધ હતાં. કહે છે કે દંપતીને સ્વપ્નમાં એક સુંદર બાલિકાએ દેખા દઈને…
વધુ વાંચો >મા સર્વેશ્વરી
મા સર્વેશ્વરી (જ. 13 નવેમ્બર 1943; કપૂરા, જિ. સૂરત) : ભારતનાં એક અગ્રગણ્ય સિધ્ધસંત. પૂર્વાશ્રમનું નામ સરોજબહેન ભક્ત. રામકબીર ભક્ત સમાજના સંસ્કારી, પ્રભુપ્રેમી અને સંપૂર્ણ રાષ્ટ્રપ્રેમે રંગાયેલા કુટુંબમાં, પિતા કાલિદાસભાઈ ભક્ત અને માતા ભીખીબાનાં સૌથી નાનાં પુત્રી. પૂ. શ્રી યોગેશ્વરજીએ 1978માં એમને ‘સર્વેશ્વરી’ નામ અર્પણ કર્યું, ત્યારથી એ નામે તેઓ…
વધુ વાંચો >માહેશ્વર સંપ્રદાય
માહેશ્વર સંપ્રદાય : જુઓ પાશુપત સંપ્રદાય.
વધુ વાંચો >માંડુકાયનસંહિતા
માંડુકાયનસંહિતા : જુઓ ઋગ્વેદ
વધુ વાંચો >મિકાડો-પૂજા
મિકાડો-પૂજા : જાપાનના સમ્રાટની પૂજા. જાપાનના સમ્રાટનું બિરુદ મિકાડો છે. મિકાડો દેવનો અવતાર છે, તેમની સત્તા પણ દેવના જેવી છે એવી દૃઢ માન્યતા જાપાની પ્રજામાં પ્રવર્તે છે. પવિત્રતા એ શિન્તો ધર્મની નૈતિકતાનો પાયો છે. જાપાનનો રાજા મિકાડો પણ સમસ્ત દેશની શુદ્ધિ-પવિત્રતા માટે તથા પ્રજાના પાપ, ચોરી, વ્યભિચાર, મારામારી વગેરેથી થયેલા…
વધુ વાંચો >મિત્રવૃંદા
મિત્રવૃંદા : અવંતિ નરેશ જયસેનની પુત્રી. તેની માતાનું નામ રાજાધિદેવી હતું અને રાજાધિદેવી શ્રીકૃષ્ણની ફોઈ થતી હતી. તેના પુત્રો અનુવિંદ અને વિંદ પોતાની બહેન મિત્રવૃંદાનાં લગ્ન શ્રીકૃષ્ણ વેરે થાય એ ઇચ્છતા નહોતા. મિત્રવૃંદા માટે સ્વયંવર રચવામાં આવ્યો ત્યારે શ્રીકૃષ્ણે આક્રમણ કરીને એ બંને ભાઈઓને પરાજિત કરી મિત્રવૃંદાનું અપહરણ કર્યું. મિત્રવૃંદાને…
વધુ વાંચો >મિયાણીનું હરસિદ્ધમાતાનું મંદિર
મિયાણીનું હરસિદ્ધમાતાનું મંદિર : મિયાણી (જિ. પોરબંદર) પાસે આવેલ કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધ માતાનું ઉત્તરાભિમુખ મંદિર. આ પ્રાચીન મંદિર મૂળમાં સોલંકી કાળનું શૈવ મંદિર હોવાનું જણાય છે. મંદિરના ગર્ભગૃહના ભોંયતળિયામાં આવેલ શિવલિંગ અને જળાધરીને નષ્ટ કર્યાની નિશાનીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. દ્વારશાખાના લલાટબિંબમાં ગણેશનું શિલ્પ અને ઓતરંગમાં નવગ્રહોનો પટ્ટ…
વધુ વાંચો >મુખલિંગમ્
મુખલિંગમ્ : શિવની મુખાકૃતિ ધરાવતું શિવલિંગ. મૂર્તિપૂજા માટે શિવના સકલ દેહને નહિ, પણ એમના લિંગ(મેઢ્ર)ને મૂર્ત સ્વરૂપ આપવામાં આવે છે. શિવલિંગના બે ભાગ – બ્રહ્મભાગ અને વિષ્ણુભાગ – ભૂમિતલ નીચે દટાયેલા હોય છે, જ્યારે સહુથી ઉપલો ભાગ – રુદ્રભાગ ભૂમિતલની ઉપર ર્દષ્ટિગોચર હોય છે. રુદ્રભાગ નળાકાર હોય છે ને એનું…
વધુ વાંચો >મુંડન
મુંડન : હિંદુ ધર્મનો એક વિધિ કે જેમાં મનુષ્યના મસ્તકના વાળને દૂર કરવામાં આવે છે. ધર્મશાસ્ત્રની માન્યતા એવી છે કે મનુષ્યે કરેલાં પાપો મસ્તકના વાળને આશ્રયે રહે છે; આથી જ્યારે વાળને કાઢી નાખવામાં આવે ત્યારે પાપને રહેવાની જગ્યા જ રહેતી નથી અને પરિણામે મનુષ્યનાં પાપ દૂર થઈ જાય છે. બાળક…
વધુ વાંચો >