Religious mythology

ખ્યાતિ

ખ્યાતિ : ખ્યાતિ એટલે જ્ઞાન. તેના પ્રસિદ્ધિ, પ્રશંસા, કથન, અભિવ્યક્તિ આદિ અન્ય અર્થો છે. તેમાંના પ્રશંસા આદિ અર્થો વ્યવહારમાં પ્રસિદ્ધ છે. દર્શનોમાં ખ્યાતિ શબ્દ જ્ઞાનના અર્થમાં પ્રસિદ્ધ છે. દર્શનોમાં આ શબ્દની જે વિવિધ અર્થચ્છાયાઓ છે તેમાં સૂક્ષ્મ તર્ક દ્વારા વિવિધ પાસાંઓનું દર્શન સૂચવાયું છે. દર્શનોમાં મુખ્યત્વે પાંચ પ્રકારની ખ્યાતિઓ ગણાવી…

વધુ વાંચો >

ખ્રિસ્તી ધર્મ

ખ્રિસ્તી ધર્મ સેમેટિક ધર્મો પૈકીનો એક ધર્મ. આ ધર્મની સ્થાપના ઈસુ ખ્રિસ્તે કરી હતી. ખ્રિસ્તી ધર્મ યહૂદી ધર્મમાંથી પ્રગટ્યો હતો. એટલે કહેવાય છે કે, Christianity was a child of Judaism. શરૂઆતમાં રોમન સામ્રાજ્ય તરફથી ખ્રિસ્તી ધર્મને ઘણી કનડગત સહેવી પડી; પરંતુ ઈ.સ. 314માં સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યારથી તે…

વધુ વાંચો >

ખ્વાજા દાના સાહેબ

ખ્વાજા દાના સાહેબ (જ. -; અ. 1607, સૂરત) : સોળમી સદીના સૂરતના મુસ્લિમ વિદ્વાન, સંત અને શિક્ષક. તેઓ એમના કેટલાક શિષ્યો સાથે બુખારાથી અજમેર થઈને આશરે ઈ. સ. 1549(હી. સં. 956)માં સૂરત આવ્યા અને ત્યાં જ વસ્યા. તેઓ ગરીબ, અપંગ, નિરાધાર અને હાજી લોકોની સેવા કરતા. પોતે પણ હાજી હતા.…

વધુ વાંચો >

ખ્વાજા મોહંમદ માસૂમ સરહિન્દી

ખ્વાજા મોહંમદ માસૂમ સરહિન્દી (જ. 7 મે 1599, સરહિંદ; અ. 17 ઑગસ્ટ 1668, સરહિંદ) : ભારતમાં ખ્યાતિ પામેલ સૂફી સિલસિલામાંના એક સુપ્રસિદ્ધ સૂફી વિદ્વાન. તેઓ મુજદ્દદ અલ્ફસાની શેખ અહમદ સરહિન્દીના પુત્ર હતા. 14 વર્ષની ઉંમરે જરૂરી શિક્ષણ મેળવીને તેઓ અધ્યાત્મ તરફ વળ્યા. પ્રભુ પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ઊંડી ભક્તિભાવનાના કારણે…

વધુ વાંચો >

ગઝાલી (ઇમામ)

ગઝાલી (ઇમામ) (જ. ઈ. સ. 1058, તૂસ; અ. 19 ડિસેમ્બર 1111, તૂસ) : ઇસ્લામી જગતના એક અસાધારણ ચિંતક અને સૌથી મહાન ગણાતા ધર્મશાસ્ત્રી. મૂળ નામ અબુ હામિદ મુહમ્મદ ઇબ્ન મુહમ્મદ અત્ તૂસી અશશાફેઈ. તૂસ અને નિશાપુરમાં ઇમામુલ હરમૈન (અ. ઈ. સ. 1085) પાસે તેમણે વિદ્યાભ્યાસ કરેલો. પ્રારંભથી જ તેમનું વલણ…

વધુ વાંચો >

ગણધરવાદ

ગણધરવાદ : આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (ઈ.સ. 500-600) રચિત ‘વિશેષાવશ્યકભાષ્ય’નું એક મહત્વનું પ્રકરણ. આ ગ્રંથ જૈનજ્ઞાનમહોદધિ જેવો છે. જૈન આગમોમાં વીખરાયેલી અનેક દાર્શનિક બાબતોને સુસંગત રીતે તર્કપુર:સર ગોઠવીને રજૂ કરવામાં આવી છે. આ ગ્રંથનાં અનેક પ્રકરણોની જેમ ‘ગણધરવાદ’ પણ સ્વતંત્ર ગ્રંથ જેવું પ્રકરણ છે. ‘ગણધરવાદ’ શીર્ષકનો અર્થ શો ? ભગવાન મહાવીરના…

વધુ વાંચો >

ગણપતિ

ગણપતિ : હિંદુઓના વિઘ્નહર્તા દેવ. ગણપતિ એ શિવ-પાર્વતીના પુત્ર છે અને શિવપરિવારના દેવોમાં તે એક પ્રધાન દેવ છે. શિવના ગણ મરુતોના તે અધિપતિ છે, તેથી તે ગણપતિ કહેવાયા છે. મરુત્ દેવો તેમની ઉદ્દામ શક્તિને લીધે પ્રમથ કહેવાયા હશે. ગણપતિ આ પ્રમથ ગણના અધીશ્વર છે. ગણપતિના જન્મ વિશે વિવિધ પુરાણકથાઓ છે.…

વધુ વાંચો >

ગણેશોત્સવ

ગણેશોત્સવ : હિંદુઓના ઉપાસ્યદેવતા ગણપતિને કેન્દ્રમાં રાખીને ભારતભરમાં ઊજવાતો સાર્વજનિક ઉત્સવ. ગણપતિ બુદ્ધિદાતા, વિઘ્નહર્તા દેવ છે એવી શ્રદ્ધા લોકોમાં રૂઢ થયેલી છે. ગણેશોત્સવની શરૂઆત મહારાષ્ટ્રમાં પેશવાના શાસનકાળ દરમિયાન થઈ હતી. ત્યાં તે સાત દિવસ સુધી ઊજવાતો અને તેમાં ગણેશની મૂર્તિની પૂજાઅર્ચના અને આરતી ઉપરાંત કીર્તન, સ્તોત્રપાઠ અને ધર્મગ્રંથોના પારાયણ જેવા…

વધુ વાંચો >

ગરીબદાસ (1)

ગરીબદાસ (1) (જ. 1566, સાંભર, રાજસ્થાન; અ. 1636, નરાને, સાંભર) : ભારતના એક જ્ઞાની સંત, સંત દાદૂ દયાળના પુત્ર. તે નિર્ગુણોપાસક હતા. તે કુશળ વીણાવાદક અને ગાયક પણ હતા. મોટે ભાગે તે વતનની આસપાસમાં રહેતા. સંત દાદૂ દયાળના અવસાન પછી તેમની ગાદી ગરીબદાસને મળી હતી પણ ગરીબદાસે તે સ્વીકારેલી નહિ.…

વધુ વાંચો >

ગરીબદાસ (2)

ગરીબદાસ (2) (જ. 1717, છુદાની, પંજાબ; અ. 1778, છુદાની, પંજાબ) : ગરીબ પંથના સ્થાપક ભારતીય સંત. આ ગરીબદાસ હાલના હરિયાણામાં વૈશાખી પૂર્ણિમાને દિવસે જન્મ્યા હતા. તે જાટ હતા. એમનું કુટુંબ વ્યવસાયે ખેડૂત હતું. તેમના પિતા જમીનદાર હતા. પ્રચલિત માન્યતા અનુસાર બાર વર્ષના ગરીબદાસને સંત કબીરનું દર્શન થયું ત્યારથી તેમણે કબીરને…

વધુ વાંચો >