psychology

જૂથ (group) :

જૂથ (group) : મેદાનમાં, રસ્તા ઉપર કે ગાડીમાં અનેક વ્યક્તિઓ માત્ર પાસે પાસે હોય છે; માત્ર એ નજીકપણાને આધારે જૂથ બનતું  નથી. જૂથ બનવા માટે વ્યક્તિઓ વચ્ચે કોઈ જાતની મનોવૈજ્ઞાનિક સમાનતા હોવી જરૂરી છે. સરખી માન્યતાઓ અને સરખા આદર્શો ધરાવતી તેમજ સરખાં ધ્યેયો મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભેગી…

વધુ વાંચો >

જૈવ પ્રતિનિવેશ

જૈવ પ્રતિનિવેશ (Biofeedback) : જીવોમાં સ્વનિયંત્રણની વિશિષ્ટ વ્યવસ્થા. આ એક એવી પ્રવિધિ છે, જેમાં મનુષ્ય પોતાના શરીરમાં જે ક્ષણે જૈવ ક્રિયાઓ ઊપજતી હોય તે જ ક્ષણે એ ક્રિયાઓ વિશે સ્પષ્ટ માહિતી મેળવે છે અને એ માહિતીને આધારે પોતાની જૈવ ક્રિયાઓને અંકુશમાં લે છે કે તેમાં ઇચ્છિત ફેરફાર કરે છે; દા.…

વધુ વાંચો >

જ્યોફ્રી એવરેસ્ટ હિન્ટન

જ્યોફ્રી એવરેસ્ટ હિન્ટન (જ.6 ડિસેમ્બર 1947, વિમ્બલ્ડન, ઇંગ્લૅન્ડ) : “ડીપ લર્નિંગના ગોડફાધર”, બ્રિટિશ-કેનેડિયન જ્ઞાનાત્મક મનોવિજ્ઞાની અને કમ્પ્યુટર વૈજ્ઞાનિક. હિન્ટનનું શિક્ષણ કેમ્બ્રિજની કિંગ્સ કૉલેજમાં થયું હતું. પ્રાકૃતિક વિજ્ઞાન, કલાનો ઇતિહાસ અને ફિલસૂફી જેવા વિવિધ વિષયો બદલ્યા પછી આખરે તેમણે યુનિવર્સિટી ઑફ એડનબર્ગમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે એડનબર્ગ યુનિવર્સિટીમાં તેમનો…

વધુ વાંચો >

ઝ્વાઇગ, સ્ટિફન

ઝ્વાઇગ, સ્ટિફન (જ. 28 નવેમ્બર 1881, વિયેના; અ. 22 ફેબ્રુઆરી 1942, પેટ્રોપૉલિસ, રિયો દ જાનેરો નજીક) : ઑસ્ટ્રિયન લેખક. યહૂદી માતાપિતાને ત્યાં જન્મ. 1913માં સાલ્ઝબર્ગ ખાતે સ્થાયી થતાં પહેલાં તેમણે ઑસ્ટ્રિયા, ફ્રાન્સ તથા જર્મની ખાતે અભ્યાસ કર્યો. 1934માં નાઝીઓએ તેમને દેશનિકાલ કર્યા. પહેલાં તે 1934થી 40 ઇંગ્લૅન્ડ ખાતે રહ્યા અને…

વધુ વાંચો >

ટર્મન, લ્યૂઇસ એમ.

ટર્મન, લ્યૂઇસ એમ. (જ. 15 જાન્યુઆરી 1877; અ. 21 ડિસેમ્બર 1956) : અમેરિકન મનોવિજ્ઞાની. ઇન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી લૉસ એન્જિલીઝ સ્ટેટ નૉર્મલ સ્કૂલમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. ચાર વર્ષ પછી તેઓ સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા હતા. ત્યાં માનસિક કસોટીઓ અને બક્ષિસવાળાં કે પ્રતિભાવાળાં બાળકો અંગેનાં સંશોધનો તેમણે કર્યાં…

વધુ વાંચો >

ટિચનર ઍડવર્ડ બ્રૅડફર્ડ

ટિચનર, ઍડવર્ડ બ્રૅડફર્ડ (જ. 11 જૂન 1867, ચિચિસ્ટર, સસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 3 ઑગસ્ટ 1927, ઇથાકા, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : અમેરિકામાં રચનાવાદને એક વિચારતંત્ર તરીકે પ્રસ્થાપિત કરનાર અંગ્રેજ મનોવિજ્ઞાની. ટિચનર ઑક્સફર્ડ યુનિવર્સિટીના સ્નાતક હતા. તેમણે જર્મનીમાં લાઇપઝિગ યુનિવર્સિટીમાં વિલ્હેલ્મ વૂન્ટની વિશ્વવિખ્યાત પ્રયોગશાળામાં 1890થી 1892 સુધી વૂન્ટના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી હતી. તાલીમ…

વધુ વાંચો >

ટી.એ.ટી. (Thematic Apperception Test)

ટી.એ.ટી. (Thematic Apperception Test) : મનોવિજ્ઞાનને લગતી એક પ્રક્ષેપણાત્મક કસોટી. હાર્વર્ડ સાઇકોલૉજિકલ ક્લિનિકના ડૉ. મરે અને મૉર્ગને 1938માં તે રચી. વ્યક્તિત્વ માપવા માટે આ કસોટી વ્યાપક રીતે વપરાય છે. એના ઉપયોગ અંગે પુષ્કળ સંશોધનો થયાં છે. ડૉ. મરે ‘Thema’ શબ્દ વડે વ્યક્તિની જરૂરિયાતો તેમજ તેને સંતોષવા અંગે વ્યક્તિના અનુભવો સૂચવે…

વધુ વાંચો >

ટેલિપથી

ટેલિપથી : ઇન્દ્રિયના સ્વીકૃત માધ્યમ વગર સ્વતંત્ર રીતે કોઈ પણ પ્રકારના વિચાર અથવા મનની છાપને એક મનથી બીજા મન સુધી સંક્રાન્ત કરવાનો વ્યવહાર. ફ્રેડરિક માયર્સે ‘ટેલિપથી’ શબ્દ પ્રયોજી તેને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. તેના દર્શાવ્યા પ્રમાણે ટેલિપથી એટલે બે માનવી વચ્ચેના લાગણી અને આવેગનો તત્કાળ ઇન્દ્રિયાતીત વિનિમય. દૂરના…

વધુ વાંચો >

ટેવ

ટેવ (habit) : શિક્ષણપ્રક્રિયાના પરિણામ રૂપે અથવા અન્યથા પુન: પુન: કરવા રૂપે થતું વર્તન. શિક્ષણ, કેળવણી કે તાલીમને લીધે જીવંત પ્રાણીનું વર્તન પ્રમાણમાં વધારે યાંત્રિક, સ્થિર અને નિયમિત બનતું જણાય છે. વર્તન ટેવનું સ્વરૂપ ધારણ કરે છે. માલિકનાં પગલાં સાંભળી પૂંછડી પટપટાવતો કૂતરો, રોજ સવારે જાગીને ઘડિયાળને અચૂક ચાવી આપતો…

વધુ વાંચો >

ટોળું

ટોળું (crowd) : સમાન લક્ષ્ય કે પ્રવૃત્તિના સમાન વિષયને અનુલક્ષીને થોડા સમય માટે એકત્રિત થયેલો લોકોનો સમૂહ. ટોળામાં જોડાયેલી વ્યક્તિઓએ થોડા સમય માટે પરસ્પર તાદાત્મ્ય સાધ્યું હોય છે અને તે સમાન આવેગો અનુભવતી હોય છે. મોટેભાગે ટોળામાં જોડાયેલા લોકો એકબીજાની નજીક હોય છે અને સમાન વિષય પ્રત્યે ઉત્સુકતા કે નિસબત…

વધુ વાંચો >