Religious mythology

મકબરો

મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >

મકેર્યોસ–ત્રીજા

મકેર્યોસ–ત્રીજા (જ. 1913, સાઇપ્રસ; અ. 1977) : મૂળ નામ મિહેલ બ્રિસ્ટોડુલુ મુસ્કૉઝ આર્ચબિશપ તથા સાઇપ્રસના ઑર્થોડૉક્સ ચર્ચના મુખ્ય બિશપ (primate) અને 1966–74ના ગાળાના સાઇપ્રસના પ્રમુખ. પાદરી તરીકે તેમના દીક્ષા-સંસ્કાર 1946માં થયા. 1948માં તેઓ કિટૉનના બિશપ ચૂંટાયા. 1950માં આર્ચબિશપ બન્યા. તેમણે કેન્દ્ર (union) માટેની ચળવળને સુઆયોજિત અને સુગઠિત રીતે સંચાલિત કરી;…

વધુ વાંચો >

મક્કા

મક્કા (Mecca) : ઇસ્લામ ધર્મનું અતિ પવિત્ર સ્થળ. ભૌગોલિક સ્થાન : 27° 20´ ઉ. અ. અને 39° 49´ પૂ. રે. તે પશ્ચિમ અરેબિયામાં છૂટીછવાઈ ટેકરીઓ અને પર્વતોથી વીંટળાયેલા શુષ્ક વેરાન પ્રદેશમાં આવેલું છે. ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પયગંબર(સ.અ.)નું આ જન્મસ્થળ છે. મુસ્લિમો જ્યારે નમાજ પઢે છે ત્યારે તેઓ તેમનો…

વધુ વાંચો >

મખદૂમ શેખ રહમતુલ્લાહ

મખદૂમ શેખ રહમતુલ્લાહ (જ. ?; અ. 3 નવેમ્બર 1472, અમદાવાદ) : પંદરમી સદીના મહાન ઓલિયા. એમના વાલિદસાહેબનું નામ શેખ અઝીઝુલ્લાહ મુવક્કલ હતું. તેઓ મધ્યપ્રદેશમાં માંડુગઢમાં રહેતા હતા. માત્ર બાર વર્ષની ઉંમરથી રોજા રાખવા, આખી રાત ઇબાદતમાં તલ્લીન રહેવું એ એમનો નિત્યક્રમ હતો. બાહ્ય અને આંતરિક જ્ઞાનમાં તેઓ નિપુણ હતા. તેઓ…

વધુ વાંચો >

મઠ

મઠ : સાધુ, સંન્યાસીઓ અને વૈરાગીઓનું ધાર્મિક નિયમાનુસારનું નિવાસસ્થાન. સાધુ-સંતોનાં રહેઠાણ તથા વિદ્યાર્થીઓના અભ્યાસ દરમિયાન રહેવા માટે વિભિન્ન સંપ્રદાયોના મઠ પ્રાચીન સમયથી બનાવવામાં આવે છે. આવા મઠોમાં કોઈ સંપ્રદાયનું મંદિર, દેવની મૂર્તિ, ધાર્મિક ગ્રંથાગાર વગેરે હોય છે તથા મહન્ત અને શિષ્યો ત્યાં રહેતા હોય છે. મઠની માલિકીની જમીન, સંપત્તિ, મકાનો…

વધુ વાંચો >

મત્સ્ય (અવતાર)

મત્સ્ય (અવતાર) : ભારતીય પુરાણો મુજબ ભગવાન વિષ્ણુના દસ મુખ્ય અવતારોમાંનો પ્રથમ અવતાર. તેને લીલાવતાર પણ કહે છે. પુરાણો મુજબ, વિષ્ટણુના 24 અવતારો છે. શ્રીમદભાગવત આમાંથી દશને મુખ્ય ગણે છે. વિષ્ણુએ આ અવતાર ધારણ કર્યો, ત્યારે જે પુરાણનું કથન કર્યું હતું, તે ‘મત્સ્યપુરાણ’ કહેવાય છે. અઢાર મહાપુરાણોમાં ક્રમમાં તે સોળમું…

વધુ વાંચો >

મત્સ્યપુરાણ

મત્સ્યપુરાણ : અઢાર પુરાણોમાંનું એક પુરાણ. તેના 291 અધ્યાયો અને લગભગ 14,૦૦૦ શ્લોકો છે. નારદીય પુરાણના મતે તેના 15,૦૦૦ શ્લોકો છે, અપરાર્કના મતે 13,૦૦૦ શ્લોકો અને દેવીભાગવતના મતે 19,૦૦૦ શ્લોકો છે. ડૉ. વી. રાઘવને મત્સ્યપુરાણની ઉપલબ્ધ પ્રતોમાંથી 3૦ હસ્તપ્રતો પસંદ કરી તેમનું પૂર્વોત્તરીય, પૂર્વીય, પશ્ચિમોત્તરીય, ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય,…

વધુ વાંચો >

મત્સ્યેંદ્રનાથ

મત્સ્યેંદ્રનાથ(નવમી સદી) : નાથ સંપ્રદાયના પ્રવર્તક સિદ્ધયોગી. તેઓ ‘મીનપાલ’, ‘મીનનાથ’, ‘મીનાનાથ’, ‘મચ્છેન્દ્રપા’, ‘મચ્છન્દરનાથ’ના નામે પણ પ્રસિદ્ધ છે. તેમના જીવન વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. તે પરથી જણાય છે કે તેઓ જાતિએ માછીમાર હતા અને પૂર્વ ભારતમાં કામરૂપ અર્થાત આસામ પ્રદેશમાં સંભવત: ચંદ્રગિરિ કે ચંદ્રદ્વીપની  સમીપ લૌહિત્યનદના તટે રહેતા હતા. આ…

વધુ વાંચો >

મધુસૂદનદાસ

મધુસૂદનદાસ : રામાનુજ સંપ્રદાયના વૈષ્ણવ કવિ. મૂળ ઇટાવા(જિ. ઇટાવા)ના નિવાસી માથુર ચોબે મધુસૂદનદાસના ‘રામાશ્વમેધ’ નામે એક માત્ર રચના ઉપલબ્ધ થઈ છે જેનાથી એમની ભારે ખ્યાતિ થઈ છે. કોઈ ગોવિંદદાસ નામની વ્યક્તિની પ્રેરણાથી તેમણે ઈ. સ. 1782માં આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથ પદ્મપુરાણના પાતાલખંડમાં વર્ણિત રામાશ્વમેઘના કથાનક પર આધારિત…

વધુ વાંચો >